SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૧૫ બીજા બધા કુલકર કરતાં નાભિ વધુ પ્રતિભાસંપન્ન હતા. શ્રીમદ્ ભાગવતકારે એમને મનુ સ્વાયભુવના પુત્ર પ્રિયવ્રત અને પ્રિયવ્રતના પુત્ર અગ્નીવ્ર તથા આન્ધ્રના નવ પુત્રમાંના સૌથી મોટા પુત્ર માન્યા છે. નાભિરાયે પિતાના વિશિષ્ટ જ્ઞાનથી જે પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયે તેનું નિરાકરણ કર્યું, તે જનસામાન્યના ત્રાણુકર્તા હતા, એટલે એમને ક્ષત્રિય કહેવામાં આવ્યા છે. આગળ જતાં ક્ષત્રિય શબ્દ નાભિના અર્થમાં જ રૂઢ થઈ ગયો. અમરકેશકારે - લખ્યું છે. “અભિધાનચિંતામણિ'માં પણ આચાર્ય હેમચન્મ “નાભિશ્ય ક્ષત્રિયે” એમ નેંધ્યું છે. મેદનીશ'માં નોંધવામાં આવ્યું છે કે ચક્રના મધ્ય ભાગમાં જેવી રીતે નાભિ મુખ્ય હોય છે તેવી જ રીતે ક્ષત્રિય રાજામાં નાભિ મુખ્ય હતા.૪ આચાર્ય જિનસેને તો નાભિના ગુણોની પ્રશંસા કરતાં સેંધ્યું છે: તે ચંદ્રની જેમ અનેક કલાઓના આધાર હતા, સૂર્યની સમાન તેજસ્વી હતા, ઇન્દ્રસમાન વૈભવસંપન્ન હતા તથા કફપવૃક્ષની સમાન મનવાંછિત ફલ પ્રદાન કરનારા હતા.૩ અરબીમાં એક શબ્દ “નવી છે જેનો અર્થ છે: “ઈશ્વરનો દૂત, પૈગમ્બર” અને “રસૂલ’." આ શબ્દ સંસ્કૃતના નાભિ અને પ્રાકૃતના શુમિનું રૂપાંતર છે, તેઓ પોતાના તેજસ્વી વ્યક્તિત્વને કારણે ઈશ્વરના દૂતના રૂપે જનતામાં આદરપાત્ર બન્યા હતા. નાભિનું અ૫રનામ “અજનાભ પણ મળે છે. એમને નામને આધાર પર આર્ય ખંડને ‘નાભિમંડલ” અથવા અજનાભવર્ષ' કહેવામાં આવે છે. સ્કન્દપુરાણમાં “હિમાદ્રિજલરન્તર્નાભિખડમિતિ ઋતમ' પદ આવે છે. ડે. અવધબિહારીલાલ અવસ્થી લખે છેઃ “જંબૂદીપના નવ વર્ષોમાંથી હિમાલય અને સમુદ્રની વચ્ચે આવેલ ભૂખંડને આગ્નીધ્રના પુત્ર નાભિના નામ પરથી જ નાભિખંડ કહેવામાં આવ્યો છે. નાભિનું અપરનામ અજનાભિ હતું, જેથી આ ખંડનું નામ “અજનાભવર્ષ” પડયું. આ અંગે ડે. વાસુદેવશરણ અગ્રવાલે નેંધ્યું છે: “સ્વાયભુવ મનુના પુત્ર પ્રિયવ્રત; પ્રિયવ્રતના પુત્ર નાભિ; નાભિના પુત્ર ઋષભ અને ઋષભદેવને સે પુત્ર થયા. જેમાં ભારત સૌથી મોટા હતા, તે નાભિ અજનાભ પણ કહેવાતા હતા, જે અત્યંત પ્રતાપી હતા અને એમના નામથી જ આ દેશ “અજનાભવર્ષ કહેવાતા હતા. શ્રીમદ્ ભાગવતમાં પણ નોંધવામાં આવ્યું છેઃ અજનાભ વર્ષ જ આગળ જતાં “ભારતવર્ષ એવી સંજ્ઞાથી પ્રચાર પામ્યો છે. જૈન આગમમાં અતીત–ભૂતકાળની ઉત્સર્પિણ અને અતીત–ભૂતકાળની અવસર્પિણીના કુલકરનો ઉલ્લેખ થયેલો છે. સ્થાનાંગમાં અતીત ઉત્સર્પિણીના દશ કુલકર જણાવામાં આવ્યા છે. તેઓનાં નામ: ૧. સ્વયંજલ ૨. શતાયુ ૩, અનંતસેન ૪. અમિતસેન ૫. તર્ક સેન ૬. ભીમસેન ૭. મહાભીમસેન ૮. દઢરથ ૯. દશરથ ૧૦ શતરથ. જયારે સમવાયાંગમાં અતીત ઉત્સર્પિણીના ફક્ત સાત જ કુલકરની ગણના થઈ છે, જે આ પ્રમાણ છેઃ ૧. મિત્રદામા ૨. સુદામા ૩. સુપાર્શ્વ ૪. સ્વયંપ્રભ ૫. વિમલષ ૬. સુષ ૭. મહાઘોષ. બને આગમાં કુલકરાનાં નામ તદ્દન જુદાં જ છે. સમવાયાંગમાં અતીત અવસર્પિણુના દશ કુલકરેનાં નામ આ પ્રમાણે છે: ૧. સ્વયંજલ ૨. શતાયુ ૩. અજિતસેન અનંતસેન ૫. કાર્યસેન ૬, ભીમસેન ૭. મહાભીમસેન ૮, દઢરથ ૯. દશરથ અને ૧૦. શતરથ. આ નામોમાંથી જે આપણે ૧. પ્રિયવતે નામ સુતે મને સ્વાયભુવસ વI. તસ્યાગ્ની પ્રસ્તુતે નાભિઃ ઋષભસ્તત્કૃતઃ સ્મતઃ || –ભાગવતપુરાણ, ૧૧, ૨, ૧૫ ૨. અમરકેશ, ૩, ૫, ૨૦. અભિધાન ચિંતામણિ, ૧,૩૬ નાભિમુંખ્ય નૃપે ચક્રમhક્ષત્રિયોરપિ –મેદનીશ, ભ. વર્ગ ૫, ૪. શશીવ સ કલાધાર તેજસ્વીભાનુમાનિવ | પ્રભુ શક્ર ઇવામીષ્ટફલદઃ કપશાખિવત || -મહાપુરાણુ, ૧૨, ૧૧. ૫. “ઉર્દૂ–હિન્દીકેશ' સં. રામચન્દ્ર વર્મા, પ્રકા. હિન્દી ગ્રંથરત્નાકર કાર્યાલય, મુંબઈ, ચેથી આવૃત્તિ, ઓગસ્ટ ૧૯૫૩. પૃ. ૨૨૪. ૬. સ્કન્દપુરાણ–૧, ૨, ૩૭–૫૫. ૭. પ્રાચીન ભારતકા ભૌગોલિક સ્વરૂપ, પ્રકા. કૈલાશ, લખનઉ, સન ૧૯૬૪ પૃ. ૧૨૩ પરિશિષ્ટ-૨. ૮. માર્કંડેયપુરાણઃ સાંસ્કૃતિક અધ્યયન-ડે. વાસુદેવશરણુ અગ્રવાલ, પાદટિપ્પણુ સં. ૧, પૃ. ૧૩૮, ૯. અજનાભ નામૈતવર્ષ ભારતમિતિ યત્ આરમ્ય વ્યપદિશક્તિ ! –શ્રીમદ્ ભાગવત ૫/૭/૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy