SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન અરિષ્ટનેમિ શબ્દનો પ્રયોગ થયો છે તે ભગવાન અરિષ્ટનેમિ માટે થયો છે. મહાભારતમાં પણ ‘તાર્ય” શબ્દનો પ્રયોગ થયેલે છે, તે પણ ભગવાન અરિષ્ટનેમિનું બીજુ નામ હોવું જોઈએ.' યજુર્વેદમાં નોંધ્યું છે : અધ્યાત્મય પ્રગટ કરનાર, સંસારના ભવ્ય જીને યથાર્થ ઉપદેશ દેનારે અને જેના ઉપદેશથી આત્મા પવિત્ર બને છે એ સર્વજ્ઞ નેમિનાથને માટે આહૂતિ સમર્પિત કરું છું.” ર્ડો. રાધાકૃષ્ણને નેધ્યું છે : યજુર્વેદમાં ઋષભદેવ, અજિતનાથ અને અરિષ્ટનેમિ-આ ત્રણ તીર્થકરોનાં નામ છે. સ્કંદપુરાણુમાં એક પ્રસંગ છે: વામને તપ કર્યું. તપના દિવ્ય પ્રભાવથી પ્રભાવિત થઈ શિવે વામનને દર્શન આપ્યાં. શિવ તે સમયે શ્યામવર્ણ, અચલ અને પદ્માસનમાં બેઠેલા હતા. વામને એનું નામ નેમિનાથ રાખ્યું. આ નેમિનાથ કલિકાલનાં સર્વ પાપને નાશ કરનાર છે. એમનાં દર્શન અને ચરણસ્પર્શ કરવાથી કરડે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. પ્રભાસપુરાણમાં પણ અરિષ્ટનેમિની સ્તુતિ કરવામાં આવી છે. મહાભારતમાં પણ એમની સ્તુતિ અર્થે સ્વર પ્રફુરિત થયા છે. સુપ્રસિદ્ધ ઈતિહાસકાર ડે. રાયચૌધરીએ વૈષ્ણવ ધર્મ કે પ્રાચીન ઇતિહાસમાં ભગવાન અરિષ્ટનેમિને શ્રીકૃષ્ણને કાકાના દીકરા ભાઈ તરીકે ઉલેખ્યા છે. અરિષ્ટનેમિ અંગે કર્નલ ટડેટ નેપ્યું છે : મને એવું જ્ઞાત થાય છે કે પ્રાચીન કાળમાં ચાર બુદ્ધ અથવા મેધાવી મહાપુરુષ થયા છે. એમાં પ્રથમ આદિનાથ અને બીજા નેમિનાથ હતા. નેમિનાથ જ સ્કેન્ડીનેવિયા-નિવાસીઓના પ્રથમ ઍડિન તથા ચીનાઓના પ્રથમ ફે—દેવતા હતા. ડે. નગેન્દ્રનાથ વસુ, ડે. ફહર, પ્રોફેસર બોરનેટ, મિ. ક, ડે. હરિદત્ત, ડે. પ્રાણનાથ વિદ્યાલંકાર વગેરે અનેક આધુનિક વિદ્વાનોએ પણ ભગવાન અરિષ્ટનેમિને અતિહાસિક તેમજ પ્રભાવશાલી મહાપુરુષ માન્યા છે. પ્રસ્તુત ગ્રંથમાં એમના કલ્યાણગર્ભમાં આવ્યા એટલે માતાએ જે ચૌદ મહાસ્વપ્ન જોયાં એને ઉલેખ છે. જન્મ, પ્રવજયા, કેવળજ્ઞાન, ગણધર, અન્નકૃતભૂમિ અને કુમારાવસ્થામાં નિર્વાણપ્રાપ્તિનો ઉલ્લેખ છે. “વસુદેવહિ-ડી', ચઉપગ્નમહાપરિસચરિય, ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર, નેમિનાહચરિઉ ભવ–ભાવના, ઉપદેશમલા પ્રકરણ હરિવંશપુરાણ, ઉત્તરપુરાણ, નેમિનિર્વાણુકાવ્ય, અરિષ્ટનેમિચરિત્ર, નેમિનાથ ચરિત્ર વગેરે લગભગ સોથી પણ વધુ રચનાઓ પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, ગુજરાત, રાજસ્થાનીમાં ઉપલબ્ધ છે, જે રચાનાઓમાં ભગવાન અરિષ્ટનેમિના જીવનના પાવન-પ્રસંગ ટાંકવામાં આવ્યા છે. વિશેષ જિજ્ઞાસુઓ મારા દ્વારા લખાયેલ ભગવાન અરિષ્ટનેમિ ઔર કમગી શ્રીકૃષ્ણઃ એક અનુશીલન' ગ્રંથનું અવલોકન કરે. ભગવાન અરિષ્ટનેમિ કેત્તર મહાપુરુષ હતા. જીવનના ઉષાકાલથી જ એમનામાં વિરકિતની ભાવના અંગડાઈએ લઈ રહી હતી. નારીશક્તિ એને પરાજીત કરવા માટે તૈયાર થઈ હતી. તે હાવભાવ અને વિકાસ દ્વારા એમના વૈરાગ્યને વિચલિત કરવા ચાહતી હતી. શ્રીકૃષ્ણની મહારાણીઓ વિવિધ પ્રકારની શગારચેષ્ટાઓ કરીને એમને સંસાર પ્રતિ આકર્ષિત કરવા ચાહતી હતી. મેહમુગ્ધ રાણીઓની સ્થિતિ પર ચિંતન કરતા અરિષ્ટનેમિના મુખ પર આછી મિતરેખા પસી આવતી એટલે રાણીઓ પિતે સફળ થઈ છે એમ માની ખુશ થઈ જતી. તેઓ એમ માની લેતી હતી કે અમે એમના હદયને જીતી લીધું છે. પણ અરિષ્ટનેમિ તે હિમાલયની જેમ અડગ હતા. ૧. એવમુક્તસ્તદા તાર્ય: સર્વ શાસ્ત્ર વિદાંવરઃ વિબુધ્ય સંપદ ચાયા સદ્દાવાકયમિદમબ્રવીત –મહાભારત, શાન્તિપર્વ, ૨૮૮/૪ ૨. વાજસનેયી–માધ્યદિનશુકલયજુવેદ, અધ્યાય, ૯, મંત્ર ૨૫, સાતવલેકર સંસ્કરણ (વિક્રમ ૧૯૮૪) 3. The Yajurveda mentions the name of three Tirthankaras : Rishabha, Ajit Dath and Arisht anemi. Indian Philosophy, Vol. I p 237. ૪. સ્કન્દપુરાણ, પ્રભાસખંડ ૫, પ્રભાસપુરાણ, ૪૦-૫૦ મહાભારત, અનુસાનપર્વ, અધ્યાય ૧૪૯, લેક ૫૦–૮૨, ૭. વૈષ્ણવધર્મને પ્રાચીન ઇતિહાસ, ઠે. રાયચૌધરી.. ૮. જરનલ ઑફ દી ભંડારકર રિસર્ચ ઈન્સ્ટીટયૂટ, પત્રિકા પુસ્તક ૨૩, પૃ. ૧૨૨ ૯. ભગવાન અરિષ્ટનેમિ ઔર કર્મયોગી શ્રીકૃષ્ણ એક અનુશીલન, લે દેવેન્દ્ર મુનિ શાસ્ત્રી, પ્રકા. તારક ગુરુ જૈન ગ્રંથાલય ઉદયપુર For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy