SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન અવસર્પિણી કાલના પ્રથમ આરામાં સુખનું સામ્રાજય હોય છે. આ કાળમાં માનવનું શરીર વજઋષભનારા સંહની અને સમચતુરસ્ત્ર સંસ્થાન્યુક્ત હોય છે. તેઓ સામાજિક, રાજકીય અને આર્થિક બન્ધનોથી મુક્ત હોય છે. તેઓ સ્વયં પોતે જ પોતાના રાજા હોય છે અને તેઓને કોઈ પણ પ્રકારની ચિંતા થતી નથી. તેઓ દિવ્યરૂપ-સમ્પન, સૌમ્ય, મૃદુભાષી, અલ્પ પરિગ્રહી, શાંત, સરળ, ક્રોધ-માન-મદ–મેહ-માત્સર્ય આદિ દુર્ગણોની અ૯પતાવાળા હોય છે. આ સમયે ઘડાગધેડા, બળદ વગેરે વિવિધ પ્રકારનાં પ્રાણીઓ હોવા છતાં તેઓ એનો ઉપયોગ કરતા ન હતા. આ માનવના શરીરમાંથી કમલની સમાન અને કસ્તૂરી સમાન સુગંધ આવે છે. તેઓ ઉત્કૃષ્ટ સાહસ કરનારા અને સહજ રીતે શાંત સ્વભાવવાળા હોય છે. છ મહિના બાકી રહે ત્યારે યુગલિની પુત્ર અને પુત્રીને યુગલને જન્મ આપે છે. તેઓનું ઓગણપચાસ (૪૯) દિવસ પર્યન્ત પાલનપોષણ કર્યા પછી એને છીંક અને બગાસું આવે એટલે તે યુગલદંપતી સદા માટે પોતાની આંખ મીંચી લે છે. બીજા આરામાં પ્રથમ આરાની અપેક્ષાએ વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં અનેકગણ હીનતા આવી જાય છે. માનવનું આયુષ્ય ત્રણ પામથી ઘટીને આ આરકમાં બે પલ્યોપમ જેટલું જ રહે છે. પુત્ર-પુત્રીનું પાલન (૬૪) ચોસઠ દિવસ કર્યા પછી યુગલદંપતીનું દેહાવસાન થઈ જાય છે. ત્રીજા આરામાં બીજા આરાની અપેક્ષાએ અનંતગણ પૂર્વાપેક્ષા અપકર્ષતા થઈ જાય છે. પ્રથમ આરકમાં માનવની ઊંચાઈ ત્રણ કેસ હતી. તે બીજા આરામાં બે ગાઉ(કોસ)ની તથા ત્રીજા આરામાં બે હજાર ધનુષ્ય જેટલી ઊંચાઈ થઈ જાય છે. મૃત્યુ પહેલાં છ મહિના બાકી રહે ત્યારે એક યુગલને જન્મ આપે છે અને તે યુગલનું અગણએંસી (૭૮) દિવસ પાલનપોષણ કરે છે. આ સમય ભોગભૂમિના રૂપમાં વિકૃત છે. ત્રીજા આરાના પ્રથમ અને મધ્ય વિભાગ સુધી આ સ્થિતિ ચાલુ રહી. આ બધામાં કોઈ પણ પ્રકારનું કષ્ટ થતું ન હતું. ત્રીજા આરાને એક પલ્યોપમનો આઠમા ભાગને સમય જ્યારે બાકી રહ્યો તે સમયે ભરતક્ષેત્રમાં કુલકર પેદા થયા. પઉમચરિય, મહાપુરાણ, હરિવંશપુરાણ, અને સિદ્ધાન્તસંગ્રહમાં ચૌદ કુલકરોનાં નામ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે છે: પઉમરિયમાં, ૧. સુમતિ ૨. પ્રતિશ્રુતિ ૩. સીમંકર ૪. સીમંધર ૫. ક્ષેમંકર ૬. ક્ષેમંધર ૭. વિમલવાહન ૮. ચક્ષુમાન ૯. યશસ્વી ૧૦. અભિચન્દ્ર ૧૧. ચન્દ્રાભ ૧૨. પ્રસેનજિત ૧૩. મરુદેવ ૧૪. નાભિ. આચાર્ય જિનસેન સંખ્યાની અપેક્ષાએ ચૌદ કુલકર માને છે, પરંતુ પહેલા પ્રતિચુત, બીજા સન્મતિ, ત્રીજા ક્ષેમકૃત, ચોથા ક્ષેમંધર, પાંચમા સીમંકર, છઠ્ઠા સીમધર–આ પ્રમાણે કંઈ બુટ્યમથી ક્રમ આપે છે. વિમલવાહનની આગળના બંને ગ્રંથોમાં (પહેમચરિય અને મહાપુરાણુ) નામ સમાનપણે મળે છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં આ ચૌદ નામની સાથે ઋષભનું નામ જોડીને પંદર કુલકર ગણાવવામાં આવ્યા છે. આ પ્રમાણે (સંખ્યાની) અપેક્ષાએ કુલકરની સંખ્યામાં મતભેદ જણાય છે. ચૌદ કુલકમાં પહેલા છ અને અગિયારમા ચન્દ્રાભ સિવાય સાત કુલકરોનાં નામ સ્થાનાંગ આદિ પ્રમાણે જ છે. જે ગ્રંથોમાં છ કુલકરોનાં નામ આપવામાં આવ્યાં નથી, એની પાછળ અમારી દૃષ્ટિએ તેઓ કેવલ પથ-પ્રદર્શક રહ્યા હશે. એમણે દંડ-વ્યવસ્થાનું નિર્માણ કર્યું હતું નહિ, એટલે એમને ગૌ માનીને ફક્ત સાત જ કુલકરને ઉલેખ કરવામાં આવ્યા છે. - ભગવાન ઋષભદેવ પ્રથમ સમ્રાટ થયા અને એમણે યૌગલિક સ્થિતિની સમાપ્તિ કરી કર્મભૂમિને પ્રારંભ કર્યો હતો, એટલે એમને કુલકર માન્યા નહીં હોય. જંબૂદીપપ્રજ્ઞપ્તિમાં એમને કુલકર કહ્યા છે. સંભવ છે કે માનવસમૂહના અર્થ માં કુલકર શબ્દ પ્રયોગ થયો હોય. કેટલાય આચાર્ય આ સંખ્યાભેદને વાચનાભેદ જ માને છે.* ૧. પઉમચરિય–૩/૫૦૫૫ આદ્યઃ પ્રતિકૃતિઃ પ્રિોક્તઃ, દ્વિતીયઃ સન્મતિમત, તૃતીય ક્ષેમકુન્નાસ્ના, ચતુર્થ: ક્ષેમધૂન્મનુ સીમકૃપંચમે ય, ષષ્ઠઃ સીમધદિષ્યતે, તતા વિમલવાહક ચક્ષષ્માનષ્ટ મતઃ યશસ્વાનનવમસ્તસ્માન, નાભિચન્દ્રોડયન્તરઃ, ચન્દ્રામોડસ્માત્પર, મરુદેવસ્તુતઃ પરમ ! પ્રસેનજિત્પર તસ્માનાભિ રાજસ્થતુર્દશઃ –મહાપુરાણ, જિનસેનાચાર્ય ૧, ૩, ૨૨૯-૨૩૨, પૃ. ૬૬ ૩. હરિવંશપુરાણમાં મહાપુરાણની જેમ જ ચૌદ કુલકરના નામ ઉપલબ્ધ થાય છે. – હરિવંશપુરાણ સર્ગ ૭, શ્લોક ૧૨૦–૧૭૦ ૪. સિદ્ધાંતસંગ્રહઃ પૃષ્ઠ ૧૮ ૫. જખ્ખદીપપ્રાપ્તિ, વ. ૨, સૂત્ર ૨૮ ૬. ઋષભદેવ : એક પરિશીલન, પૃ. ૧૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy