SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ધર્મ ક્યાનુયાગ : એક સમીક્ષાત્મક અધ્યયન 88 સઢથી તે દંપતીયુગલને માગિન કર્યું અને તેમને ઉઠાવીને પોતાની પીઠ પર બેસાડયુ; અન્ય યુગલોએ જ્યારે તેઓને વાહનારૂઢ જેયુ ત્યારે તેમને અત્યંત આશ્ચર્ય થયું, કેમકે એમના પૂર્વે કાઈ પણ વ્યક્તિ વાહન પર બેઠી ન હતી. તેઓએ વિચાર્યું : આ માનવ અમારા બધાથી અધિક શક્તિશાળી છે.' એટલે એને પેાતાના નાયક બનાવ્યા અને એટલે તે કુલકર રૂપમાં પ્રસિદ્ધ થયા. ઉજ્જવલ ક્રાંતિયુક્ત હાથી પર આરૂઢ થવાથી તે વિમલવાડન નામથી ઓળખાવા લાગ્યા. એનું અનુસરણૢ કરી અન્ય વ્યક્તિઓએ પણ પશુઓને પાળવાનો પ્રારંભ કર્યો. નિલયપણુત્તિ અનુસાર આઠમાં ‘ચક્ષુષ્માન' કુલકરના સમયમાં યુગલોએ પેાતાનાં સતાનાને જોયાં, તેઓ સતાનાને જૈઈને ભયભીત થયાં. ચક્ષુવાને તેને સમનવ્યાં કે, ભયભીત થવાની કાઈ આવતા નથી. આ તમારાં સત્તાન છે. તે પાતાનાં સતાનનાં મુખ જોવા લાગ્યાં અને મુખ જેવા સાથે જ પરલોકવાસી થવા લાગ્ય નવમા ‘યશસ્વી' કુલકરે પેાતાનાં સંતાનના નામકરણુ-મહાત્સવ કરવાનું શિક્ષણ આપ્યું, કેમકે હવે સંતાનને જોવાની સાથે જ માતાપિતા તે સમયે પરલોકવાસી નહતાં થતાં, એટલે આ નામસસ્કરણના પ્રારંભ થયો. મા કુલર અભિન્દ્રે કુલાની સુવ્યવસ્થા સાથે જ બાળકનાં રુદન રેવા માટે એમને ખવડાવવા—પિવડાવવાની વિધિ ભૂતાવી. તદનુસાર યુગલ પત્તાનાં બાળકોને ખવડાવવા પિવડાવવા લાગ્યાં, એમનું પાલનપોષણુ કરવા લાગ્યાં, કેટલાક દિવસે પાલ પણ કર્યા પછી તે યુગલ પર્તિ સદા માટે ખાંખમી'ચી લેતુ હતું, છઠ્ઠાથી દશમાં કુલકર પન્ત કાર' અને 'માકાર'એ બન્ને નીત્તિઓ પ્રચત્રિત રહી હતી. હા'! તે” આ શ કર્યું ? ‘(આમ) ન કર'. આ બન્ને શબ્દો દડપ્રહારની માફક માનવને આઘાત કરતા હેાય એવા લાગતા હતા. અગિયારમાં ‘ચન્દ્રાબ’-કુલકરના સમયમાં ઋનુમામાં પણ પરિવર્તન થવા લાગ્યું. પહેલાં ઋતુ ખૂબ સુંદર હતી. ન તા અતિ ઠંડી હતી કે ન ા અતિ ગરમ હતી અને નતા તિ વર્ષા થતી હતી. પરંતુ હવે પ્રકૃતિમાં પરિવર્તન ભાષી ગયું હતું, એટલે ઠંડી અને ગરમીમાં વધારો થઈ ગયા હતા. કુરને કારણે સૂર્યના ઝળઝળતા તાપ માનવને મળતા ન હતા, એટલે તે ઠુઠવાઈ જવા લાગ્યા. ચન્દ્રાને ગુાવ્યુ કે ઠંડી અને તુષાર સૂર્યનાં કિરણોથી નષ્ટ થશે. આ જાણી લેાકેાએ શાંતિને અનુભવ કર્યો, બારમાં કુલકર માદેવ'નાં સમયે આકાશમાં ગડગડાટ સાથે વાદળાની ઘટાઓ ભરાવા લાગી. વીજળી ચમકવા લાગી અને દ્વારા ધારા દ્વારા પાણી વરસવા લાગ્યું. કલકલ-ખળખળ કરતી નદી વહેવા લાગી. મા દૃશ્ય જૂઈ માનવા ભયભીત થઈ ગયા. મરૂદેવે કહ્યું : “હવે જલદીથી કર્યાં યુગનો પ્રારંભ થશે. તમે ભયભીત ન થાઓ. નૌકાઓ બનાવીને નદીએ પાર કરે. છત્રા બનાવી વર્ષાથી અને ગરમીથી તમે તમારી જાતને બચાવા. પગથિયાં બનાવીને પહાડ પર ચઢા.' આ પ્રમાણે ઉપાય બતાવાને કારણે મરૂદેવ કુલકર કહેવાયા. તેરમા કુલકર ‘પ્રસેનજિતના સમયમાં જરાયુથી વૈષ્ઠિત યુગલ ભાળાને જોઈને તેઓ ખૂબ ભયભીત થયા. એમણે કહ્યું : “જરાયુને દૂર કરો અને બાળકાનુ ચોગ્ય રૂપમાં પાલન કરે. આ પ્રમાણે શિક્ષણ આપવાને કારણે પ્રસેનજિત કુલર કહેવાયા. ચૌદમા કુલકર ‘નાભિ’ના સમયે બાળકાના નાભિ-નાલ ખૂબ મેાટા થવા લાગ્યા. નાભિએ લોકોને કહ્યું : એને કાપી નાખે.’ આ સમયપર્યન્ત પ્રાયઃ કલ્પવૃક્ષ નષ્ટ થઈ ગયાં હતાં, જુદાં જુદાં ધાન્ય અને મધુર ફળા જંગલમાં ઉત્પન્ન થઈ રહ્યાં હતાં. નાભિએ ળા અને તે ધન્યાદિને ખાવાની સલાહ આપી, જેથી યુગલિકાને શાંતિ પ્રાપ્ત થઈ. એટલે નાભિ કુલકરના રૂપમાં પ્રખ્યાત થયા. જનસાધારણમાં ક્રમશઃ ધૃષ્ટતા વધતી જતી હતી. માકાર નીતિ' અસલ થઈ ગઈ હતી, એટલે અગિયારમાથી ચૌદમા કુલકર પન્ત ‘ધિક્કાર' નીતિનું” પ્રચલન થયું. આ નીતિ અનુસાર તને ધિક્કાર છે, આાપુ" કાર્ય કર્યું ?' મા પ્રમાણૅ તિરસ્કારસૂચક શબ્દ સાંભળીને મૃત્યુથી પણુ વિરોષ તે પાતાની જાતને દક્તિ થયેલા માનવા લાગ્યો હતો. ચ્યા યુગમાં જઘન્ય અપરાધને માટે ખે; મધ્યમ અપરાધને માટે નિષેધ અને કૃષ્ટ અપરાધને માટે તિરસ્કાર મુખ્ય દંડ હતા. મહાપુરાણમાં જનરોને જણાવ્યુ છે. આ ચૌદેય કુકર પૂર્વભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉચ્ચ કુલીન મહાપુરુષ હતા. એમાંથી કેટલાક કુલકરા જાતિસ્મઓના ધારક હતા અને કેટલાક અવિધમાનના ધારક હતા. કેટલે એમણે પોતાના જ્ઞાનના બળે ઉપર્યુકત કાય કરવાના આદેશ આપ્યા હતા. ૧. જુઓ : જૈન ધર્મના ગૌશ્ચિક ઇતિહાસ, પૃ. ૮૪ર, બીજી આવૃત્તિ, ખાચા હસ્તીમય મહારાજ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy