SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ: એક સમીક્ષાત્મક અધ્યયન શિલ્પોમાં સર્વ પ્રથમ કુંભારના શિલ્પને પ્રચાર થયો. એના પછી ભવન નિર્માણ કરવાની કળા શિખવાડવામાં આવી. મનોરંજન માટે ચિત્રશિલ્પને આવિષ્કાર થશે. વસ્ત્રનિર્માણનું શિક્ષણ આપવામાં આવ્યું. વાળ, નખ વગેરેની અભિવૃદ્ધિ થવાથી અભદ્ર પ્રતીત થવા લાગ્યું ત્યારે નાપિતશિલ્પનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું. આ પાંચ મુખ્ય શિપના વીસ વીસ ભેદ થયા. એવી રીતે કુલે સો શિ૯૫ વિકસિત થયાં. આચાર્ય જિનસેને ઋષભદેવના સમયમાં પ્રચલિત છે આજીવિકાઓનાં સાધનને ઉલ્લેખ કર્યો છે. એ નીચે પ્રમાણે છે: (૧) અસિ–અર્થાત. સૈનિક વૃત્તિ (૨) મફિલિપિવિદ્યા (૩) કષિ–ખેતીનું કાર્ય (૪) વિદ્યા-અધ્યાપન અથવા શાસ્ત્રોપદેશનું કાર્ય (૫) વાણિ–વ્યાપાર, વ્યવસાય (૬) શિલ્પ–કલા કૌશલ' આ સમયને માનવને ષટ્રકમ જીવી નામ” કહેવામાં આવ્યા. ઋષભદેવે પિતાના મોટા પુત્ર ભરતને બેતેર કલાઓનું અને નાના પુત્ર બાહુબલીને પ્રાણલક્ષણેનું જ્ઞાન આપ્યું.* આચાર્ય જિનસેને પ આદિપુરાણમાં જણાવ્યું છે કે, ઋષભદેવે પિતાના જયેષ્ઠ પુત્ર ભરતને અર્થશાસ્ત્ર, સંગ્રહપ્રકરણ અને નૃત્યશાસ્ત્રનું શિક્ષણ આપ્યું. વૃષભસેનને ગાંધર્વ વિદ્યાનું, અનંતવિજયને ચિત્રકલા વાસ્તુકલા અને આયું વેદનું શિક્ષણ આપ્યું. બાહુબલીને કામનીતિ, સ્ત્રી-પુરુષલક્ષણ, ધનુર્વેદ, અશ્વલક્ષણ, ગજલક્ષણ, રત્નપરીક્ષા તેમજ મંત્ર-તંત્રનું શિક્ષણ આપ્યું. એમણે પિતાની પુત્રી બ્રાહ્મીને દક્ષિણ હાથથી અઢાર લિપિઓનું અધ્યયન કરાવ્યું તથા સુંદરીને વામહસ્તથી ગણિતવિદ્યાનું પરિજ્ઞાન કરાવ્યું. વ્યવહાર–સાધન માટે માન, (માપ), ઉન્માન (તાલમાપ આદિ) અવમાન, (ગજ ફૂટ, ઇચ વગેરે) પ્રતિમાન (છટાંક, શેર, મણ વગેરે) શિખવાડયું.૮ બ્રાહ્મીલિપિ જે આજે પ્રચલિત છે, એને આવિષ્કાર ઋષભદેવની પુત્રી બ્રાહ્મી દ્વારા થયે હતા. વિશ્વમાં આ જ જેટલી લિપિઓ પ્રચલિત છે, એને મૂલ આધાર બ્રાહ્મીલિપિ છે. આજે જે ગણિતશાસ્ત્ર (mathematics) પ્રાપ્ત થાય છે તે સુંદરીના ગણિતશાસ્ત્રનું વિકસિત રૂપ છે. આ પ્રમાણે ઋષભદેવે પ્રજાના હિત માટે, અભ્યદય માટે પુરુષોને બેતેર કલાએ , સ્ત્રીઓને ચોસઠ કલાઓ અને સે પ્રકારનાં શિલ્પનું જ્ઞાન કરાવ્યું. સંક્ષિપ્તમાં કહીએ તે અસિ, મષિ અને કૃષિની વ્યવસ્થા કરી. ઋષભદેવે ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ત્રણ વર્ગોની સ્થાપના કરી. આ સ્થાપના-વ્યવસ્થા ઊંચ અને નીચેની દષ્ટિએ નહીં પણ આજીવિકાને વ્યવસ્થિત રૂપ આપવા માટે કરી.૧૦ બ્રાહ્મણ વર્ણની સ્થાપના સમ્રાટ ભરતે કરી હતી, એવા સ્પષ્ટ ઉલ્લેખ આવશ્યકનિયુક્તિ, આવશ્યકચૂર્ણિ, ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર વગેરે ગ્રંથમાં છે.૧૧ ઋવેદાર સંહિતામાં વર્ષોની ઉત્પત્તિ અંગે વિસ્તારથી ચર્ચા છે, જ્યાં બ્રાહ્મણને મુખ, ક્ષત્રિયને હાથ, વૈશ્યને પેટ અને શુકને ૧. અસિમષિઃ કૃષિવિદ્યા વાણિજયં શિલ્પમેવ ચ | કર્માણીમાનિ શેઢા સ્યુઃ પ્રજાજીવનuતવઃ | આદિપુરાણુ, ૧૬, ૧૭૮, ૨. આદિપુરાણ, ૩૯, ૧૪૩ ૩. સમવાયાંગસૂત્ર, સમવાય, ૭૮ ૪. ભરહસ્ય જુવકર્મ, નરાઈ લખમઈયં બલિ. -આવશ્યયનિર્યુક્તિ, ૧૧૩ ૫. આદિપુરાણ, ૧૬, ૧૧૦–૧૨૫ ૬. (ક) ઋષભદેવઃ એક પરિશીલન, પરિશિષ્ટ વિભાગ ચોથે, દેવેન્દ્ર મુનિ (ખ) આવશ્યકનિયુક્તિ, ૨૧૨ ૭. (ક) ઋષભદેવઃ એક પરિશીલન, દ્વિતીય સંસ્કરણ (ખ) વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ, ૧૩ર, પુ. ૧૪૯ ૮. માણુમ્માણમાણુપમાણુગણિમાઈ વચૂર્ણ'. –આવશ્યકર્ષિક્તિ, ૨૧૩ ૯. ક૯પસૂત્ર, ૧૯૫, ૫૭, પુ.સં. ૧૦. મહાપુરાણ, ૧૦૩, ૧૬, ૩૬૨ ૧૧. (ક) આવશ્યકનિર્યુક્તિ, પૃ. ૨૩૫/૧ (૧) આવશ્યચૂર્ણિ, પૃ. ૨૧૪ (ગ) ત્રિષષ્ટિ. ૧,૬ ૧૨. બ્રાહ્મણોઅસ્ય મુખમાસાંદ્ર બાહુ રાજન્યઃ કૃત, ઉરુ તદસ્ય યકૈશ્ય પદભ્યોઃ શો અજાયત!-ઋવેદ સંહિતા, ૧૦,૯૦ ૧૧-૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy