SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનગ–મહાવીર તીર્થમાં ગર્દભાલિ અને સંજય રાજ : સૂત્ર ૪૮૨ ૧૭૧ પંડિત પુરુષ એમ જ કરે છે અર્થાતુ ભોગોથી સહસા નિવૃત્ત થાય છે. (૯૭) મહાને પ્રભાવશાળી, મહાન યશસ્વી મૃગાપુત્રનું આ સૌમ્ય ચરિત્ર સાંભળી, ઉત્તમ પ્રકારની તપશ્ચર્યા અને સંયમને આરાધી તથા ત્રણ લોકમાં પ્રસિદ્ધ એવી ઉત્તમ મોક્ષગતિને લક્ષમાં રાખીને–(૯૮) તેમજ દુ:ખવર્ધક, ભયના મહાન નિમિત્તરૂપ અને આસક્તિ વધારનાર એવા ધનને ઓળખ્યા પછી તજી દઈને સાચા સુખને લાવનાર, મુક્તિયોગ્ય ગુણ પ્રકટાવનાર અને સર્વશ્રેષ્ઠ એવી ધર્મરૂપ ધુરા ધારણ કરો. (૯૯) –એમ હું કહું છું. કર્યો, જેવી રીતે મહાન સર્પ કાંચળી ઉતારે છે તેમ. (૮૭) સમૃદ્ધિ, ધન, મિત્રો, સ્ત્રી, પુત્રો અને સ્વજનોને વસ્ત્ર પર લાગેલી ધૂળને ખંખેરી નાખે તેમ બધાને તજીને સંયમયાત્રા માટે નીકળી પડ્યો. (૮૮) પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ સમિતિઓથી સમિત, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, આત્યંતર અને બાહ્ય તપશ્ચર્યામાં ઉદ્યમવંત-(૮૯). મમતારહિત, અહંકારરહિત, સંગરહિત અને ગર્વને છોડી ત્રસ તેમજ સ્થાવર જીવો પર સમદષ્ટિ–(૯૦) વળી લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુ:ખમાં, જીવનમાં કે મરણમાં, નિંદામાં કે પ્રશંસામાં અને માનમાં કે અપમાનમાં સમત્વના સાધક-(૯૧) ગવ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય અને શેકથી નિવૃત્ત, નિદાન અને બંધનથી મુક્ત (૯૨) આ લોકમાં અનાસક્ત અને પરલોકમાં અનાસક્ત, વાંસલાથી શરીરને કાપે કે ચંદન લગાડે તથા આહાર મળે કે ન મળે તે તરફ પણ સમભાવવાળા-(૮૩) અને અપ્રશસ્ત એવાં પાપોના આસ્રવથી (આગમનથી) તે સર્વ પ્રકારે રહિત થયા, તેમ જ આધ્યાત્મિક ધ્યાનમાં યોગ વડે કષાયોનો નાશ કરીને પ્રશસ્ત સંયમના શાસનમાં સ્થિર થયા. (૯૪). એ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિશુદ્ધ ભાવનાઓથી પોતાના આત્માને વિશુદ્ધ બનાવીને, (૯૫) ઘણાં વર્ષો સુધી ચારિત્ર (સાધુપણુ) પાળીને, એક માસનું અનશન કરી શ્રેષ્ઠ સિદ્ધગતિને પામ્યાં. (૯૬) જેમ મૃગાપુત્ર રાજર્ષિ ભેગથી તરુણ વયમાં નિવૃત્ત થયા તેમ તત્ત્વને જાણનારા ૩૬. મહાવીર-તીર્થમાં ગર્દભાલ અને સંજય રાજા સંજયરાજાને મુનિની સમીપમાં મૃગવધ૪૮૨. કાંડિલ્યનગરમાં સૈન્ય અને વાહનોથી સુસંપન્ન સંજય નામે રાજા હતો. એક દિવસે તે મૃગયાશિકાર કરવાને માટે નીકળ્યા. (૧) તે રાજા મોટા હયસૈન્ય, ગજસૈન્ય, રથસૈન્ય તેમ જ પાયદળ વડે ચારે બાજુથી વીંટળાયેલો હતો. (૨) રાજા ઘોડા ઉપર આરૂઢ હતા, રસમાં મૂચ્છિત એવા તેણે કાંપિલ્યનગરના કેશર ઉદ્યાનમાં મૃગોને સૃભિત કર્યા અને પછી ત્યાં ભયભીત અને થાકેલા મુગોને તેણે વધ કર્યો. (૩) હવે, તે કેશર ઉદ્યાનમાં એક તપસ્વી અનગાર ધર્મધ્યાનમાં અને સ્વાધ્યાયમાં લીન થયેલા હતા. (૪) આઅવનો ક્ષય કરવામાં ઉદ્યત એવા તે અનગાર આસ્ફોટલનાના મંડપમાં ધ્યાન ધરતા હતા. તેમની પાસે આવી પહોંચેલા એક મૃગને પણ રાજાએ વધ કર્યો. (૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy