________________
ધર્મ કથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન
૧૩ ----- ----------------------------------- સંક્ષિપ્ત જ પતિવૃષભે તિલેયપણુતિ ગ્રંથના આધારે આ અંગેનું વર્ણન કર્યું છે તે અત્રે આપીએ છીએ, જેનાથી તે અંગે જાણકારી થાય.
સર્વપ્રથમ માનવોએ અનંત આકાશમાં ચંદ્ર અને સૂર્યને જોયા. તો બીકથી ધ્રુજી ઊઠયા. તેઓ એમ વિચારવા લાગ્યા કે આપત્તિઓનાં ઘનઘોર વાદળો ઘેરાવા લાગ્યાં છે. આ ભયભીત માનવને પ્રતિકૃત' નામના પ્રથમ કુલકરે શાંત કરતાં કહ્યું : “આ ચંદ્ર અને સૂર્ય કંઈ નવા ઉદય પામ્યા નથી. તેઓ તે દરરોજ આ પ્રમાણે ઉદય અને અસ્ત પામે છે. પરંતુ તેજાંગ જાતિનાં અત્યંત પ્રકાશવાન કલ્પવૃક્ષોના કારણે આપણે તેને અત્યાર સુધી જઈ શક્તા ન હતા. પણ હવે તેજાંગ નામનાં કલ્પવૃક્ષોને દિવ્ય આલેક મંદ પડવા માંડ્યો છે, એટલે આપણને ચંદ્ર-સૂર્ય દેખાવા લાગ્યા છે. એટલે ભયભીત થવાની જરૂર નથી. જન–માસના ભયને નષ્ટ કર્યો તેથી તે કુલકર કહેવાયા.
પ્રતિશ્રત કુલકરના અવસાન બાદ તેજાંગ નામનાં કલ્પવૃક્ષ સંપૂર્ણ પણે નષ્ટ થઈ ગયાં જેથી ભયંકર અંધકાર ફેલાવા લાગ્યો અને અંધકાર થવાને કારણે આકાશમંડળમાં અસંખ્ય તારો ઝગમગતા દેખાવા લાગ્યા. માનવીએ,
જ્યારે સર્વપ્રથમ તારાઓ જોયા ત્યારે ભાવી આશંકાઓથી એમનાં હદય કંપી ઊઠયાં. “સન્મતિ’ નામના કુલકરે તે માનવોને શાંત પાડતાં કહ્યું : “આપ ભયભીત થાઓ નહીં, તેજાંગ નામનાં કલ્પવૃક્ષ નાશ પામ્યાં હોવાથી રાત્રિમાં અંધકારનું સામ્રાજ્ય થવાથી તારામંડળ દેખાવા લાગ્યાં છે. તેઓ આ પહેલાં પણ હતાં. પ્રકાશ હોવાને કારણે તે દેખાતાં ન હતાં.” સન્મતિના કહેવાથી લેકમાં હિંમત આવી અને તેઓ કુલકરરૂપે ખ્યાત થયા.
સમય પ્રસાર થઈ રહ્યો હતો અને એના પ્રભાવથી પરિવર્તન થઈ રહ્યું હતું. પહેલાં પણ જંગલમાં વાઘ વગેરે પશુઓ હતાં પરંતુ તેઓમાં ફરતા નહોતી, તેઓ સૌમ્ય સ્વભાવનાં હતાં. પણ સમય પસાર થતાંની સાથે એમનામાં કરતા જન્મી અને તેઓ માનવોને હેરાન કરવા લાગ્યાં. ક્ષેમંકરે માનવોને જણાવ્યું :- તે પશુઓને વિશ્વાસ ન કર, તથા તમે સમૂહ બનાવીને રહે, જેનાથી તેઓ તમારા લોકને કષ્ટ આપી શકશે નહીં.” આમ કહેવાને કારણે તે ત્રીજા કુલકરના રૂપમાં પ્રસિદ્ધ થયા.
ચોથા કુલકર “ક્ષમંધરે જ્યારે પશુ વધુ ક્રૂર બનીને માનવ-સમૂહ પર હુમલા કરવા લાગ્યાં ત્યારે તેમણે તેઓને કહ્યું: “પશુઓથી બચવા માટે દંડ વગેરે તમારી પાસે રાખો, જેથી તેઓ એકાએક આક્રમણ ન કરી શકે.” આમ કહેવાને કારણે તેઓ કુલકર કહેવાયા.
પાંચમાં કુલકર “સીમંકરના કાળમાં કલ્પવૃક્ષો અલ્પ પ્રમાણમાં ફળ આપવા લાગ્યાં. જેથી બધા માનવનું પોષણ થઈ શકતું ન હતું. તેઓ એકબીજાના વૃક્ષ પર પોતાનું સ્વામીત્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. સીમંકરે કહ્યું: “આ પ્રમાણે સંઘર્ષ કરવાથી કોઈ સમાધાન થશે નહીં. સમાધાન માટે સારો ઉપાય એ છે કે સીમા નિર્ધારિત કરી લો.” સીમા નિર્ધારણ કરવાથી સંઘર્ષને અંત આવ્યો અને તેઓ કુલકરરૂપે વિખ્યાત થયા.
આ પાંચ કુલકરેએ ભગયુગ સમાપ્ત થયો ત્યાં સુધી અને કર્મયુગના આગમનની પૂર્વે સૂચના આપી પિતાના યુગના માનવોને તદનુકુલ જીવન વિતાવવાની પ્રેરણા આપી. જે કોઈ વ્યક્તિ નીતિનું ઉલ્લંધન કરતી તો તેઓ “હા, તમે આ કામ કર્યું' એવી “હાકાર' નીતિ અપનાવતા જેથી અપરાધી પાણી પાણી થઈ જતો. એને પોતાની ભૂલને ખ્યાલ આવતો.
છઠ્ઠા કુલકર “સીમંધરે જ્યારે કલ્પવૃક્ષોના સ્વામીત્વ અંગે પરસ્પર સંઘર્ષ થવા લાગ્યો ત્યારે વૃક્ષ પર ચિહ્ન કરવાનું જણાવી તે સંધર્ષને અંત આણે. એટલે તેઓ કુલકર કહેવાયા.
સાતમાં કુલકરનું નામ “વિમલવાહન છે. “આવશ્યકનિર્યુક્તિ” અને “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં વિમલવાહન અંગે એક પ્રસંગ આ પ્રમાણે છે: એક વાર એક યુગલ વનમાં આમતેમ પરિભ્રમણ કરતું હતું, એટલામાં એક વિરાટકાય શ્વેત હાથી એમની સામે આવીને ઊભે. આ યુગલે એને ખૂબ સ્નેહપૂર્વક નિહાળે. આમ નિહાળવાથી તે હાથીને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું કે અમે બે પૂર્વભવમાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ઘનિષ્ઠ મિત્ર હતા. તે સરલ પ્રકૃતિવાળા હતા, એટલે તે માનવ બન્યો અને હું અત્યંત માયાવી હોવાને કારણે પશુનિમાં ઉત્પન્ન થયું. એણે પિતાની ૧. તિલેયપણુત્તિ મહાધિકાર, ગાથા ૪૨૧–૫૦૮ ૨. આવશ્યકનિર્યુક્તિ, પૃ. ૧૫૩ ૩. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, ૧, ૨, ૧૪-૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org