SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૩૧ દુકાન રાખ્યા વગર આમતેમ ફરીને વ્યાપાર કરતા હતા. નિશીથચૂર્ણિમાં “સમુદ્રજાણી” શબ્દ પ્રાપ્ત થાય છે, જેને અર્થ છે: સમુદ્રયાત્રી. જ્ઞાતધર્મ કથામાં અનેક સ્થાને પોતપટ્ટનઅને “જલપત્રન' શબ્દ મળે છે, જે સમુદ્ર પર આવેલા બંદરનું સૂચન કરે છે કે જે સ્થાન પર વિદેશથી આવતા માલ ઉતારવામાં આવતો અને દેશી માલ ત્યાંથી નિકાસ કરવામાં આવતું હતું. આચારાંગ અને ઉત્તરાધ્યયનમાં નાવ અને પિત શબ્દ જોવા મળે છે. પિતાવહ શબ્દ વહાણુસૂચક છે. આધુનિક યુગમાં “વાણિય” શબ્દ સામાન્ય વ્યાપારીના અર્થમાં વપરાય છે, પણ જ્ઞાતાધમ કથામાં “વાણિય” શબ્દ સમુદ્રયાત્રીના અર્થમાં પ્રજાએલ છે. આગમ સાહિત્યમાં તેમજ ધર્મકથાનુગમાં અનેક સ્થાને પર સમુદ્રપાત્રાનું નિરૂપણ છે. આવશ્યકચૂર્ણિમાંથી એ જાણવા મળે છે કે દક્ષિણ મદુરાથી સુરાષ્ટ્રમાં વહાણ ચાલતાં હતાં. સમુક્યાત્રા માટે પવનની અનુકૂળતા હોવી આવશ્યક માનવામાં આવી છે. ખલાસીઓ માટે સમુદ્રની હવા અંગે જાણકારીમાં કુશલ હોવાનું આવશ્યક ગણાયું છે. સમુદ્રમાં કાલિયાવાત' ન ફેંકાય અને ગર્ભ જ વાયુ ફુકાય તે વહાણુ સકુશલ બંદર પર પહોંચી જાય છે. કાલિયાવાત' અથવા તોફાનમાં વહાણ ડૂબી જવાનું ખૂબ જોખમ રહેતું હતું. તે યુગમાં સમુદ્રયાત્રા નિવિ ન થતી નહીં. વહાણ આજની જેમ બે પ્રકારનાં હતાં : મુસાફર લઈ જનાર, તથા માલ લઈ જનાર.૧૫ જે વહાણ વ્યાપાર માટે જતાં હતાં, એમાં જે માલ ભરવામાં આવતા તે ૧. ગણિમ : સુપારી નારિયલ વગેરે જેનાં નંગ ગણીને ભરવામાં આવતાં. ૨. ધરિમ ખાંડ વગેરે જેને તોલીને વજન પ્રમાણે ભારવામાં આવતાં ૩, ચોખા, ઘી વગેરે પાલી જેવા માપ વડે માપીને આપવામાં આવતાં. ૪, પરિચ્છેદ; જેને કેવળ આંખ વડે ઓળખીને આપવામાં આવતાં જેવં કે કપડાં, હીરા-પન્ના, માણેકમોતી વગેરે ઝવેરાત. બંદર સુધી વ્યાપારીક હાથી, ઘેડા, ગાડાં તથા ગાડીઓ ઉપર બેસી જતા હતા. વિવિધ ભાષાની જાણકારી ન હેવાને કારણે લેકે ઈશારા–સંકેતથી કામ લેતા હતા. જયાં સુધી સોદો પૂરો નહતો થતો, ત્યાં સુધી લેકે માલ ઢાંકીને રાખતા હતા.૧૩ ઉત્તરાધ્યયનની ટીકા અનુસાર ગુપ્તકાલમાં ભારતમાં ઈરાનની સાથે અત્યંત મીઠો સંબંધ હતો. શંખ, ચંદન, અગરનગર, રત્ન વગેરે ભારતથી ઈરાનમાં૧૪ જતાં હતાં. અને ઈરાનથી મજીઠ, સુવર્ણ, ચાંદી, મૂગે, મેતીઓ જેવી અનેક વસ્તુઓ ભારતમાં આવતી હતી. એ પણ જાણવા મળે છે કે ભારતમાં સોમાલી–લેન્ડ, વંસુપ્રદેશ, યૂનાન, સિંહલ, આરબ, હટગના, ફારસ વગેરે દેશોમાંથી અનેક દાસ-દાસીઓ મહારાણીઓની સેવા માટે અંતઃપુરમાં આવતી હતી. એના લાલનપાલન હેઠળ ઉછેરાતાં સંતાને સહજ રીતે ત્યાંની ભાષાઓથી પરિચિત થઈ જતાં એમને ભાષાઓનું અધ્યયન કરાવવા માટે વિશેષ શ્રમ લેવાની આશ્યક્તા રહેતી નહીં. ધાઈમાતાના ધાવણના ઘૂંટડાઓની સાથે એમની એમની ભાષામાં પણ એમને સહજ થઈ જતી. ૧. નિશીથભાષ્ય, ૧૬, ૭૫૦ ની ચૂર્ણિ ૨. સમુદ્દજાણીએ ચેવ ણાવએ –નિશીથચૂર્ણિ ૩, ણાયાધમ્મકા, અધ્ય૦ ૮મો ૪. આચારાંગ ૩૨ ૫. ઉત્તરરાધ્યયન, અધ્યા. ૨૩ ૬. ધમ્મકહા, અધ્ય૦ ૮,૯,૧૭ ૭. સુધમ્મકહાં, અધ્ય. ૮,૯,૧૭ ૮. આવશ્યકચૂર્ણિપૃ. ૭૦૯ ૯. આવશ્યકચૂર્ણિ. પૃ. ૬૯ ૧૦. સુધમ્મકહા, અધ્યયન ૯ ૧૧. ઉપાસકદર્શાક, સૂત્ર પ. ૧૨. (ક) સુધમ્મષ્ઠા, અધ્યયન ૮,૯,૧૭, - (ખ) નિશીથચૂર્ણિ. પ૬૩૨. ૧૩. આવશ્યકણિ , પૃ. ૪ર. ૧૪. ઉત્તરાધ્યયનટીકા, પૃષ્ઠ, ૬૪ ૧૫. અન્તગડદસાઓ, બારનેટને અનુવાદ, પૃ. ૨૯૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy