________________
૩૦
ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
મા
.
મુખ ફેરવીને બેસી ગયા. રાજકુમારી મલીભગવતીએ એ બધા રાજાને સંબોધન કરતાં કહ્યું, ‘આપ બધા મુખ ફેરવી અને નાક વગેરે ઢાંકીને કેમ બેઠા છો ? આ સુવર્ણ મૂર્તિમાં દરરોજ એક એક કળિયે શ્રેષ્ઠ ભોજન નાખવામાં આવ્યું છે. જે એક એક કેળિયાથી જ આવો ભયંકર સડો પેદા થયે છે, તો આપણે આ શરીરમાં દરરોજ કેટલા કેળિયા નાખીએ છીએ ? આ શરીર મલ-મૂત્ર, લેમ, રજ વગેરે અશુચિઓને ભંડાર છે. એના પ્રત્યે આપ કેમ આસક્ત થઈ રહ્યા છો ? યાદ કરશે આપના પૂર્વભવને. આપણે પૂર્વભવમાં મિત્રો હતા. સાધના કરતા કરતાં મેં માયાનું સેવન કર્યું જેના કારણે મે સ્ત્રીનામકર્મનું બંધન કર્યું, આ સાંભળી યે રાજઓને જાતિસ્મરણજ્ઞાન થયું અને તેઓ પ્રતિબધ્ધ થયા. ત્રણ પુરુષ અને ત્રણસો મહિલાઓની સાથે ભગવતીમલીએ પ્રવજ્યા ગ્રહણ કરી અને એ દિવસે જ એમને કેવલજ્ઞાન અને કેવલદર્શન થઈ ગયું. એક પ્રહરથી કંઈ વધુ વખત સુધી તેઓ છદ્મસ્થ અવસ્થામાં રહ્યાં. કેવળજ્ઞાન થયા પછી યે રાજાઓ પણ એમને પ્રથમ ઉપદેશ સાંભળીને દિક્ષિત થયા.
પ્રસ્તુત કથામાં ભેગનાં પોપડમાં ફસાનાર, રૂપ અને લાવણ્યની પાછળ પાગલ બનેલા યે રાજાઓને વિશુદ્ધ સદાચારને માર્ગ દર્શાવવામાં આવે છે. જે શરીર ઉપર ઉપરથી ચમકી રહ્યું છે, જેની ચમકથી એના પ્રત્યે આકર્ષણ પેદા થાય છે, એ શરીરમાં રહેલી અપાર ગંદકીને બતાવીને રાજાઓના હદયનું પરિવર્તન કરવામાં આવ્યું છે. બૌદ્ધ સાહિત્યમાં ભિક્ષુણી શુભાને એક પ્રસંગ છે. તે આ પ્રમાણે છે: શુભાનું સૌન્દર્ય નિરાળું હતું. એક કામુક એના સૌન્દર્ય પર મુગ્ધ થઈ ગયે. એ કામુકે કહ્યું : તારાં નેત્ર કેટલાં સુંદર છે, આકર્ષક છે, કે એમણે પ્રાપ્ત કર્યા વિના મને ચેન નહીં પડે. ભિક્ષુણીએ પિતાના શીલની રક્ષા માટે તીકણુ નખ વડે પિતાનાં નેત્ર કાઢીને એના હાથમાં આપ્યાં અને એ કામુકને કહ્યું :
જે નેત્રો પર તું મુગ્ધ છે, તે નેત્રે તને સમર્પિત કરી રહી છું.' પરંતુ આ કથામાં પણ મલ્લીભગવતીની કથા અધિક આકર્ષક અને પ્રભાવશાળી છે.
રૂપકની ભાષામાં કહેવામાં આવે તો, તે છ રાજાઓ કામ, ક્રોધ, મદ વગેરે ખરિપુઓના રૂપે છે. બધા ધર્મ અને સંપ્રદાયમાં ખરિપુઓને જીતવા પર ભાર આપવામાં આવ્યો છે. આ રિપુઓને કલાથી પણ જીતી શકાય છે. મલીભગવતીની જેમ સાધકે તે રિપુઓ પર વિજયપતાકા ફરકાવી શકે છે.
પ્રસ્તુત કથામાં ઉત્કૃષ્ટ ચિત્રકલાનું એક રૂપ પણ જોવા મળે છે. પ્રાચીન ભારતમાં ચિત્રકલાને પ્રર્યાપ્ત વિકાસ થયેલ હતા. ચિત્રો ચિતરવા માટે ચિત્રકાર પિતાની પીંછી અને વિવિધ પ્રકારના રંગને ઉપયોગ કરતા હતા. ચિત્રકાર સર્વ પ્રથમ ભૂમિકા - (Back ground) તૌયાર કરતે અને પછી એને સાવતે-શણગારતો. મલીભગવતીના ભાઈ મલદત્તકુમારે હાવભાવ, વિલાસ અને શૃંગારચેષ્ટાઓથી યુક્ત ચિત્રસભા બનાવરાવી હતી. ચિત્રકાર શ્રેષ્ઠતમ ચિત્ર બનાવવામાં મગ્ન થઈ ગયા. એમાં એક ચિત્રકાર અદ્ભુત પ્રતિમાને ધારક હતા. તે દ્વિપદ, ચતુષ્પદ, અપદ (વૃક્ષ વગેરે)ના કઈ એક અંશને નિહાળીને તેને સંપૂર્ણ રૂપે ચિત્રિત કરી શક્તા હતા. રાજા-મહારાજા અને શ્રેષ્ઠ ગણમાં ચિત્રકલા અત્યંત પ્રિય હતી. તેઓ વિવિધ પ્રકારની ચિત્રશાળાઓ બનાવરાવતા હતા.
- બુહક૫ભાષ્યમાં આચાર્ય સંપદાસગણિએ ચિત્રકર્મના નિર્દોષ અને સદેષ એમ બે પ્રકાર ગણાવ્યા છે. વૃક્ષ, પર્વત, નદી, સમુદ્રભવન, વલી, લતા, વિતાન, પૂર્ણ કલશ, સ્વસ્તિક વગેરે માંગલિક પદાર્થોનું આલેખન નિર્દોષ ચિત્રકર્મ માનવામાં આવે છે અને સ્ત્રીઓના શૃંગાર આદિના આલેખનને સંદેષ ચિત્રકર્મ કહેવામાં આવે છે.' ચિત્ર મુખ્યતવે ભી તે પર અને પદફલક પર બનાવવામાં આવતાં હતાં. ચિત્ર-સભાઓ એ યુગમાં રાજાઓ માટે અત્યંત ગર્વની વસ્તુ હતી. ચિત્ર સભાઓમાં સેંકડે સ્થભે બનાવવામાં આવતા.
પ્રસ્તુત કથામાં કેટલીક અવાન્તર કથાઓ પણ છે. ચકખા પરિવાજિકા રાજ જિતશત્રુના દરબારમાં આવી પહોંચે છે. જિતશત્રને પિતાના અંતઃપુર અંગે ખૂબ ગર્વ હતું. તે એમ માનતા હતા કે, મારા અંતઃપુરના જેવી સુંદરીઓ અન્ય કઈ જગ્યાએ છે નહીં. વિશ્વનું સંપૂર્ણ સૌન્દર્ય મારા અંતઃપુરમાં એકત્ર થયેલું છે. એટલે તેણે અભિમાન સાથે પરિબ્રાજિકાને કહ્યું : “આપ તો દેશ-વિદેશામાં ઘૂમે છે. શું આપે મારા અંતઃપુર જેવું અન્ય અંતઃપુર કોઈ જગ્યાએ જોયું છે ?” પરિવાજિકાએ હસીને કહ્યું; “તું ફપ-મંડૂક જેવો છે. અને તે કૂપમંડૂકની કથા સંભળાવે છે. સમુદ્રયાત્રાઃ એક ચિંતન
પ્રરતુત કથાનકમાં અરણુક શ્રાવકની સુદઢ ધર્મશ્રદ્ધાને ઉલ્લેખ છે. વણિકલેકે મૂળ ધનની રક્ષા કરતા કરતા ધનપાન કરતા હતા. કેટલાય વેપારીઓ એક જગ્યાએ દુકાન જમાવીને વ્યાપાર કરતા હતા અને કેટલાય વ્યાપારી ૧. બૃહતક૯૫ભાષ્ય, ૧૨૪૨૯ ૨. નિશીથચૂર્ણિ, ૧૧, ૩૫૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org