SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ભગવાન કષભદેવ ભગવાન ઋષભદેવ ભારતીય સંસ્કૃતિનું જાજવલ્યમાન નક્ષત્ર છે. એમની ગૌરવગાથાઓને ઉલેખ જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે પરંપરામાં પ્રાપ્ત થાય છે. તે વિશ્વવન્દ મહાપુરુષ હતા. અહીં આ ગ્રંથમાં એમના જીવનના કેટલાક સ્ત્રોત પર પ્રકાશ પાડવામાં આવ્યું છે. ભગવાન ઋષભને પણ કુલકર માનવામાં આવે છે. જંબૂદીપપ્રજ્ઞપ્તિમાં તેમને પંદરમા કુલકર અને પ્રથમ તીર્થકર તરીકે ઉલ્લેખ છે. તેઓ પ્રથમ રાજ, પ્રથમ કેવલી અને પ્રથમ ધર્મ ચક્રવતી છે, એટલે એમની જીવનગાથા અહીં સર્વ પ્રથમ આપવામાં આવી છે.' તીર્થકરોનું પ્રત્યેક મહત્ત્વપૂર્ણ કાર્ય કલ્યાણક ગણાય છે. કલ્પસૂત્રમાં પાંચ કલ્યાણક માનવામાં આવ્યાં છે. એટલે સર્વ પ્રથમ કલ્યાણકાને ઉલેખ છે. જન્મોત્સવ ઊજવવા માટે છપ્પન મહત્તરિક દિશાકુમારિકાઓ અને એસડ ઇન્દ્રો આવે છે. સૌથી પહેલા અધોલોકમાં રહેલી ‘ભગકરા” નામની આઠ દિશાકુમારિકાઓ સપરિવાર આવીને મરુદેવીને નમન કરીને જણાવે છે : “અમે જન્મોત્સવ ઉજવવા આવ્યાં છીએ. આપ ભયભીત થશે નહિ.” ધૂળ અને દુરભિગંધ વગેરે દૂર કરીને તે એક જન સુધી સમસ્ત વાતાવરણ પરમ સુગન્ધમય બનાવે છે તથા તે ગીત ગાતા ગાતી મરુદેવીની ચારેબાજુ ઊભી રહી જાય છે. આ પછી ઊર્વલોકમાં રહેનારી “મેઘંકરા' વગેરે દિકકુમારિકાઓ સુગંધિત જળની વૃષ્ટિ કરે છે અને દિવ્ય ધૂપ વડે તે એક એજનના પરિમંડલને દેવના આગમનને અનુરૂપ બનાવી દે છે. તે મંગલ ગીત ગાતા ગાતી મરુ દેવીની પાસે ઊભી રહી ગઈ. આ પછી રૂચકફૂટ પર રહેનારી નન્દુત્રરા વગેરે દિકકુમારિકાએ હાથમાં દર્પણ લઈને આવે છે. દક્ષિણના રૂપક પર્વત પર રહેનારી “સમાહરા' વગેરે દિકુમારિકાએ હાથમાં ઝારીઓ લઈને; પશ્ચિમ દિશાના રૂપક પર્વત પર રહેનારી “ઈલાદેવી” વગેરે દિકકુમારિકાઓ પંખા લઈને; ઉત્તર રૂચક પર્વત પર રહેનારી “અલંબુષા' વગેરે દિકુમારિકાઓ ચામર લઈને મંગલ ગીત ગાતા ગાતી મરુદેવી સામે ઊભી રહી ગઈ. વિદિશાના રૂપક પર્વત પર રહેનારી ચિત્રા, ચિત્રકનકા, સતેરા અને સુદામિની નામની દિકકુમારિકાઓ ચારે દિશામાં પ્રજવલિત દીપક લઈને ઊભી રહી જાય છે. એવી રીતે મધ્ય રૂચક પર્વત પર રહેનારી રૂપા, રૂપાશા, સુરૂપા અને રૂપકાવતી એ ચારેય મહત્તરિક દિશાકુમારિકાઓ નાભિનાળને કાપે છે અને તેને ખાડામાં દાટી દે છે. તેથી તે ખાડાને ભરીને તે પર પીઠિકાની રચના કરે છે. પૂર્વ, ઉત્તર તથા દક્ષિણ એ ત્રણ દિશાઓમાં ત્રણ કદલીગૃહ અને એમાં એક એક ચતુઃશાલા અને એના મધ્યભાગમાં સિંહાસન બનાવે છે. મધ્ય રૂચક પર્વત પર રહેનારી “રૂપ” વગેરે દિકકુમારિકાઓ દક્ષિણ દિશામાં કદલીગૃહમાં માતા મરુદેવીને ઋષભની સાથે લાવીને સિંહાસન પર બિરાજમાન કરે છે. શતપાક, સહસ્ત્રપાક તેલનું મર્દન કરે છે. અને સંબંધિત દ્રવ્યોથી ઉપેયણ કરે છે. ત્યાંથી તેઓ એને પૂર્વ દિશાના કદલીગૃહમાં લઈ જાય છે. ત્યાં એમને ગંદક, (સુગંધિત જળ) પુપોદક (પુષ્પમિશ્રિત જળ) અને શુદ્ધોદક (શુદ્ધ જળ)થી સ્નાન કરાવે છે. ત્યાંથી ઉત્તર દિશાને કદલીગ્રામાં લઈ જઈ સિંહાસન પર બેસાડી ગોશીષચંદનથી હેમ અને ભૂતિકમ કરીને રક્ષાપેટલી બાંધે છે. અને મણીરને કર્ણમૂલની સમીપ ખખડાવી ચિરાયુ થવાના આશીર્વાદ આપે છે. ત્યાંથી તેઓ માતા મરુદેવોની સાથે ભગવાન ઋષભને જન્મભવનમાં લાવે છે અને શય્યામાં બેસાડીને મંગલ ગીત ગાય છે. ત્યારબાદ અભિયોગિક દેવની સાથે સૌધર્મેન્દ્ર આવે છે અને માતા મરુદેવીને નમસ્કાર કરી એમને અવસ્થાપિની નિદ્રા આપે છે. ઋષભના પ્રતિરૂપ વિકુવીને માતાની પાસે રાખે છે. તથા સ્વયં વૈક્રિય શક્તિથી પિતાનાં પાંચ રૂપ વિકુવે છે. એક રૂપ વડે ભગવાન ઋષભને ઊંચકે છે. બીજા રૂપે એમના પર છત્ર ધરે છે અને બીજા બે રૂપે બન્ને બાજુ ચામર ઢોળે છે. તથા પાંચમું શક રૂપ હાથમાં વજ લઈને આગળ ચાલે છે. ચારેય પ્રકારના દેવગણુ વાદ્ય–વનિઓ વડે વાતાવરણને મુખરિત કરી કૃત ગતિથી મેરુ પર્વતના પંડક વનમાં આવે છે અને અભિષેક સિંહાસન પર ભગવાનને બેસાડે છે. ચોસઠ ઇન્દ્ર ભગવાનની પર્ય પાસના કરવા લાગે છે. અચુતે આભિગિક દેવોને આદેશ આપ્ય: “મહાર્ણ મહાભિષેકને 5 એક હજાર આઠ સુવર્ણ કલશ, રૌમ્ય મણિમય, સુવર્ણરૂપ્યમય, સ્વર્ણ-મણિમય, સ્વર્ણરજત-મણિમય, મૃમય (માટીના) ચંદન કલશે, લેટા, થાળ, ૧. ઉસહુ-ચરિયે ધર્મ કહાનુગે, પઢમ ખંધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy