________________
ધર્મ કથાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન
ત્યારે હિરણ્યની વૃષ્ટિ થઈ. એટલે એમનુ એક નામ હિરણ્યગર્ભ૧ પણ છે. ઇક્ષરસનું પાન કરવાને કારણે 'કાશ્યપ' પણ કહેવાય છે. એ સિવાય તેને વિધાતા, વિશ્વકર્મા, અષ્ટા વગેરે જુદા જુદા નામથી પણ સબાધવામાં આવે છે.
૨૨
આવસ્યકનિયુક્તિમાં જણાવ્યું છે કે જ્યારે ભગવાન એક વર્ષીથી કઈક નાના હતા ત્યારે પિતાના ખેાળામાં ખેડેલા એવા એમણે શક્રેન્દ્રના હાથમાંથી ઇક્ષુ-શેરડી લઈને ખાવાની ઇચ્છા વ્યક્ત કરી. એટલે શક્રેન્દ્ર એમના વંશને ઇક્ષ્વાકુવંશ’ નામ આપ્યું.. સર્વાં પ્રથમ એ વંશની સ્થાપના થઈ. આચાર્યં જિનસેને જણાવ્યુ* છે : ઋષભદેવના સમયમાં ઇક્ષુ–દડ— શેરડીના સાંઠા પાતે પેાતાની જાતે જ ઉત્પન્ન થતા હતા, પણ લોકો એના ઉપયેગ કરવાનું જાણતા ન હતા. ઋષભદેવે એમાંથી રસ કાઢવાની પદ્ધતિ બતાવી, એટલે તે ‘ઇવાકુ' કહેવાયા.પ
યૌગલિક કાળમાં ભાઈ અને બહેન જ પતિ-પત્નીના રૂપમાં પિરવિત થઈ જતાં હતાં સુનન્દાના ભાઈ અકાલ મૃત્યુ પામ્યા એટલે નાભિએ ઋષભદેવ સાથે જન્મેલ સુમંગલા અને સુનન્દાનુ પાણિગ્રહણ ઋષભદેવ સાથે કરાવીને એક નવી વ્યવસ્થા સ્થાપિત કરી,૧ આચાર્ય હેમચન્દ્રે જણાવ્યું છે કે, ઋષભદેવે લાકમાં વિવાહ–પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે વિવાહ કર્યા. આચાય જિનસેને સુમ`ગલાના સ્થાન પર ‘નદા’ નામ આપ્યું છે. સુનંદાએ બાહુબલી અને સુ'દરીને જન્મ આપ્યો અને સુમંગલાએ ભરત, બ્રાહ્મી વગેરે નવાણુ' પુત્રોને જન્મ આપ્યા. પદ્મપુરાણમાં ઋષભદેવની ‘યશસ્વતી' રાણીથી ભરતને જન્મ થયો એમ જણાવ્યુ છે. શ્વેતાંબરપરંપરાએ ઋષભદેવને સેા પુત્રો તથા બે પુત્રીએ એમ એકસા બે સંતાન હેાવાનુ` સ્વીક:ર્યું છે. તે દિગંબર પર પરાએ એકસે ત્રણ સંતાન હેાવાનું માન્યું છે. ૧૦
અમે એ વસ્તુ પૂર્વે જણાવી ગયા છીએ કે, યૌગલિક કાળમાં માનવ સ્વયંશાસિત હતા, એનામાં કાઈ પણ પ્રકારની ઉચ્છ્વ ખલતા નહોતી. અને જેમ જેમ ઉંખલતા વધતી ગઈ તેમ તેમ ‘હાકાર’ ‘માકર' અને ‘ધિક્કાર' નીતિનો વિકાસ થયા અને તે ધિક્કાર નીતિ ઋષભદેવ સુધી ચાલુ રહી. જબુદ્રીપપ્રજ્ઞપ્તિમાં ઋષભદેવને પ`દરમા કુલકર માન્યા છે. સાથે સાથે એમના પ્રથમ રાજાના રૂપમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે.૧૧ નાભિ કુલકર હતા અને એમની ઉપસ્થિતિમાં જ તે રાજા બને તે માટે ઋષભદેવે કુલકર પદ ગ્રહણ કર્યું નહીં હોય. કેમકે એ સ્પષ્ટ છે કે એક સમયે એક સ્થાને એ કુલકર હોઈ શકે નહીં. પર'તુ અહીં જે ઉલ્લેખ છે તે અમારી ષ્ટિએ કુલકરની જેમ કા કરવાને લીધે ઋષભદેવ કુલકર કહેવાયા હશે, આ સકાન્તિ કાળ હતા. પ્રાચીન મર્યાદા વિચ્છિન્ન થઈ રહી હતી. યૌલિકાએ ગભરાઈને આ સ્થિતિ પર નિયંત્રણુ લાવવાના હેતુ અર્થે ઋષભદેવને પ્રાથના કરી.૧૨ ઋષભદેવે કહ્યું : આપ નાભિ કુલકરને આ અંગે નિવેદન કરો. તે આપને રાજા પ્રદાન કરશે. જે આ સમગ્ર પરિસ્થિતિને નિયત્રિત કરી સુવ્યવસ્થા કરશે, યૌગલિક પ્રાર્થના કરતાં નાભિ કુલકરે ઋષભદેવના રાજ્યાભિષેક કરી એમને રાજ ષિત કર્યા. ૧૩
૧. મહાપુરાણ, પ, ૧૨/૯૫
૨. (૪) કાસ-ઉર્દૂ, તસ્ય વિકારા કાસ્યઃ રસઃ સે। જસ પાંણુ સે કાસવા—સભસ્વામી—દશવૈકાલિક અગસ્ત્યસિંહ ચૂર્ણિ (ખ) કાશ્યમિત્યુચ્યતે તેજઃ કાશ્યપતસ્ય પાલનાત—મહાપુરાણુ, ૧૬,૨૬૬, પૃ. ૩૭૦
૩. વિધાતા વિશ્વકર્મા ચ અષ્ટા ચેત્યાદિનામભિઃ, પ્રજાસ્ત વ્યાહરન્તિ મ, જગતાં પતિમચ્યુતમ્ ॥
૪. આવશ્યકનિયું ક્તિ, ૧૫૧-૧૯૩
૫. આંકાનાચ તક્ષિણાં રસસંગ્રહણે તૃણામ, ઈક્ષ્વાકુકુરિત્પભ્રંદ્ દેવે જગતામભિસમ્મતઃ –મહાપુરાણ, ૧૬/૨૬૪ ૬. આવશ્યકનિયુક્તિ, ૧૫૧–૧૯૩
૭. ત્રિપિષ્ટિશલાકાપુરુષચિરત્ર, ૧, ૨, ૮૮૧.
૮. હરિવંશપુરાણુ, ૯,૧૮
૯. પદ્મપુરાણ, રવિષેણુાચાયૅ, ૨૦,૧૦૪
૧૦. મહાપુરાણુ, ૧૬,૩૪૬
૧૧. જમૂદ્દીપપ્રાપ્તિ, વક્ષસ્કાર ૨, સૂ. ૨૯-૩૦
૧૨. નીતીણુ અઇમણે નિવેણુ' ઉસભસામિસ. —આવશ્યકમલયગિરિ, ૧૯૩ ૧૩. આવશ્યકચૂર્ણિ, પૃ. ૧૫૩–૧૫૪
Jain Education International
—મહાપુરાણ, ૧૬, ૨૬૭. ૩૭૦
For Private Personal Use Only
www.jainelibrary.org