SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન “અજિતસેન અને કાર્યસેન” એ નામ પડતાં મૂકીએ તો અન્ય બધાં નામો એકસરખાં છે. અમારી દૃષ્ટિથી સ્થાનાંગમાં ઉસપિણીના સ્થાને અવસર્પિણી પાઠ હેત તે તે વધુ યોગ્ય ગણાત, કેમકે સ્થાનાંગમાં સાતમા સ્થાનમાં ઉત્સર્પિણીના સાત કુલકર નાંધવામાં આવ્યા છે, જેમનાં નામ આ પ્રમાણે છે : ૧, મિત્રવાહન ૨. સુભૂમ ૩. સુપ્રભ ૪. સ્વયંપ્રભ ૫. દત્ત ૬. સૂક્ષ્મ ૭. સુબંધુ. જે દશ કુલકરોનાં નામ પહેલાં જણાવવામાં આવ્યાં છે તેનાથી આ જુદાં છે. અને આ સાતેય ના સમવાયાંગમાં પણ મળે છે. એટલે આ નામ અતીત અવસર્પિણનાં જ ગણવાં જોઈએ. સમવયાંગની સાથે સરખાવતાં જે બે નામમાં ભેદ છે તે આમારી દૃષ્ટિએ વાચનાભેદ હોઈ શકે, કલ્પવૃક્ષ ઃ એક અનુચિંતન પ્રસ્તુત વિભાગમાં સાત પ્રકારનાં વૃક્ષોનો પણ ઉલ્લેખ છે. માનવને વૃક્ષો સાથે અત્યંત મધુર સંબંધ રહ્યો છે. એની સર્વ અપેક્ષાઓ વૃક્ષો દ્વારા પૂર્ણ થાય છે. એટલે તે ખાતર અને પાણી વડે એનું પોષણ કરતો રહ્યો છે. કવિ કુલગુરુ કાલિદાસે “અભિજ્ઞાન શાકુન્તલ'માં શકુન્તલાને વૃક્ષો પર સહોદર જેવો પ્રેમ હોવાનું દર્શાવ્યું છે.' યૌગલિક યુગમાં માનવની ઈરછાઓ અલ્પ હતી. એમની ભૂખતરસનું શમન; વસ્ત્ર, પાત્ર, મકાન વગેરેની પૂર્તિ વૃક્ષ વડે જ થતી હતી. આ વૃક્ષોને જૈન આગમ સાહિત્યમાં કલ્પવૃક્ષ' કહેવામાં આવ્યાં છે. આ ક૫ શબ્દ અનેકાર્થક છે. સામર્થ્ય, વર્ણન કરવું, છેદ કરવું, પમ્પ અને અધિવાસ વગેરે વિવિધ અર્થ ક૯પ શબ્દના છે, પણ અહીં સામર્થના અર્થમાં પ્રયોગ થયો હોય તે ઉચિત જણાય છે. જે વૃક્ષ વિવિધ પ્રકારનાં ફળ આપવામાં સમર્થ હોય તે કલ્પવૃક્ષ' છે. નાલંદા હિન્દી શબ્દકોશમાં સ્વર્ણના વૃક્ષનું નામ “કલ્પતરુ' નોંધ્યું છે. એ સંભવિત છે કે તે કલ્પવૃક્ષ' જ હેય. આ વૃક્ષને દેવલોકનું વૃક્ષ માનવામાં આવ્યું છે. કલ્પના અનુસાર પ્રદાન કરવાને કારણે તે વૃક્ષ “કલ્પવૃક્ષ નામથી પ્રખ્યાત થયું છે. કેટલાય લેકેમાં એવો શ્રમ છે કે એક જ પ્રકારનું વૃક્ષ બધી આવશ્યકતાની પૂર્તિ કરતું હતું. જે વ્યક્તિને જે વસ્તુની આવશ્યક્તા થતી તે તે વૃક્ષ નીચે પહોંચી જતો અને ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરીને આનંદિત થતે. તો કેટલાય ચિંતકેનું એમ માનવું છે કે આ વૃક્ષોના અધિષ્ઠાતા દેવવિશેષ હતા. જે તેઓની ઈચ્છાની પૂર્તિ કરતા હતા. પણ આ કથન પણ તર્કસંગત નથી, કેમકે સ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનમાં સાત પ્રકારનાં કલ્પવૃક્ષોને ઉલ્લેખ છે. જ્યારે સ્થાનાંગના દશમા સ્થાનમાં દશ પ્રકારનાં કલ્પવૃક્ષોનું વર્ણન છે. સમવાયાંગ અને પ્રવચન સાથે રોદ્ધાપમાં પણ દશ પ્રકારનાં કલ્પવૃક્ષ દર્શાવવામાં આવ્યાં છે. આ બધાં વૃક્ષ પોતપોતાની અપેક્ષાઓની પૂતિ કરતાં હતાં. આ પરથી એ સ્પષ્ટ છે કે બઘાં વૃક્ષોનું પિતપતાનું સ્વતંત્ર સ્થાન હતું અને તે પિતાપિતાની મર્યાદામાં રહીને કામ કરતાં હતાં. સ્થાનાંગમાં જે સાત પ્રકારનાં વૃક્ષો દર્શાવવામાં આવ્યાં છે તે “વિમલવાહન' કુલકરના સમયનાં છે. આ વૃક્ષોમાં દીપ, તિષ્ક અને ત્રટિતાંગ વૃક્ષોના નામનો ઉલ્લેખ નથી. સંભવ છે કે, આ સમયે અથવા આ ક્ષેત્રમાં વાઘ તથા પ્રકાશ આપનારાં વૃક્ષોને અભાવ હશે. છવાભિગમસૂત્રમાં આ કલ્પવૃક્ષ અંકારુક દ્વીપમાં હોવાનું જણાવ્યું છે. તે દસ પ્રકારનાં કલ્પવૃક્ષોનાં નામ આ પ્રમાણે છે : (૧) મત્તાંગક–સ્વાદિષ્ટ પીણુની પૂર્તિ કરનારાં (૨) ભૂત્તાંગ–અનેક પ્રકારના ભોજનની પૂર્તિ કરનારાં (૩) સૂર્યાગ-વાદ્યોની પૂર્તિ કરનારાં (૪) દીયાંગ-સૂર્યના અભાવમાં દીપક સમાન પ્રકાશ આપનારાં (૫) જ્યોતિરંગ–સૂર્ય અને ચંદ્રની જેમ પ્રકાશ આપનારાં ૧. અભિજ્ઞાન શાકુન્તલ, અધ્યાય ૧. પૃ. ૧૩. ૨, વિમલવાહણે શું કુલગરે સત્તવિદ્યા કખા ભુવભાગતાતે હવભાગરિષ્ઠ સુ તું જહા–મતંગતાય ભિગા નિતંગા એવા ચિત્તરસા હાંતિ મણિયંગા યા અણિયણ સત્તમગ્ગા કપૂરુકખાય છે –ઠાણુગ સ્થાન, ૭ સૂત્ર ૬૮૮. ૩. સ્થાનાંગ ઠા. ૧૦. ૪. સમવાયાંગ સમવાય ૧૦. ૫. પ્રવચનસારધાર, દ્વાર ૧૨૧. ૬. છવાભિગમ, પા. ૩૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy