________________
ધર્મસ્થાનુગઃ એક સમીક્ષાત્મક અધ્યયન
સંકીર્ણ કથામાં કથાના બધા ગુણે વિદ્યમાન હોય છે. આ કથા શંગાર કરેલી યુવતીની જેમ મનહર હોય છે. આ કથામાં પ્રમુખપણે રાજા અથવા વિશિષ્ટ વ્યક્તિઓનાં શૌર્ય, પ્રેમ, ન્યાય, જ્ઞાન, શીલ, વૈરાગ્ય, સમુદ્રયાત્રાનાં સાહસ, આકાશગમન, પર્વતીય પ્રદેશની વિકટ યાત્રા, સ્વર્ગ-નરકનું વર્ણન, કેધ–માન–માયા-લોભ વગેરેનાં દુષ્પરિણામેનું મને વૈજ્ઞાનિક ચિત્રણ હોય છે.
ઉદ્યોતનસૂરિએ સંકીર્ણ કથાના ધર્મ કથા, અર્થ કથા અને કામકથા એવા ત્રણ ભેદ ગણાવ્યા છે, જ્યારે દશવૈકાલિકમાં ચારેને કથાના જ ભેદ (પ્રકાર) માનવામાં આવ્યા છે. અર્થ થા એ છે કે જેમાં માનવની આર્થિક સમસ્યાનું યોગ્ય સમાધાન કરવામાં આવ્યું હોય અને વળી તે સમાધાન આખ્યાન, દૃષ્ટાન્ત દ્વારા અભિવ્યક્ત પણ થયેલું હોવું જોઈએ.૧ રાજનૈતિક કથાઓને સમાવેશ પણ આ કથાની અન્તર્ગત થાય છે. કામકથામાં કેવલ રૂપસૌન્દર્યનું જ વિશ્લેષણ નથી હેતું પણ જાતીય સમસ્યાઓનું પણ વિશ્લેષણ હોય છે. સમાજના પરિશોધનમાં આ કથાઓને મહત્ત્વપૂર્ણ ફાળો છે.
ધર્મ કથામાં જીના વખતોવખત ઉદ્દબુદ્ધ વિવિધ પરિણામ-ભાને ઉદ્દઘાટિત કરનારા જીવન-પ્રસંગ તથા ધર્મ, શીલ, સંયમ, તપ આદિ જીવનને ઉજજવળ કરનાર ઘટનાઓનું નિરૂપણ થયેલું હોય છે. ઉદ્યોતનસૂરિએ આક્ષેપણું, વિક્ષેપણી, સંવેદની, નિવેદની–એમ કથાના ચારેય પ્રકારોને ધર્મ કથા અન્તર્ગત સમાવેશ કર્યો છે.
કથાસાહિત્યમાં ધર્મ કથા જીવનનું આમૂલ પરિવર્તન કરનારી શ્રેષ્ઠતમ કથા છે. એટલે જ આગમ સાહિત્યમાં પ્રાપ્ત થતી ધર્મકથાઓના વિવિધ પ્રસંગે પ્રસ્તુત ગ્રંથમાં પ્રથમ વાર સંકલિત-સંપાદિત કરવામાં આવ્યા છે. અમે હવે પછી આ અંગે તુલનાત્મક તેમ જ સમીક્ષાત્મક દૃષ્ટિએ વિચારણું પ્રસ્તુત કરીશું. કુલકર: એક વિશ્લેષણ
સુદીર્ઘ ભૂતકાળમાં ભગવાન ઋષભદેવના પૂર્વકાલમાં યૌગલિક વ્યવસ્થા ચાલી રહી હતી. આ વ્યવસ્થામાં ન તે કુલ હતું, ને તે વર્ગ હતો કે ન તે જતિ હતી. આ સમયમાં એક યુગલ જ સર્વ કાંઈ હતું. તે યુગલ સહજ શાંત અને નિર્દોષ જીવન જીવનારું હતું. કાલના પરિવર્તન સાથે આ વ્યવસ્થામાં પણ પરિવર્તન થવાથી જીવન અસ્તવ્યસ્ત થવા લાગ્યું ત્યારે કુલવ્યવસ્થાને વિકાસ થયો. પ્રસ્તુત વ્યવસ્થામાં લેકે કુલના રૂપમાં સંગઠિત થઈને રહેવા લાગ્યા. પ્રત્યેક કુલને એક મુખી હતા. તે કુલકર કહેવાતા. સમવાયાંગર સ્થાનાંગમાં ભગવતીપમાં સાત કુલકર જણાવવામાં આવ્યા છે. આવશ્યકનિર્યુક્તિ અને આવશ્યક ચૂર્ણિમાં પણ આ પ્રમાણે સાત કુલકરનાં નામ પ્રાપ્ત થાય છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, વસુદેવહિરડી અને ભરતેશ્વરબાહુબલીવૃત્તિ વગેરે તે પછીના સાહિત્યમાં પણ એનું અનુસરણ થયેલું છે. તે નામ આ પ્રમાણે છે–વિમલવાહન, ચક્ષમાન, થશોમાન, અભિચન્દ, પ્રસેનજિત, મરુ દેવ અને નાભિ આદિ માનવ
જૈન દષ્ટિએ કાલચકને બે ભાગમાં વિભક્ત કરવામાં આવ્યું છે: ૧, અવસર્પિણી અને ૨. ઉત્સર્પિણી. આ બે ભાગને પણ છ છ ભાગમાં વિભક્ત કરવામાં આવ્યા છે. એને જૈન પારિભાષિક શબ્દમાં ‘આરાકહેવામાં આવ્યા છે. અવસર્પિણી કાલમાં પ્રત્યેક વસ્તુ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ—એ બધી દૃષ્ટિએ ક્ષીણ થતી જાય છે અને ઉત્સર્પિણી કાળમાં વસ્તુને વર્ણ, ગંધ, રંગ અને સ્પર્શની દૃષ્ટિએ પ્રતિપલ–પ્રતિક્ષણ ઉત્કર્ષ થાય છે. અવસર્પિણી કાલના છ આરા આ પ્રમાણે છે: ૧. સુષમ-સુષમ ૨. સુષમ ૩. સૂષમા-દુષમ ૪. દુષમ-સુષમ પ. દુષમ ૬. દુષમા–દુષમ ઉત્સર્પિણીમાં આને વ્યક્રમ
થાય છે.
–કુવલયમાલા ૪, ૨૧
૧. સમરાઈચ કહા, કેબી. પુ. ૨. ૨. સાં ઉણ ધમ્મ કહા ણણુ-વિહ-જીવ–પરિણામ–ભાવ-
વિભાવણુā ૩. સમવાયાંગ, ૧૫૭ ૪. સ્થાનાંગ, ૭૬૭ ૫. ભગવતી, ૫,૬,૩ ૬. આવશ્યકનિર્યુક્તિ, મલયગિરિવૃત્તિ, ૧૫૨/૧૫૪ ૭. આવશ્યકચૂર્ણિ ૧૨૯. ૮. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, ૧, ૨, ૧૪૨૨૦૬ ૯. વસુદેવહિરડી, નીલયશાલંબક-સંપદાસગણિ વિરચિત. ૧૦. ભરતેશ્વરબાહુબલિત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org