________________
૩૪
ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન
ભગવાન અરિષ્ટનેમિના યુગનું આપણે અધ્યયન કરીએ તો સૂર્ય પ્રકાશની જેમ એ સ્પષ્ટ થશે કે તે યુગમાં ક્ષત્રિય માંસ અને મંદિર પાછળ પાગલ બની ગયા હતા. તેઓ એને પિતાનું ગૌરવ ગણતા હતા. અરિષ્ટનેમિના વિવાહને પવિત્ર પ્રસંગ પર પશુઓ એકત્રિક કરવામાં આવ્યાં હતાં. હિંસાની આ પૌશાચિક પ્રવૃત્તિની તરફ જનમાનસનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે તથા ક્ષત્રિયોને માંસભક્ષણમાંથી વિરત કરવા માટે તેઓ વિવાહ કર્યા વગર પાછો ફરી ગયા. એમનું આ પાછા ફરવું તે ક્ષત્રિયોનાં પાપનું પ્રાયશ્ચિત્ત હતું. એને અભુત પ્રભાવ વીજળી જેવો થયો. એનાથી સમગ્ર સમાજ વિચલિત થઈ ગયો. અરિષ્ટનેમિના ત્યાગે માનવસમાજને એક નવું માર્ગદર્શન આપ્યું. જે માનવ પિતાની ક્ષણિક તૃપ્તિ માટે બીજા જીવના જીવન સાથે ખેલ કરતા હતા એમને આત્માલોચનાની પ્રેરણું પ્રાપ્ત થઈ. “અમે કઈપણ પ્રાણીને દુઃખ ન આપીએ. ભગવાન અરિષ્ટનેમિનું આ અપૂર્વ ઉબોધન બધા પ્રાણુંઓ માટે વરદાનરૂપ હતું,
મદિરાએ જ દ્વારિકાને વિનાશ કર્યો હતો. મદિરાના વિરોધમાં અરિષ્ટનેમિએ જોરદાર બુલંદ અવાજ ઉઠાવ્યું કે જેના ફલસ્વરૂપ દ્વારિકામાં મદિરાપાન બિલકુલ બંધ થઈ ગયું. અરિષ્ટનેમિ અધ્યાત્મજગતના તેજસ્વી સૂર્ય હતા. કર્મયોગી શ્રીકૃષ્ણ ગે–પાલન પર ભાર મૂક્યો. પરંતુ અરિષ્ટનેમિ એ તો બધા પ્રાણીઓની રક્ષા પર ભાર મૂક્યો. જેના કારણે ભારતમાં અહિંસાની સૂરીલી સ્વરલહરીએ ઝંકત થઈ અને તેઓ એટલાબધા લોકપ્રિય થયા કે વૈદિક અને બૌદ્ધ પરંપરાના ગ્રંથોમાં પણ અરિષ્ટનેમિને ઉલેખ ખૂબ ગૌરવની સાથે જોવા મળે છે.
ભગવાન પાર્શ્વનાથ - પાશ્ચાત્ય અને પૌર્વાત્ય બધા મૂર્ધન્ય વિદ્વાને ભગવાન પાર્શ્વને અતિહાસિક મહાપુરુષ માને છે. સર્વપ્રથમ ડો. હરમન જેકેબીએ જૈનાગમની સાથે બૌદ્ધ ત્રિપિટકના આધાર પર પાર્શ્વનાથને અતિહાસિક પુરુષ સિદ્ધ કર્યા છે. ત્યારબાદ કૅલબુક, સ્ટીવેન્સન, એડવર્ડ ટામસ, ડે. બેલવલકર, દાસગુપ્તા, ઠે. રાધાકૃષ્ણન , શાપેન્ટિયર, ગેરીનેટ, મજમુદાર, ઈલિયટ પુસિન વગેરે વિદ્વાનોએ એ સપ્રમાણુ પ્રમાણિત કર્યું છે કે શ્રમણ ભગવાન મહાવીર પૂર્વે એક નિગ્રંથ સંપ્રદાય હતું કે જે ખૂબ પ્રભાવશાળી હતા. આ નિર્ચન્થ સંપ્રદાયના મુખ્યનાયક પાર્શ્વનાથ હતા. ડૉ. ચાર્લ્સ શાપેટિયરને મત એ છે કે આપણે બે બાબતે યાદ રાખવી પડશેઃ જૈન ધર્મ ચોક્કસપણે મહાવીરથી પ્રાચીન છે. એના પ્રખ્યાત પુરોગામી પાર્શ્વ ચોક્કસપણે એક વાસ્તવિક વ્યક્તિરૂપે વિદ્યમાન હતા. પરિણામ સ્વરૂપ મૂલ સિદ્ધાંતોની મુખ્ય મુખ્ય બાબતેએ મહાવીરની પૂર્વે સુત્રરૂપ ધારણ કરી લીધું હતું.
ભગવાન પાર્શ્વને જીવનવૃત્તાંત અંગે સર્વપ્રથમ ઉલેખ વેતાંબર આગમમાં સમવાયાંગ અને કલ્પસૂત્રમાં પ્રાપ્ત થાય છે. સમવાયાંગમાં પાર્શ્વનાં માતાપિતા એમની દીક્ષાનગરી, શિવિકા, ચૈત્ય, વૃક્ષ અને એમનાં મુખ્ય શિષ્ય તેમજ શિષ્યાઓનાં નામને નિદેશ થયેલ છે. જીવનવૃત્તાન્તની ક્રમાનુસારી એક પણ ઘટના એમાં પ્રાપ્ત થતી નથી. નામના ઉલ્લેખો ઉપરાંત પાશ્વની સાથે દીક્ષા લેનારાઓની સંખ્યા, એમના પ્રથમ તપના દિવસોની સંખ્યા દર્શાવવામાં આવી છે તથા પાર્શ્વનું પૂર્વભવનું નામ “સુદર્શન' હોવાનું જણાવ્યું છે. આ ભવમાં તેઓ માંડલિક રાજા હતા. મુનિ બન્યા પછી તેઓ અગિયાર અંગના જ્ઞાતા બન્યા,
ક૯પસૂત્રમાં પાર્વનું જીવનવૃત્તાન્ત પ્રાપ્ત થાય છે. પણ એમાં પાશ્વના પૂર્વ અંગે કોઈ ઉલેખ નથી. એમાં પાર્શ્વના કુશસ્થલ જવાના, રવિકીતિ અથવા પ્રસેનજિતના સહયોગથી કલિંગરાજ યવન સાથે યુદ્ધ કરવાના તથા રાજકુમારી પ્રભાવતી સાથે વિવાહ કરવાના વગેરે પ્રસંગોનું કોઈ વર્ણન નથી. એમાં કમઠ કે સપની ઘટનાનું, મેધમાલીકૃત ઉપસર્ગોનું કઈ વર્ણન પ્રાપ્ત થતું નથી. ભગવાન પાર્શ્વને કયા નિમિત્તે વૈરાગ્ય ઉત્પન્ન થયે એને પણ એમાં ઉલ્લેખ નથી.
આગમ ગ્રંથ પછી રચાયેલ “ચઉપનમહાપરિષચરિયું, જેની રચના કરનાર શીલાંક છે અને “સિરિ પાસનાહચરિય” જેની રચના કરનાર આચાર્ય અભયદેવના શિષ્ય આચાર્ય દેવ ભટ્ટસૂરિ છે, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, જેની રચના કરનાર આચાર્ય હેમચંદ્રાચાર્ય છે. આ બધા વેતાંબર આચાર્યોએ પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રને વિકાસ કર્યો છે. 4 The sacred books of the East, Vol. XLV, Introduction, page 21. “That Parsva was a
historical person, is now admitted by all as very probable.. 2. Indian Philosophy, Vol. I, P. 287. 3. The Uttaradhyayana Satra latroduction, P. 21 : "We ought also to remember that the Jain
religion is certainly older than Mahavira, his reputed predecessor Parsya having almost certainly existed as a real person and that consequently the main points of the original doctrine may have been codiffied long before Mahavira."
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org