SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ધમકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન દિંગબર પરંપરામાં સર્વપ્રથમ આચાર્ય ગુણભદ્ર ઉત્તરપુરાણમાં, મહાકવિ પુષ્પદંતે મહાપુરાણમાં, વાદિરાજસૂરિએ પાસનાચરિઉમાં ભગવાન પાર્શ્વનાથના મૌલિક પ્રસંગે અંક્તિ કર્યા છે. “પાર્ધાભ્યદયકાવ્ય”, જેની રચના કરનાર આચાર્ય જિનસેન છે તે કાવ્ય ઉત્તરપુરાણથી પણ પહેલાંના સમયનું છે. પરંતુ આ કાવ્યગ્રંથ છે અને એની રચના કાલિદાસના મેઘદૂત'ની જેમ કરવામાં આવી છે. આ કાવ્યમાં ભગવાન પાર્શ્વ ધ્યાનાવસ્થામાં સ્થિર બેઠેલા છે અને શંખરદેવ એમને ઉપસર્ગ આપે છે એ પ્રસંગનું વર્ણન છે. જિનરત્નકોષમાંથી જાણવા મળે છે કે આચાર્ય મલ્ટીસે પણ મહાપુરાણ અથવા ત્રિષષ્ટિશલાકાપુરાણની રચના કરી છે, પણ તે હજી સુધી પ્રકાશિત થયું નથી. એમાં પણ પાર્શ્વના જીવનના પ્રસંગો સાંપડે છે. સમવાયાંગમાં તીર્થકરના પૂર્વભવનાં નામોને કંઈક ઉલ્લેખ જોવા મળે છે. એનું વિકસિત રૂપ આપણને વિમલસૂરિ રચિત “પઉમરિયમાં પ્રાપ્ત થાય છે. વિલમસૂરિએ અંતિમ બે ભવોથી પૂર્વેના ભવનું વિવરણ પ્રસ્તુત કર્યું છે. એમાં સવ તીર્થકરનાં આ ભવ સાથે સંકળાયેલ જન્મ, નગરીઓનાં નામ, સ્વયંનાં નામ, ગુરુઓનાં નામ તથા એના અગ્રિમ દેવભવોનાં નામ દર્શાવવામાં આવ્યાં છે. આ ત્રીજા ભવ સિવાય કોઈપણ પૂર્વભવ અંગે કોઈ વિવરણ “પઉમચરિયંમાં નથી. સમવાયાંગમાં વીસ તીર્થકરેનાં નામ પ્રાપ્ત થાય છે. એમાંથી કેટલાંક નામ એના સાથે સમાન છે, બાકીનાં જુદાં છે. જેમકે, “સમવાયાંગમાં પાર્શ્વનું નામ “સુદર્શન” છે, જ્યારે “પઉમચરિયં'માં આનંદ છે. સમવાયાંગમાં ‘સુદર્શન” નામનું વિવરણ અન્ય કોઈપણ પાર્શ્વચરિત્રમાં મળતું નથી. વિમલસૂરિરચિત “પઉમચરિયં” જેવું જ આચાર્ય હરિજેણે પણ પદ્મપુરાણમાં પાર્શ્વનાથ અંગે વિવરણ આપ્યું છે. પૂર્વભવોને વ્યવસ્થિત ઉલેખ સર્વ પ્રથમ વેતાંબર પરંપરામાં “ચઉપન્નમહાપુરિસચરિય”માં પ્રાપ્ત થાય છે. તથા દિગંબર પરંપરામાં ઉત્તરપુરાણમાં પ્રાપ્ત થાય છે. બાદમાં રચાયેલા ગ્રંથોમાં પ્રાયઃ એનું જ અનુસરણ છે. સમવાયાંગ અને કલ્પસૂત્રમાં પાર્શ્વનું નામકરણ કયા કારણે થયું તે અંગે કોઈ માહિતી નથી. આવશ્યકનિર્યુક્તિમાં સર્વપ્રથમ એના નિમિત્ત અંગે ચર્ચા કરવામાં આવી છે. ત્યાં નોંધવામાં આવ્યું છેસર્પ સપણે જણણી તં પાસઈ તમસિ તેણુ પાસ જિણે” આચાર્ય હરિભદ્રક પ્રસ્તુત વિષય પર વિસ્તારથી ચિંતન કરીને લખ્યું છે કે, પાર્શ્વની માતા વામાં ભગવાન ગર્ભમાં આવ્યા પછી સ્વપ્નમાં નાગ જુએ છે તથા પાર્શ્વનાથના દિવ્ય પ્રભાવથી અંધકારમાં પણ સનિકટદરમાં નીકળતા સપને જુએ છે, એટલે ભગવાનનું નામ પાશ્વ રાખવામાં આવ્યું. આચાર્ય હેમચન્દ્ર, ભાગદેવ, વિનયવિજયજી વગેરેએ નામકરણ અંગે પાશ્વમાં જતા એવા સપને જોયે, એટલે એનું નામ પાર્શ્વ રાખવામાં આવ્યું એ સ્પષ્ટ ઉલ્લેખ આપે છે. ઉત્તરપુરાણ, પાસનાહરિઉ વગેરે ગ્રંથમાં ઇન્ટે બાળકનું નામ “પાશ્વ' રાખ્યું એ ઉલ્લેખ છે. દિગબર ગ્રંથમાં સપને જેવા અંગેનો ઉલ્લેખ નથી અને ન તે એને નામ સાથે કઈ સંબંધ હોવાનું કહેવામાં આવ્યું છે. પાર્શ્વનાથના ગૃહસ્થજીવનની બે મુખ્ય ઘટનાઓ છે : પ્રથમ ઘટના છે કુશસ્થલપુરનું યુદ્ધ અને પ્રભાવિતી સાથે એમને વિવાહ; અને બીજી ઘટના છે કમઠની સાથે વિવાહ અને નાગને ઉદ્ધાર. કુશસ્થલપુર યુદ્ધ માટે જવા અંગેનું વર્ણન ન તો આગમનગ્રંથમાં છે કે ન તો ચઉપન્નમહાપરિસચરિયંમાં છે. સર્વપ્રથમ પદ્દમકીર્તિ રચિત પાસનાહચરિઉમા તથા દેવભદ્રસૂરિરચિત પાસનાહચરિયંમાં આ પ્રસંગનું વર્ણન પ્રાપ્ત થાય છે. પણ બન્ને ગ્રંથો વચ્ચે તાંબરદિગંબર પરંપરાને ભેદ હોવાથી કથાનકમાં પણ મતભેદ હોય તે સ્વાભાવિક છે. આચાર્ય ૧. જિનરત્નકલ, લેખક, હરિ દાદર વેલનકર, પૃ. ૧૬૨ ૨. પઉમચરિયું, ૨૦/૧–૨૫. ડો. હરમન જેકેબી એની રચના ત્રીજી સદીમાં થઈ હોવાનું માને છે. ગ્રંથની પ્રશસ્તિમાં રચનકાલ વીર નિ. સં. ૫૩૦ અર્થાત ઈ. સ. ૩ જણાવવામાં આવ્યો છે. પણ આ અંગે સર્વ વિદ્વાને એકમત નથી. ૩. આવશ્યકનિયુક્તિ, ગાથા ૧૦૯૧ ૪. આવશ્યકનિર્યું તિ, હરિભદ્રિયાવૃત્તિ, પૃ. ૫૦૬ ૫. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, ૯, ૩, ૪૩-૪૪ ક, પાર્શ્વનાથચરિત્ર, સર્ગ ૫ ૭. કલ્પસૂત્ર, સુપિકા ટીકા, પૃ. ૨૦૩ ૮. જન્માભિષેક કલ્યાણ પૂજા નિત્યનન્તરમ પાર્વાભિધાન કૃત્વાસ્ય પિતૃભ્યાં તું સમર્પયન ! –ઉત્તરપુરાણ, ૭૩ દર પૃ. ૪૩૨ ૯. પાસનાચરિઉ, પદ્મકીર્તિ ૮૨૩/૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy