SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૨૧ રહસ્ય કહે ?' દેવોએ કહ્યું; “રાજા શુદ્ધોદનના ત્યાં એક પુત્રને જન્મ થયો છે, તે ધર્મ ચક્રનું પ્રવર્તન કરશે. એની અનન્ત લીલા જેવાને અને સાંભળવાને અમને લહાવો મળશે એ અમારી પ્રસન્નતાનું મુખ્ય કારણ છે.” I તપસ્વી દેવલોકમાંથી ઊતરી રાજમહેલમાં આવ્યા. રાજાની પાસે જઈને કહ્યું : “હું તમારા પુત્રને જોવા ઈચ્છું છું”. રાજાએ તે ક્ષણે જ પુત્રને પિતાની પાસે બોલાવી મંગાવ્યું અને પુત્રને તપસ્વીને પગે લગાડવા માંડ્યો. પણ બોધિસત્ત્વના પગ એટલા લાંબા થઈ ગયા છે તે તપસ્વીની જટાને અડકી ગયા. કેમકે બધિસત્વ કોઈને પણ નમસ્કાર ન કરે. વળી, જે કદાચ તે પગ અજાણતાં અડકી ગયા હોત તો એના મસ્તકના સાત ટુકડા થઈ જાત. તથાગતના દિવ્ય તેજને જોઈને તપસ્વી એમને પગે પડી ગયા. બોધિસત્વના ચરણસ્પર્શથી એમને અસ્સી કલ્પની સ્મૃતિ થઈ આવી. એમણે બાળકનાં શારીરિક લક્ષણોનું નિરીક્ષણ કર્યું અને એમને ખાતરી થઈ ગઈ? તે અવશ્ય બુદ્ધ થશે. અને જ્ઞાનમાં એમણે જોયું કે તે તે અહીં મૃત્યુ પામીને અરૂ૫ લેકમાં ઉત્પન્ન થશે. જેથી એમનાં દર્શન થઈ શકશે નહિ. આ પ્રમાણે બોધિસત્વના જન્મની ઘટનાઓમાં પણ અલૌકિકતા છે. આ અલૌલિકતા એ પુરવાર કરે છે કે આ ઘટનાઓ શ્રદ્ધાના યુગમાં લખાયેલી છે. શ્રદ્ધાળુ લેક ઘટનાવિશેષને તર્કની કસોટી પર કસતા ન હતા. વૈદિક પરંપરાના ગ્રંથમાં પણ શ્રદ્ધાયુગની અનેક ઘટનાઓ પ્રાપ્ત થાય છે. રષભકથાને વિસ્તાર ભગવાન ઋષભદેવને જન્મ, વંશ, ઉત્પત્તિ, વિવાહ, રાજયાભિષેક તથા એમના એક બે પુત્રો વગેરેને ઉલેખ જંબુદ્વિપ પ્રસપ્તિમાં વિસ્તારથી નથી. આવશ્યકનિર્યુક્તિ, આવશ્યક ચૂર્ણિ, આવશ્યક હરિભદ્રિયાવૃત્તિ, આવશ્યક મલયગિરીવૃત્તિ, ચઉપન્ન મહાપુરિસર્ચરિયપ ત્રિષષ્ટિશલાકાપુરષ–ચરિત્ર વગેરેમાં આ ઘટના અંગે વિસ્તારથી ચિંતન કરવામાં આવ્યું છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે આ જીવન-પ્રસંગે ક્રમે ક્રમ વધુ વિકસિત થયા છે. આવશ્યકનિયુક્તિ અને આવશ્યકચૂર્ણિ૮ પ્રમાણે જ્યારે ઋષભદેવ ગર્ભમાં આવ્યા હતા ત્યારે માતાએ ઋષભને સ્વપ્નમાં જોયા હતા અને જન્મ બાદ શિશુના ઉરસ્થલ પર ઋષભનું લાંછન પણ હતું. એટલે એમનું ગુણનિષ્પન્ન નામ ઋષભ રાખવામાં આવ્યું. શ્રીમદ્ ભાગવત પ્રમાણે એમનું સુંદર શરીર વિપુલ, કીર્તિ, તેજબળ, અશ્વર્ય, યશ, પરાક્રમ વગેરે સદ્ગુણને કારણે નાભિએ એમનું નામ ઋષભ રાખ્યું. આચાર્ય જિનસેને ૧૦ ઋષભદેવની જગ્યાએ “વૃષભદેવ” નામ જણાવ્યું છે. શ્રેષ્ઠને વૃષ કહેવામાં આવે છે. ભગવાન શ્રેષ્ઠ ધર્મથી શેભાયમાન હતા. એટલે એમને “વૃષભસ્વામી” નામથી સંબોધવામાં આવ્યા છે. તે ધર્મ અને કર્મના આદ્ય નિર્માતા હતા. એટલે આદિનાથના નામથી પણ પ્રખ્યાત થયા છે. આચાર્ય જિનસેન'' અને આચાર્ય સમન્તભ ૧૨ એમનું એક ગુણનિષ્પન્ન નામ પ્રજાપતિ’ પણ જણાવ્યું છે. જ્યારે તેઓ ગર્ભમાં આવ્યા આવશ્યકનિર્યુક્તિ, પૂર્વભાગ, પ્રકાશક : શ્રી આગોદય સમિતિ, ઈ. સ. ૧૯૨૮ આવશ્યકણિ, ઋષભદેવજી, કેશરીમલજી; શ્રી સંસ્થા, રતલામ, ઈ. સ. ૧૯૨૮ આવશ્યક હરિભકિયાવૃત્તિ, પ્રથમ વિભાગ, પ્રકાશક : આગમેદય સમિતિ ૪. આવશ્યક મલયગિરિવૃત્તિ, પૂર્વભાગ, પ્રકાશક: આગોદય સમિતિ ૫. ચઉપન મહાપુરિસ ચરિયં–આચાર્ય શીલાંકવિરચિત, વારાણસી ૬. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, હેમચંદ્રાચાર્ય, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર ૭. આવશ્યકનિર્યુક્તિ, ૧૯૨/૧ ૮. ઉરુજી ઉસભલુંછણ ઉસ સુમિમિતેણુ કારણેણ ઉભત્તિ ણામં કર્યા. આવશ્યકચૂર્ણિ, પૃ. ૧૫૧ ૯. શ્રીમદ્ ભાગવત, ૫, ૪, ૨. પ્ર. ખંડ, ગેરખપુર સંસ્કરણ, ૩ પૃ. ૫૫૬ ૧૦. મહાપુરાણ, ૧૪, ૧૬૦–૧૬૧ મહાપુરાણ ૧૯૦, ૧૬, ૩૬૩. ૧૨. પ્રજાપતિર્ય: પ્રથમ જિજીવિષઃ શશાસ કૃષ્ણાદિષ કર્મસુ પ્રજઃ પ્રબુદ્ધતત્ત્વઃ પુનરદ્દભદયે મમત્વ નિવિવિદે વિદામ્બર.—બહાથભૂસ્તોત્ર ૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy