________________
૨૮
ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
રૂપે, કઈ સ્થાને બ્રહ્માના રૂપે', કઈ સ્થાને વિષપ્ત રૂપે, કઈ સ્થાને વાનરસના શ્રમણના રૂપે. કોઈ સ્થાને કેશીના રૂપે ભગવાન ઋષભદેવની સ્તુતિ કરે છે.
શ્રીમદ્ ભાગવતમાંપતે ઋષભદેવનું ખૂબ વિસ્તારથી નિરૂપણ છે, જાણે એમ લાગે છે કે જાણે આપણે કઈ જૈન પરંપરાને ગ્રંથ વાંચતા હોઈએ. એમાં એમનાં માતાપિતાનાં નામ, સુપુત્રે ઉલ્લેખ, એમની જ્ઞાનસાધના, ઉપદેશ, ધાર્મિક-સામાજિક નીતિએનાં પ્રવર્તન અને ભારતના અનાસક્ત યોગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રીમદ્ ભાગવતમાં જ નહીં પરંતુ, લિંગપુરાણ, શિવપુરાણ, આનેયપુરાણ, બ્રહ્માંડપુરાણ, વિષ્ણુપુરાણુ, કર્મ પુરાણ', નારદપુરાણુ , વારાહપુરાણક, સ્કન્દપુરા ૧૪ જેવાં ઘણુ પુરાણમાં ઋષભદેવના કેવલ નામને જ ઉલ્લેખ થયે નથી પણ એમના કોઈ ને કે ઈ જીવનપ્રસંગને પણ ટાંકવામાં આવ્યા છે.
બૌદ્ધગ્રંથોમાં ઋષભદેવને ઉલેખ જેટલા વિસ્તાર સહિત થવો જોઈએ એટલે થયેલે મળતું નથી. “ધર્મપદ'માં ઋષભદેવ અને મહાવીરનાં નામે એક સાથે પ્રાપ્ત થાય છે. એમાં ઋષભને સર્વ શ્રેષ્ઠ ધીર તરીકે જણાવ્યા છે.૧૫ ધર્મકીર્તિ એ “ન્યાયબિંદુ' ગ્રંથમાં સર્વપ્નનું દષ્ટાંત આપતાં ઋષભદેવ અને ભગવાન મહાવીરને ઉલ્લેખ કર્યો છે. જે સર્વજ્ઞ અથવા આપ્ત હોય છે તેઓ જાતિજ્ઞનાદિકના ઉપદેશક હેય છે.
પાશ્ચાત્ય અને પર્યા –બધાએ ઋષભદેવને આદિપુરુષ માન્યા છે અને વિવિધ રૂપમાં એમનું નિરૂપણ કર્યું છે. વિસ્તારભયથી અમે તે બધાને અત્રે ઉલ્લેખ કરતા નથી. વિશેષ જિજ્ઞાસુજન પ્રસ્તુત લેખકના “ઋષભદેવઃ એક પરિશીલન' ગ્રંથનું અવલોકન કરે.
પ્રસ્તુતગ્રંથમાં જન્મોત્સવનું જેટલા વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે એટલા જ વિસ્તારથી એમના નિર્વાણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. નિર્વાણુમત્સવ ઉજવવાને માટે ચેસઠ ઇન્દ્રો પિતાના વિશાલ પરિવાર સાથે ઉપસ્થિત થયા હતા. શક ઋષભદેવના દેહને ક્ષીરેદકથી સ્નાન કરાવે છે. અન્ય દેવગણ, ગણધર તથા અન્ય અન્તવાસી શિષ્યના પાર્થિવ દેહને પણ ક્ષીરદકથી સ્નાન કરાવે છે. પછીથી ગશીર્ષચંદનનું વિલેપન કરે છે. ત્રણ પ્રકારની શિવિકાઓ તૈયાર કરે છે. એકમાં ઋષભદેવને, બીજીમાં ગણધરને તથા ત્રીજીમાં સામાન્ય સાધુઓને ગોઠવે છે. જય જય નંદા, જય જય ભદ્રાના દિવ્ય આષથી આકાશને ગુંજાયમાન કરતા કરતા ત્રણ ચિતાઓમાં તીર્થકર, ગણધર અને સામાન્ય સાધુઓને ગોઠવે છે. શુક્રની આજ્ઞાથી અગ્નિકુમારદેવે અગ્નિની વિકૃણા કરી અને વાયુકુમારદેવે અગ્નિને પ્રજવલિત કર્યો. ગોશીર્ષ–
૧. ઋષભદેવઃ એક પરિશીલન, કિં. સંસ્કરણ, પૃ. ૪૯
સહસ્ત્રનામ બ્રહ્મશતકમ, કલેક ૧૦૦-૧૦૨ ૩. (ક) વેદ, ૧૦, ૧૩૬ ર (ખ) તૈત્તિરીયારણ્યક, ૨,૭,૧ પૃ.૧૩૭ (ગ) બૃહદારણ્યકેપનિષદ્દ, ૪,૩,૨૨ (ધ) એન્સીયેન્ટ
ઇન્ડિયા એઝ ડિઝાઈન્ડ બાય ગસ્થનીજ એન્ડ એરિયન, કલકત્તા, ૧૯૧૬, પૃ. ૯૭,૯૮ (ડ) ટ્રાન્સલેશન આવ
ફ્રેમેન્ટસ આવ દ ઈંડિયા આવ મૈગસ્થનીઝ, વાન ૧૮૪૬, પૃ. ૧૭૫ ૪. (ક) પદ્મપુરાણ ૩,૨૮૮ (ખ) હરિવંશપુરાણ ૯,૨૦૪ (ગ) ઋવેદ, ૧૦.૧૩૬,૧
શ્રીમદ્ ભાગવત, ૧,૩,૧૩, ૨૭,૧૦, ૫,૩૨૦; ૫,૪,૨; ૫,૪,૫; ૫,૪,૮; ૫,૪,૯-૧૩; ૫,૫,૧૬, ૫,૫,૧૯; ૫,૫,૨; ૫,૧૪,૪૨-૪૪; ૫,૧૫,૧ લિંગપુરાણ, ૪૮,૧૯-૨૩
શિવપુરાણ, પર,૮૫ ૮. આનેયપુરાણ, ૧૦,૧૦-૧૨ ૯. બ્રહ્માંડપુરાણ, પૂર્વ ૧૪,૫૩ ૧૦. વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ, અ.૧,૨૬-૨૭ ૧૧. કૂર્મપુરાણ, ૪૧ ૩૭,૩૮, ૧૨. નારદપુરાણ, પૂર્વ ખંડ અ. ૪૮ ૧૩. વારાહપુરાણ, અ. ૭૪ ૧૪ સ્કન્દપુરાણ, અ. ૩૭ ૧૫. ઉસભં પવર વીર મહેસિં વિજિતાવિનં, અનેજ નહીતર્ક બુદ્ધ તમહં બૂમિ બ્રાહણે ધમ્મપદ, ૪૨૨ ૧૬. યઃ સર્વજ્ઞ આપ્ત વા સ તિર્નાનાદિકમુપાદિષ્ટવાન તઘથા ઋષભવર્ધમાનાદિરિતિ ન્યાયબિન્દુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org