SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ધર્મ સ્થાન ગ–મહાવીર તીર્થમાં ગર્દભાલિ અને સંજય રાજ : સૂત્ર ૪૮૭ ઘોડા ઉપર બેઠેલ રાજા શીઘ્રતાથી ત્યાં આવ્યો, જ્યાં મુનિ દયાનમાં લીન હતા. મરેલા મૃગને જોતાં તેણે ત્યાં અનગારને પણ જોયા. (૬) સંજય દ્વારા ક્ષમાયાચના – ૪૮૩. મુનિને જોઈને રાજા એકદમ ભયભીત થઈ ગયો. તેણે વિચાર્યું-હું કેટલો મન્દપુણ્યભાગ્યહીન, રસલોલુપ અને ઘાતકી છું કે વ્યર્થ જ મેં મુનિને આઘાત પહોંચાડ્યો.” (૭) ઘોડા ઉપરથી ઊતરીને તે રાજાએ વિનયપૂર્વક અણગારના ચરણમાં વન્દન કર્યું અને કહ્યું કે “હે ભગવન્! મારા આ અપરાધની ક્ષમા કરો.” (૮) તે અણગાર ભગવાન મૌનપૂર્વક ધ્યાનમાં લીન હતા, તેથી તેમણે રાજાને પ્રત્યુત્તર આપ્યો નહિ. આથી રાજા વધુ ભયભીત થયા. (૯) “હે ભગવનું ! હું સંજય છું. મને પ્રત્યુત્તર તે આપો.[હું જાણું છું કે ક્રોધાયમાન થયેલા અણગાર પોતાના તેજથી કરોડો મનુષ્યોને પણ બાળી નાખે. (૧૦) ગર્દભાલિ મુનિ દ્વારા ઉપદેશ ૪૮૪. “હે રાજા ! તને અભય છે. તું પણ અભય દાતા બન, આ અનિત્ય જીવલોકમાં તું શા માટે હિંસામાં આસક્ત થાય છે? (૧૧) અનિત્ય જીવલોકમાંની બધી વસ્તુઓનો ત્યાગ કરીને જો તારે અવશપણે જવાનું છે તો પછી રાજ્યમાં શા માટે આસક્ત થાય છે? (૧૨) હે રાજન ! જેમાં તું મોહ પામે છે એ જીવન અને રૂપ તે વીજળીના ચમકાર જેવાં ચંચળ છે; તે પરલોકનું હિત કેમ સમજતો નથી ? (૧૩). સ્ત્રીઓ અને પુત્રો તેમ જ મિત્રો અને બાન્ધવે જીવતાને આધારે જીવે છે, કોઈ પણ મરેલ વ્યક્તિની પાછળ નથી જતું-અર્થાત્ મરણ સમયે કોઈ સાથે નથી આવતું. (૧૪) - પરમ દુખ પામેલા પુત્રો મરણ પામેલા પિતાને ઘરેથી બહાર (સ્મશાનમાં) લઈ જાય છે. એ જ પ્રમાણે પુત્રને પિતા અને બંધુઓ બંધુને લઈ જાય છે. માટે હે રાજન! તપનું આચરણ કર. (૧૫) મૃત્યુ બાદ મૃત વ્યક્તિ દ્વારા ઉપાર્જિત કરેલ દ્રવ્ય અને રક્ષેલી સ્ત્રીઓને હુષ્ટ, તુષ્ટ અને અલંકૃત થયેલા બીજાઓ ભોગવે છે. (૧૬) તેણે પોતે જે કંઈ શુભ અથવા અશુભ કર્મ કર્યું હોય એ કર્મની સાથે જ તે બીજા ભવમાં જાય છે.” (૧૭) મનની પાસે રાજાની પ્રવજ્યા૪૮૫. તે અણગારની પાસે ધર્મ સાંભળી રાજા મોક્ષનો અભિલાષી અને સંસારથી વિમુખ થઈ ગયો. (૧૮) - સંજયે રાજ્યનો ત્યાગ કરીને ભગવાન ગદંભાલિ અણગારની પાસે જિનશાસનની દીક્ષા લીધી. (૧૯) ક્ષત્રિય મુનિના પ્રશ્નો૪૮૬, રાષ્ટ્ર-રાજયને ત્યાગ કરીને જેણે દીક્ષા લીધી હતી એવા ક્ષત્રિય મુનિએ એક દિવસ સંજય મુનિને કહ્યું : “તમારું આ રૂપ–બાહ્ય રૂપ જેટલું પ્રસન્ન-નિર્વિકાર છે તેટલું જ તમારું આંતરમન પણ પ્રસન્ન છે. (૨૦) તમારું નામ શું? તમારું ગોત્ર કયું છે? તમે શા માટે બ્રાહ્મણ થયા છો? તમે બુદ્ધોની કેવી રીતે સેવા કરો છો ? તમે વિનીત શી રીતે કહેવા છો ?” (૨૧) સંય મુનિ દ્વારા આત્મકથા નિવેદન– ૪૮૭. મારું નામ સંજય છે, તથા ગોત્ર ગૌતમ છે. વિદ્યા અને આચારના પારગામી ગઈભાલિ મારા આચાર્ય છે. (૨૨) ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ એ ચાર સ્થાન વિશે પરિમિત જ્ઞાનવાળો માણસ શું કહી શકે ? (૨૩) તત્ત્વવેત્તા, મોક્ષને પામેલા, વિદ્યા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy