________________
ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
ચંદનથી બનાવવામાં આવેલી ચિતા બળવા લાગી, જ્યારે બધાના પાર્થિવ દેહ બળી ગયા ત્યારે શક્રેન્દ્રની અજ્ઞાથી મેઘકુમારદેવે ક્ષીરોદકથી એ ચિતાઓને ઠારી. બધા ઈન્દોએ પોતપોતાની મર્યાદા અનુસાર પ્રભુની દાઢ અને દાંતને તથા બાકીના દેએ પ્રભુનાં અસ્થિઓને સ્વીકાર કર્યો. ત્રણે ચિતાઓ પર સ્મૃતિચિન્હ બનાવી તે દેવેન્દ્ર પિતાના પરિવાર સાથે નદીશ્વરદ્વીપ ગયા અને એમણે અષ્ટહિનકા ઉત્સવ ઊજવ્યો. આ પ્રમાણે ભગવાન ઋષભદેવનું ઓજસ્વી, તેજસ્વી વ્યક્તિત્વ તેમજ કૃતિત્વ અત્યંત પ્રેરણાદાયી છે. પ્રસ્તુત ગ્રંથમાં એમના જીવનના કેટલાક મુદ્દાઓ પર ચિંતન કરવામાં આવ્યું છે અને આ જ મુદ્દાઓ આગમસાહિત્ય પછી નિર્માણ કરવામાં આવેલ સાહિત્યના ઉપજીવ્ય રહ્યા છે. મલીભગવતી:
ભગવાન ઋષભદેવની પછી પ્રસ્તુત ગ્રંથમાં મલીભગવતીનું ચરિત્ર આપવામાં આવ્યું છે. મલીભગવતીના ચરિત્રને મૂળ આધાર જ્ઞાતાધર્મ કથા છે. મલીભગવતીને જીવ પોતાના ત્રીજા ભવમાં “મહાબલ' નામને રાજ બન્યો હતો. તે છ સ્નેહીસાથીઓ સાથે શ્રમણ ધર્મમાં દિક્ષિત થયા અને તેઓએ એક સાથે જ તપ કરવાનો નિશ્ચય કર્યો. પણ મહાબલના મનમાં એ વિચાર ઊભો થયો કે, હું ગૃહસ્થાશ્રમમાં પણ એમનાથી ચઢિયાતો હતો એટલે જે આ વખતે એમના જેટલી જ સાધના કરીશ તે એમની સમાનસ્થિતિમાં જ ભવિષ્યમાં પણ રહેવું પડશે. એટલે મહાબલે વિશિષ્ટ તપની સાધનાને પ્રારંભ કર્યો. જે છ સાથીઓ ષષ્ઠભક્ત તપ કરતા તે મહાબલ અષ્ટભક્ત તપ કરતા, અન્ય સાથીઓ અષ્ટભક્તનું તપ કરતા તે તેઓ દશમભક્ત તપ કરતા. સાથીમુનિએ આ અંગે પૃચ્છા કરતા, ત્યારે તેઓ શારીરિક અને માનસિક કારણ દર્શાવીને પારણું ન કરતા. માયાના કારણે એમણે સ્ત્રીનામકર્મનું અનુબંધન કર્યું. સ્ત્રીવેદનું બંધન કરી લીધા પછી બધા પ્રકારનાં શોથી મુક્ત થઈને નિષ્કામભાવથી ઉગ્ર તપની સાથે તીર્થકર ગોત્રને બંધ કર્યો. સાતેય શ્રમણએ ભિક્ષુઓની દ્વાદશ પ્રતિમાઓને ધારણ કરી વળી લઘુસિંહ નિષ્ક્રીડિત તથા મહાસિંહ નિષ્ક્રીડીત વગેરે વિવિધ પ્રકારની તપસ્યા કર્યા પછી તેઓ અંતે પાદપપગમન સંથારે કરી સ્વર્ગસ્થ બન્યા. મહાબલને જીવ બત્રીસ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ સહિત અનુત્તર વિમાનમાં પેદા થયો અને અન્ય છ મુનિઓ બત્રીસ સાગરથી કંઈક ઓછી સ્થિતિવાળા દેવ બન્યા.
ત્યાથી ચુત થઈને મહાબલને જીવ મિથિલા નગરીમાં મહારાજા કુંભની મહારાણી પ્રભાવતીની કુક્ષિમાં મલીભગવતીના રૂપમાં ઉત્પન્ન થયા. અને એમના પૂર્વભવના છ મિત્રમાંથી “અચલ'ને જીવ કૌશલની રાજધાની અયોધ્યામાં પ્રતિબદધ” નામને રાજકુમાર થશે. “ધરણને જીવ અંગની રાજધાની ચંપામાં “ચન્દ્રછાય” નામને રાજકુમાર થયો. “અભિચંદ્રને જીવ કાશીની રાજધાની વારાણસીમાં “શંખ” રાજકુમાર બ. “પૂરણને છવ કુણાલાની રાજધાની કુણુલાનગરીમાં રુકમી” નામનો રાજકુમાર થયું. “વસુને જીવ પુરૂની રાજધાની હસ્તિનાપુરમાં “અદીનશત્રુ' નામના રાજકુમારના રૂપમાં પેદા થયે. તથા “વૈશ્રમણને જીવ પાંચાલની રાજધાની કાંપિયપુરમાં ‘જિતશત્રુ' રાજા બન્યો.
બીજના ચંદ્રની માફક મલીકમારી દિનપ્રપ્રતિદિન મટી થવા લાગી. એનું રૂપ અદ્ભુત હતું. જે કોઈ એને જોત તે મૂઢ જેવો બની જતા. રાજકુમારીએ પિતાના વિશિષ્ટ જ્ઞાન વડે જોયું કે મારા યે મિત્ર મારા રૂપની ખ્યાતિ સાંભળીને મારી સાથે લગ્ન કરવા તત્પર થશે, એટલે એમને પ્રતિબંધ કરવાના પ્રયોજન અર્થે એણે વિશિષ્ટ કલાકારોને લાવ્યા અને અશોકવાટિકામાં મેહનગૃહનું નિર્માણ કરાવ્યું. છ ગર્ભગૃહની મધ્યે એક જાલ–ગૃહનું નિર્માણ કરાવ્યું. આ જલ– ગૃહ પર પોતાના જેવી જ સુવર્ણ પૂતળી બનાવડાવી. એ પૂતળી જોનાર એમ જ સમજો કે આ સાક્ષાત મલ્લીભગવતી જ ઊભી છે. આ પૂતળીના મસ્તક પર એક %િ બનાવડાવ્યું અને પદ્મપત્રની જેમ એનું ઢાંકણુ બનાવરાવ્યું. ત્યારબાદ દરરોજ પોતે ભજન કરે તે પછી એક કળિયે અન્ન તે પૂતળીમાં નાખવા લાગી. તે અન્ન દરરોજ અંદર ને અંદર સડવા લાગ્યું જેથી અસહ્ય દુર્ગધ પેદા થઈ. છ મિત્રરાજાઓએ મલીભગવતીના રૂપની પ્રશંસા સાંભળી એટલે તે બધાએ તેને પોતપોતાની પત્ની બનાવવા માટે કુંભરાજાની પાસે દૂત મોકલ્યા. યે દૂતને એકસાથે આવેલા જોઈને મહારાજ કુંભ એ નિર્ણય ન કરી શક્યા કે કોની સાથે રાજકુમારીનું પાણિગ્રહણ કરાવવામાં આવે. એટલે યે દૂતોને ના પાડી દીધી. છયે રાજકુમારના દૂતોએ પોતપોતાના રાજાઓને આનું નિવેદન કર્યું. એટલે તે યે રાજાઓએ સેનાઓથી સજજ થઈ આક્રમણ કરવા માટે મિથિલા તરફ કૂચ કરી. એથી કુંભરા અત્યંત ચિંતામાં પડી ગયું. મલીભગવતીના સંકેત અનુસાર તે યે રાજાઓને જુદા જુદા ગર્ભ ગૃહમાં ઉતારવામાં આવ્યા યે રાજઓએ મલીભગવતીની પ્રતિકૃતિ જોઈ. તેને જોતાં જ તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા. તે વખતે મલીભગવતી જલ–ગૃહમાં પિતાની કનકમયી પ્રતિકૃતિની પાસે આવી અને એણે પદ્મકમલનું ઢાંકણુ પૂતળીના મસ્તક પરથી દૂર કર્યું. ઢાંકણું દૂર થતાં જ અસહ્ય અને ભીષણ દુર્ગન્ધ નીકળી. જેનાથી સમગ્ર વાયુમંડલ દુસહ્ય દુર્ગન્ધથી વ્યાપ્ત થઈ ગયું. છયે રાજાઓએ પોતાનાં ઉત્તરીયવસ્ત્રો વડે નાકને ઢાંકી દીધાં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org