SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ઋષભદેવને દીક્ષા અંગીકાર કર્યા પછી એક વર્ષ કરતાં પણ વધુ સમય પસાર થયા પછી ભિક્ષા મળી. કઈ તિથિએ એમને ભિક્ષા પ્રાપ્ત થઈ એને ઉલેખ વસુદેવહિન્દી અને હરિવંશપુરાણમાં મળતું નથી. ત્યાં કેવલ સંવત્સરને જ ઉલ્લેખ છે. ખરતરગચ્છ બુહગુર્નાવલી, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રક તથા મહાકવિ પુષ્પદંતના મહાપુરાણમાં" અક્ષયતૃતીયાના દિવસે ઋષભદેવનું પારણું થયું હતું એ સ્પષ્ટ ઉલ્લેખ છે. શ્વેતાંબર પરંપરા અનુસાર ઋષભદેવે “બેલા'નું તપ ધારણ કર્યું હતું, દિગંબર પરંપરા અનુસાર એમણે છ માસનું તપ ધારણ કર્યું હતું. પણ લે કે આહારદાન દેવાની વિધિથી અજાણ હતા, એટલે સ્વતઃ આચી તપ ઉત્તરોત્તર વધતું જ ગયું અને એક વર્ષથી વધુ સમય પસાર થઈ ગયે. છતાં એમનું પારણું થયું નહીં. શ્રેયાંસકુમારે એમને ઈક્ષરસ પ્રદાન કર્યું એવું સૂચન વાચસ્પત્યાભિધાનના નીચેના શ્લેકથી થાય છે : વિશાખમાસિ રાજેન્દ્ર શુકલપક્ષે તૃતીયા અક્ષયા સા તિથિ પ્રોક્તા કૃતિકારેહિણાયુતા તસ્યાં દાનાદિક સર્વ ક્ષય સમુદાવતમ્ | આ પ્રમાણેના પ્રકાશમાં એ સ્પષ્ટ છે કે, ભગવાન ઋષભદેવનું પારણું અખાત્રીજના દિવસે થયું. ભગવાન ઋષભદેવ એક વર્ષ સુધી ઈન્દ્ર દ્વારા પ્રદર દેવદુષ્ય વસ્ત્રને ધારણ કરીને રહ્યા હતા. એ પછી તેઓ અચેલક બની ગયા. સાધનાકાલમાં દેવસંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્થ સંબંધી જે કઈ ઉપસર્ગ આવ્યા એ ઉપસર્ગોને એમણે બહુ જ શાંતિથી સહન કર્યા. તેઓ પોતાના સાધનકાલમાં વ્યુત્સર્ગકાય અને ત્યક્ત દેહની જેમ રહ્યા. શ્રીમદ્ ભાગવતમાં શ્રમણ બન્યા પછી ઋષભદેવને અજ્ઞાની લેકોએ દારુણ દુઃખ આપ્યું એવો ઉલ્લેખ છે. પણ અમારી દૃષ્ટિએ એ યુગના માનવ એટલા કર ન હતા કે જે ઋષભને આટલું કષ્ટ આપે. ભગવાનનાં જીવન અને સાધનાનું શબ્દચિત્ર વિવિધ ઉપમાઓ દ્વારા શાસ્ત્રકારે પ્રસ્તુત કર્યું છે. એક સહસ્ત્ર વર્ષ પછી ભગવાનને કેવલજ્ઞાન તથા કેવલદર્શન ઉત્પન્ન થયું, જેને જેનાગોમાં કેવલજ્ઞાન કહ્યું છે. તેને બૌદ્ધગ્રંથમાં “પ્રજ્ઞા', સાંખ્યોગમાં ‘વિકખ્યાતિ’ કહેવામાં આવ્યાં છે. એમણે તીર્થની સ્થાપના કરી. એમના ચોરાશી ગણુ અને ચારશો ગણધર થયા. વૈદિક પુરાણમાં પણ ભગવાન ઋષભદેવને દસ પ્રકારના ધર્મના પ્રવર્તક માનવામાં આવ્યા છે. તૃતીય આરામાં ત્રણ વર્ષ સાડા આઠ માસ જેટલો સમય બાકી રહ્યો ત્યારે ભગવાન ઋષભદેવ દશ હજાર શ્રમણોની સાથે અષ્ટાપદ પર આરૂઢ થયા. એમણે ચતુર્દશ ભક્તથી આત્માને ભાવિત કરતા અભિજીત નક્ષત્રના યુગમાં પલાંઠીસ્થિત શુકલ ધ્યાને દ્વારા અપાતિયા કર્મોને નષ્ટ કરી સદા સર્વદા માટે અક્ષરઅજર-અમર પદને પ્રાપ્ત કર્યું. કે જેને જૈન પરિભાષામાં નિર્વાણ અથવા પરિનિર્વાણ' કહેવામાં આવે છે. શિવપુરાણમાં અષ્ટાપદ પર્વતના બદલે કૈલાશ પર્વતને ઉલ્લેખ કર્યો છે.11 ૧. “મયે પિયામહે નિરાહારે પરમપિતિ-બલ–સાવરે સંયંભૂસાગરાઇવ થિમિ અણુઉલે સંવચ્છરં વિહરઈ, પત્તો ય હFિણુઉર'...તતે પરમહેરિસિયો પડિલા હઈ સામિં ખાયરસેપ્યું . વસુદેવહિડી. ૨. હરિવંશપુરાણ, સગર ૯, ૧૮૦–૧૮૧ ૩. શ્રી યુગાદિદેવ પારકણુપવિત્રિતામાં વૈશાખ શુકલવૃક્ષ તૃતીયાયા સ્વપદે મહાવિસ્તરેતા સ્થાપિતા-ખરતરગચ્છ બહતું, ગુર્નાવલી (સીધી જૈનશાસ્ત્ર જ્ઞાનપીઠ, ભારતીય વિદ્યાભવન, મુંબઈ.) ૪. રાધશુકલ તૃતીયાયાં દાનમાસીત્તદક્ષયમ પર્વાયતૃતીયેત્તિ, તતો અદ્યાપિ પ્રવર્તતે 1 ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, ૧, ૩, ૩૦૧ ૫. સેયં સહુ ઘણએણુ ણિઉજિય ઉક્કહિ ઉડમાલા ઈવ પંજિય, પુરિયસંવછર ઉવવાસે અખિયદાણુ મણિઉં પરમેસે || –મહાપુરાણ, સંધિ ૯, પૃ. ૧૪૮-૧૪૯ ૬. ઉસમે શું અરહા કેસલિએ સંવર૭ર-સાહિયં ચીવરધારી હત્યા તેણુ પર અલએ ! -ધમ્મકહાઓગે, પઢમ ખંધે, પૃ. ૨૦ ૭. જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ,-વક્ષસ્કાર ૧ સૂત્ર ૩૧. ૮. વિવેકખ્યાતિરવિપ્લવા હાને પાય: –ગસૂત્ર, ૨,૨૬ હ, ભાગવત, ૫, ૫, ૩૦, ૫૬૪ ૧૦. ચુલસીતીએ જિણવા, સમણુ સહસ્તેહિ પરિવુડો ભગવ, દસહિ સહસ્તેહિ સમ નિવાણુમણુત્તર પો | આવયસ્કચૂર્ણિ, ૨૨૧ ૧૧. કૈલાશ પર્વતે રમ્ય વૃષભ અયં જિનેશ્વર; ચકાર સ્વાવતાર ચ, સર્વજ્ઞ, સર્વગઃ શિવઃT શિવપુરાણ, ૫૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy