SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૩૭ ધરણેન્દ્રની પૂર્વે જે અગ્રમહિષીઓ હતી તે સત્તરમા તીર્થકર કુંથુનાથને સમયમાં થઈ હતી, એટલે તે ભગવાન પાર્શ્વનાથના ગૃહસ્થાશ્રમ સમય સુધી જીવિત હતી.' આચાર્ય હેમચન્દ્ર અને ભાવને ભગવાન પાર્શ્વના શાસનદેવનું નામ “પાર્શ્વ યક્ષ જણાવ્યું છે. તથા શાસનદેવીનું નામ “પદ્માવતી યક્ષિણી’ આપ્યું છે. કઈ કઈ જગ્યાએ ધરણેન્દ્ર અને પાર્શ્વ એ બને શબ્દ એકાઈક રૂપમાં વ્યવહત થયાં છે.* “લાઈફ એન્ડ સ્ટોરીઝ ઓફ પાર્શ્વનાથ તથા હાર્ટ ઓફ જૈનિજમમાં પણ ધરણેન્દ્ર અને પદ્માવતીને શાસનદેવ અને શાસનદેવી માન્યાં છે. વાદિરાજસૂરિ વિરચિત પાર્શ્વનાથ ચરિત્ર તથા બુધ પદ્માવતીસ્તોત્રમાં પણ આવું જ વર્ણન છે. મારી દષ્ટિએ લેખકે એ ભૂલથી જ એવું કર્યું છે કેમકે પદ્માવતીને યક્ષિણી અને ધરણેન્દ્રને યક્ષ તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. યક્ષ અને યક્ષિણી એ વાણવ્યન્તર દેવને જ એક પ્રકાર છે. જયારે ધરણેન્દ્ર ભવનપતિને ઇન્દ્ર છે.૧૧ એટલે પદ્માવતી યક્ષિણી એની દેવી કેવી રીતે થઈ શકે. વાણવ્યન્તરની દેવી ભવનપતિઓની દેવી બની શકે નહીં, એટલે પ્રસ્તુત કથન આગમસંમત નથી. આગમો માટે આ ચિંતનીય છે. ચઉપન્નમહાપુરુષમાં નેધ્યું છે કે એક વાર પાર્શ્વ કુમાર બાવીસમા તીર્થંકરનાં ભીતિ-ચિત્રનું અવલેકન કરી રહ્યા હતા તે વખતે અવલોકન કરતાં કરતાં એમના આંતરમાનસમાં વૈરાગ્યભાવના જાગ્રત થઈ. ઉત્તરપુરાણમાં એમ નેધવામાં આવ્યું છે કે ભગવાન પાર્શ્વ જ્યારે ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે અયોધ્યાને દૂત વારાણસી આવ્યો. એ દૂતે ભગવાન ઋષભદેવનું વર્ણન સંભળાવ્યું જેનાથી એમને વૈરાગ્ય ઉપન્ન થયા. આયાર્ય દેવભદ્રસૂરિએ પાસનાહ ચરિ૩૧ર્વેમાં શીલાંકનું જ અનુસરણ કર્યું છે. પદ્દમીતિ૧૬ના મત પ્રમાણે કમઠ અને નાગની ઘટના એમના વૈરાગ્યનું નિમિત્ત બની હતી. આચાર્ય હેમચંદ્રVઅને વાદી રાજસૂરિએ એમની વૈરાગ્યઉત્પત્તિ અંગે કેઈ કારણ જણાવ્યું નથી. આધુનિક વેતાંબર સાહિત્યમાં શીલાંકનું જ વિશેષપણે અનુસરણ થયું છે. - સમવાયાંગ અને કલ્પસૂત્રમાં કમઠકત ઉપસર્ગોની બિલકુલ ચર્ચા પ્રાપ્ત થતી નથી. પણ ચઉપન્નમહાપુરિસચરિયું, ૧૭ શ્રી પાસનાચરિત્ર ૧૮ અને ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ૧૬ અન્તર્ગત આ ઘટના જોવા મળે છે. કમઠ તાપસ કરીને મેઘાલી દેવ બને. વિર્ભાગજ્ઞાનથી ભગવાન પાર્શ્વને ધ્યાનમુદ્રામાં બેઠેલા જોઈને એને અહંકાર જાગ્રત થઈ ગયો. એણે મને પૂર્વભવમાં પરાજીત કર્યો હતો. હવે હું એને પરાજીત કરી મારી શક્તિ પ્રદર્શિત ૧, સમર્થ સમાધાન, ભાગ ૧ લે પૃ. ૬૫ ૨. (ક) ત્રિષષ્ઠિ-૯,૩ ૫. ૪૮૬-૮૭. ગુજરાતી, (ખ) અભિધાનચિંતામણ, ૪૩ ૩. પાર્થ ચરિત્ર, સર્ગ ૭, શ્લેક ૮૨૭. ૪. શ્રી પાર્શ્વ ચરિત્ર, સર્ગ૬ શ્લેક ૧૯૦–૧૯૪ ૫. લાઈફ એન્ડ સ્ટારીઝ એક પાર્શ્વનાથ, ફુટનેટ, પૃ. ૧૧૮, ૧૬૭ ૬. હાર્ટ ઓફ જૈનિજમ, પૃ. ૩૧૩ ૭. પદ્માવતી જિનમતસ્થિતિમુનયતી, કિ નવ તત્સદસિ શાસનદેવતાસીત | તસ્યાઃ પતિસ્તુ ગુણસંગ્રહદક્ષતા, - યક્ષે બભૂવ જિનશાજ્ઞનરક્ષણ. - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૨/૪૨ પૃ. ૧૮૩ ૮. પાતાલાધિપતિ પ્રિયા પ્રયિની ચિંતામણિ પ્રાણિનાં, શ્રીમત્પાર્વજિનેશ શાસન સૂરી પદ્માવતી દેવતા નૃહદ્ પદ્માવતી સ્તોત્ર, ૨૨. (પ્રકાશક: માણિકચંદ દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, હીરાબાગ મુંબઈ) ૯. સ્થાનાંગ-સમવાયાંગ પૃ. ૪૫૫. ૧૦, સ્થાનાંગ-સમવાયાંગ, પૃ. ૪૮૧. ૧૧. ચઉપન્નમહાપરિસચરિયું, પૃ. ૨૬૩ ૧૨. ઉત્તરપુરાણ, ૭૩,૧૨૦-૧૨૪ ૧૩. પાસનહચરિ૬, ૧૬૨ ૧૪. પાસનાચાર૩, ૧૩,૧૨ ૧૫. ત્રિપષ્ટિ, ૯,૩,૨૩૧ ૧૬, પાર્શ્વનાથ ચરિત્ર ૧૧મે સર્ગ, શ્લોક ૧-૫૫ ૧૭. ઉપન્નમહાપુરિસચરિયં ૨૬૬ ૧૮. શ્રી પાસના ચરિયું ૩,૧૮૧ ૧૯. ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર ૯,૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy