________________
૧૨
ધર્મ ક્યાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન
કુલકરના સ્થાને વૈદિક પરંપરાના ગ્રંથમાં મનુને ઉલેખ થયો છે. આદિપુરાણુ અને મહાપુરાણમાં કુલકરના બદલે મન શબ્દને પ્રવેગ છે. સ્થાનાંગ વગરની જેમ મનુસ્મૃતિમાં પણ સાત મહાતેજસ્વી મનુઓને ઉલેખ છે. એમનાં નામ આ પ્રમાણે છે: ૧ સ્વયંભૂ ૨. સ્વરચિષ ૩. ઉત્તમ ૪. તામસ પ. વત ૬. ચાક્ષુષ ૭. વૈવસ્વત.
અન્યત્ર ચૌદ મનુનાં નામ પણ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે છે: ૧. સ્વાયભુવ ૨. સ્વાચિષ ૩. ઔનિમિ ૪. તાપસ ૫. રૈવત ૬. ચાક્ષુષ ૭. વૈવસ્વત ૮. સાવણિ ૯. દક્ષ સાવણિ ૧૦, બ્રહ્મ સાવર્ણિ ૧૧. ધર્મ સાવર્ણિ ૧૨. રુદ્ર સાવણિ ૧૩. રૌમ્યદેવ સાવર્ણિ ૧૪. ઈન્દ્ર સાવર્ણિ.
મસ્યપુરાણ, માર્કણ્ડપુરાણ, દેવીભાગવત અને વિષ્ણુપુરાણ વગેરે ગ્રંથોમાં પણ સ્વાયભુવ વગેરે ચૌદ મનુઓનાં નામ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે છે:
૧. સ્વાયંભુવ ૨. સ્વાચિષ ૩. મિ. ૪. તાપસ ૫. રેવત ૬. ચાક્ષુષ ૭. વૈવસ્વત ૮. સાવણુિં , રાચ્ય ૧૦. ભૌત્ય ૧૧. મેરુ સાવણિ ૧૨. ઋભૂ ૧૩, ઋતુધામાં ૧૪, વિશ્વકુસેન.
માર્કડેયપુરાણમાં વૈવસ્વત પછી પાંચમા સાવર્ણિ, રીચ્ય અને ભૌત્ય વગેરે સાત મનુ બીજા માનવામાં આવ્યા છે.
શ્રીમદ્ ભાગવતમાં ઉપર્યુક્ત સાત જ નામ છે. આઠમા નામથી આગળ પરનાં નામ ભિન્ન છે. તે આ પ્રમાણે છે: ૮. સાવર્ણિ ૯. દક્ષ સાવર્ણિ ૧૦. બ્રહ્મ સાવર્ણિ ૧૧. ધર્મ સાવર્ણિ ૧૨. રુદ્ર સાવર્ણિ ૧૩. દેવ સાવર્ણિ ૧૪. ઈન્દ્ર સાવર્ણિ.
મનને માનવજાતિના પિતા તથા પથપ્રદર્શક વ્યક્તિ માનવામાં આવ્યા છે. પુરાણ અનુસાર મનુને માનવજાતિના ગુરુ તથા પ્રત્યેક મન્વન્તરમાં સ્થિત કહેવામાં આવ્યા છે. તેઓ જાતિનાં કર્તવ્યના જ્ઞાતા હતા. તેઓ મનનશીલ અને મેધાવી વ્યક્તિ હતા. તે વ્યક્તિવિશેષનું નામ નહીં પણ ઉપાધિવાચક નામ હતું. એમ તો મનું શબ્દનો પ્રયોગ ઋગ્વદર, અથર્વ વેદ, તૈત્તિરીય સંહિતા,૧૦ શતપથબ્રાહ્મણ, જમિનીય ઉપનિષદમાં૧૨ પણ થયું છે ત્યાં મનુને એતિહાસિક વ્યક્તિ માનવામાં આવ્યા છે. ભગવદ્ગીતા૧૩માં પણ મનુઓને ઉલેખ છે. ચતુર્દશ મનુઓને કાલ પ્રમાણુ સહસ્ત્ર યુગને માનવામાં આવ્યો છે. ૧૪
આગમ-સાહિત્યમાં જે સ્થાને કુલકરના નામને નિર્દેશ કરવામાં આવ્યો છે તે સ્થાને એના વ્યાખ્યા સાહિત્યમાં અને સ્વતંત્ર ગ્રંથમાં એ સમયની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. અમે અહીં કોઈ વધુ વિસ્તાર ન કરતાં
૧. આદિપુરાણ ૩, ૧૫ ૨. મહાપુરાણ, ૩, ૨૨૯, પૃ. ૬૬ ૩. સ્વાયંભુવસ્યાસ્ય મનેઃ વવસ્થા મનોઅપરે ! સુષ્ટવન્તઃ પ્રજા સ્વાઃ સ્વાદ મહાત્માને મહેજસ છે
સ્થાચિષોત્તમ તામસ રેવતસ્તથા ચાક્ષષશ્ય મહાતેજા વિવિસ્વત્કૃત એવ ચ |
સ્વાયભૂવાઘાઃ સતંતે, મન ભૂરિ તૈજસરા સ્વ સ્વ અન્તરે સર્વમિદમુત્પાદ્યાપુશ્ચરાચરમ્ ! –મનુસ્મૃતિ ૧/૬૧-૬૩ ૪. (ક) મોર–મોર વિલિયમ : સંસ્કૃત–ઇગ્લિશ ડિકશનરી, પૃ. ૭૮૪, (ખ) રઘુવંશ ૨/૧૧ ૫. મત્સ્યપુરાણ, અધ્યાય ૮થી ૨૧ ૬, માર્કન્ડેયપુરાણ ૭. શ્રીમદ્ ભાગવત ૮/૫ અ. ૮. ઋવેદ ૧. ૮૦, ૧૬, ૮, ૬૩, ૧ઃ ૧૦, ૧૦૦, ૫
દ, અથર્વવેદ, ૧૪, ૨, ૪૧ ૧૦. તૈત્તિરીયસંહિતા, ૧, ૫, ૧, ૩, ૭, ૫, ૧૫, ૩, ૬, ૭, ૧; ૩, ૩, ૨, ૧; ૫, ૬, ૧૦, ૫, ૬, ૬, ૧; કા.સં. ૮૧૫ ૧૧. શતપથબ્રાહ્મણ, ૧, ૧, ૪, ૧૪ ૧૨. જૈમિનીય ઉપનિષદ, ૩, ૧૫, ૨ ૧૩. ભગવતગીતા, ૧૦, ૬ ૧૪. (ક) ભાગવત, અબ્ધ ૮, અધ્યાય ૧૪
(ખ) હિન્દી વિશ્વકોષ, ૧૬ મે ભાગ, પૃ. ૬૪૮ થી ૬૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org