________________
ધર્મકથાનુગ ઃ એક સમીક્ષાત્મક અધ્યયન
સંવેદની કથાના પણ ચાર પ્રકાર જણાવવામાં આવ્યા છે –-૧, ઈહલોક સંવેદની–માનવજીવનની અસારતા પ્રદર્શિત કરનારી કથ. ૨. પરલેક સંવેદની–દેવ, તિર્યંચ વગેરે જન્મની મેહમયતા તથા દુખમયતા પ્રદર્શિત કરનારી કથા. ૩. આત્મશરીર સંવેદની–પિતાના શરીરની અશુચિતાનું પ્રતિપાદન કરનારી કથા. ૪. પર-શરીર સંવેદની કથા અન્યના શરીરની અશુચિતાનું પ્રતિપાદન કરનારી કથા.
સ્થાનાંગવૃત્તિકારે સંવેદની કથાની જે વ્યાખ્યા આપી છે, તે વ્યાખ્યા દશવૈકાલિકનિયુક્તિ અને મૂલારાધનાની રે વ્યાખ્યાથી જુદી છે. એમના મત પ્રમાણે આ કથામાં વૈક્રિય શુદ્ધિ તથા જ્ઞાન, દર્શન-ચરિત્રની શુદ્ધિનું કથન હોય છે. અણિમા, મહિમા વગેરે નામની વિક્રિયા છે. આ વિક્રિયારૂપ પ્રયોજન સિદ્ધ કરનાર શરીર વૈક્રિય છે. એના નિર્માણમાં જે દેષ લાગે છે એનું શુદ્ધીકરણ કરવું તે વૈક્રિય શુદ્ધિ કહેવાય છે (જુઓ, સવાર્થ સિદ્ધિ ૨/૩૬ તથા તત્વાર્થ શ્રત આગરીયા વૃત્તિ ૨/૩૬). ધવલાની દૃષ્ટિએ આ કથામાં પુણ્યફળનું વર્ણન કરવામાં આવે છે.
નિર્વેદની કથા પણ ચાર પ્રકારની છે:
(૧) ઈહલોકમાં દુચી કમ આ જ લેકમાં દુઃખમય ફળ આપનારાં બને છે. (૨) ઇલેકમાં દુઃચીણું કર્મ પરલોકમાં દુઃખમય ફળ આપનારાં બને છે. (૩) પરલોકમાં સુચીણું કર્મ ઈહલેકમાં દુઃખમય ફળ આપનારાં બને છે. (૪) પરલોકમાં દુઃચીણું કર્મ પરલોકમાં જ દુઃખમય ફળ આપનારાં બને છે.
પ્રકારાન્તરે નિવેદની કથાના બીજ પણ ચાર પ્રકાર જણાવવામાં આવ્યા છે:
(૧) ઇલેકમાં કરેલ સુચીણું કર્મ એ જ લેકમાં સુખમય ફળ આપનારાં બને છે. (૨) ઈહલોકમાં (કરેલ) સુચીણું કર્મ પરલોકમાં સુખમય ફળ આપનારાં બને છે. (૩) પરલોકમાં (કરેલ) સુચીણું કર્મ ઈહલેકમાં સુખમય ફળ આપનારાં બને છે. (૪) પરલોકમાં (કરેલ) સુચીણું કર્મ પરલોકમાં સુખમય ફળ આપનારાં બને છે.
નિવેદની કથાના સ્થાનાંગમાં આઠ વિકલ્પ આપવામાં આવ્યા છે. આથી એ સ્પષ્ટ થઈ જાય છે કે પુણ્ય અને પાપ એ બનેનાં ફળનું કથન આ કથાને વિષય છે. નિવેદની વ્યાખ્યામાં કોઈ ફરક નથી. ધવલાકારની દૃષ્ટિએ આ કથામાં પાપના ફલ અંગે કથન હોય છે.
વિદ્યોતનસૂરિએ કુવલયમાલામાં કથાના પાંચ પ્રકાર જણાવ્યા છે. (૧) સકલ કથા (૨) ખંડ કથા (૩) ઉલ્લાપ કથા (૪) પરિહાસ કથા (૫) સંકીર્ણ કથા. જે કથાના અંતે બધા પ્રકારની અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય તે સકલ કથા કહેવાય. ૧ ખંડ કથામાં કથાવસ્તુ અત્યંત ટૂંકું હોય છે. ઉ૯લાપ કથામાં સમુદ્રયાત્રા અથવા સાહસપૂર્વક કરવામાં આવેલા પ્રેમનું નિરૂપણ હોય છે. પરિહાસ કથા હાસ્ય-વ્યંગ્યાત્મક કથા હોય છે. આમાં કથાનાં અન્ય તત્તવોને પ્રાયઃ અભાવ હોય છે. સંકીર્ણ કથાને દશવૈકાલિકનિર્યુક્તિમાં મિશ્ર કથા પણ કહેવામાં આવી છે. જે ક્યામાં ધર્મ, અર્થ અને કામ–આ ત્રણ પુરુષાર્થોનું નિરૂપણ હોય તેને સંકીર્ણ અથવા મિશ્ર કથા કહેવાય. આચાર્ય હરિભદ્રે પ્રસ્તુત પરિભાષાને સ્વીકાર કરતાં લખ્યું છે કે કથાસૂત્રોમાં પરસ્પર તારતમ્ય હોવું જોઈએ. ઉદ્યોતનસૂરિને અભિપ્રાય એવો છે કે ૧. વરિય વિઉધ્વણિટ્રિઢી નાણ–ચરણદંસણુણુ તહ ઈઢી ઉવઈરસ ખલુ જહિયે, કહાઈ સંવેપણુઈ રસે.
–દશવૈકાલિકનિર્યુક્તિ ગાથા ૨૦૦. ૨. સંવેણુ પુણુ કહા, હુણ ચરિત્ર તવ વીરિય ઈટ્રિઢ ગદા ! –મૂલારાધના, ૬૫૭ ૩. સંવેવણ નામ પુણ્ય ફળ સંકહા, કાણિ પણ ફલાનિ ? તિર્થયર–ગણુહર–રિસિ-ચક્રવદિ બલદેવ-વાસુદેવ સુર
વિજmહરિધ્ધઓ ! –ષખડાગમ ભાગ ૧, પૃ. ૧૦૫. ૪. ણિયવી સુમ પાવ–ફલ સંહા, કાણિ પાવ-ફલાણિ? રિય-તિરિય કુમાણુસ-રણીસુ જઈ જરા-મરણ વાહિ
વેણુ-દાલિદ્દાદીણિ. સંસાર–સરીર–ભોગેસ-વેરગુપ્પાઈણી ણિઘેયણ ણામ -૧ખડાગમ, ભાગ ૧, પૃ. ૧૦૫. ૫. તાઓ પણ પંચ કહા, તું જહા–સયલકા, ખંડકા, ઉલાવ કહા, પરિહાસ કહા તહ સંકિષ્ણ કહા ત્તિ ણાયવ્વા
-કુવલયમાલા, ૪-૫ ૬. સમસ્ત ફલાન્તતિ વૃત્તવર્ણના સમરાદિત્યાદિત સકલ કથા –કાવ્યાનુશાસન, અધ્યાય ૫. સૂ. ૮–૧૦, પૃ. ૪૬૫ ૭. ધમ્મ અર્થે કામો ઉવઈસઈ જન્ત સુત્ત કવેસુ, લેગે વેએ સમયે સા ઉ હા મીસિયા ગુમ
-દશવૈકાલિક નિર્યુક્તિ, ગા. ૨૦૬, પૃ. ૨૨૭ ૮. સવ્વ–કહા–ગુણ જરા સિંગાર-મહરા સુરઈયંગી સવ્વ–કલાગમ–સુહયા સંકિરણ-મહત્તિ /યવ્યા
-કુવલયમાલા ૪, ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org