________________
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૨૫
૧૦૮
(-છંદવિશેષનું જ્ઞાન), ૨૫. ગીનિ (-છંદવિશેષનું જ્ઞાન), ૨૬. શ્લોક (સંસ્કૃત છંદોનું જ્ઞાન), ૨૭. હિરયુક્તિ (રૂપાનાં ઘરેણાંનું જ્ઞાન), ૨૮. સુવર્ણયુક્તિ (સોનાનાં ઘરેણાંનું શાન), ૨૯. ચૂર્ણયુક્તિ (સ્નાન, મંજન વગેરેનાં ચૂર્ણ બનાવવાની વિદ્યા), ૩૦. આભરણવિધિ, ૩૧. તરુણી પ્રતિકર્મ (યુવતીની સજાવટનું જ્ઞાન), ૩૨. સ્ત્રી-, ૩૩. પુરુષ– ૩૪. હય-, ૩૫. ગજ-, ૩૬. ગાય-, ૩૭. કુકકુટ, ૩૮. છત્ર-, ૩૯. દડ, ૪૦. અસિ-, ૪૧. મણિ-૪૨. કાકણીરત્ન-એ બધાનાં લક્ષણનું શાસ્ત્રીય જ્ઞાન, ૪૩. વાસ્તુવિદ્યા, ૪૪. કંધાવારમાન (લૈન્યની છાવણી નાંખવાનું જ્ઞાન), ૪૫. નગરમાન (નગરરચનાનું જ્ઞાન), ૪૬. બૃહ (સૈન્યની ભૂહરચનાનું જ્ઞાન), ૪૭. પ્રતિ (શત્રુના બૂહનું જ્ઞાન), ૪૮. ચાર (જાસૂસકળા), ૪૯, પ્રતિચાર (પ્રતિજાસૂસ), ૫૦. ચક્રભૂહ, ૫૧. ગરુડબૃહ, પર. શકટયૂહ-(વગેરે યુદ્ધબૃહોનું જ્ઞાન), પ૩. યુદ્ધ, ૫૪. નિયુદ્ધ (બાહુયુદ્ધ), ૫૫. યુદ્ધાતિયુદ્ધ (મોટું યુદ્ધ), વ૬. દષ્ટિયુદ્ધ, ૫૭. મુષ્ટિયુદ્ધ, ૫૮. બાહુયુદ્ધ પ૯, લતાયુદ્ધ (લતાની માફક વીંટળાઈને કરાતું યુદ્ધ) ૬૦. ઇધ્વસ્ત્ર (બાણ અને અસ્ત્રોનું જ્ઞાન) ૬૧. સરુપ્રવાદ (તલવાર વિદ્યા) ૬ર. ધનુર્વેદ, ૬૩. હિરણ્યપાક (રૂપું બનાવવાની યુક્તિ), ૬૪. સુવર્ણપાક (સોનું બનાવવાની યુક્તિ), ૬૫. સૂત્રખેલ (દોરીઓના ખેલકઠપૂતળીના ખેલ?), ૬૬. વસ્ત્રખેલ (વસ્ત્રની રમતો ?), ૬૭. નાલિકાખેલ (નળીઓની રમત?), ૬૮. પત્રણેઘ (પાંદડાને કોરી વિવિધ આકૃતિઓ બનાવવાની કળા), ૬૯. કટચ્છેદ્ય (વસ્તુઓના કુશળતાપૂર્વક છેદનની વિદ્યા), ૭૦. સજીવ (મરેલી ધાતુઓને સહજરૂપમાં લાવવાની વિદ્યા), ૭૧. નિજીવ (ધાતુઓને મારવાનું જ્ઞાન) અને ૭૨. શકુનરુત (પક્ષીઓની ભાષા સમજવી).
ત્યારે તે કળાચાર્યું મેઘકુમારને ગણિત પ્રધાન લેખન આદિથી લઈ શકુનરુત સુધીની
બોંતેર કળાઓ સૂત્ર, અર્થ અને કરણ સાથે સિદ્ધ કરાવી, શીખવી, અને પછી તેના માતા
પિતાની પાસે લઈ આવ્યો. ૩૨૬, ત્યારે મેઘકુમારનાં માતા-પિતાએ કળાચાર્યનું
મધુર વચનોથી અને વિપુલ વસ્ત્ર, ગંધ, માળા, અને અલંકારો વડે સત્કાર-સન્માન કર્યું, સન્માન કરી જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપી વિદાય આપી.
ત્યારે તે મેઘકુમાર બોંતેર કળાઓમાં નિપુણ થઈ ગયો, એનાં નવે અંગ-(બે કાન, બે આંખ, બે નાસિકા, જિહવા, ત્વચા અને મન, જે બાલ્યાવસ્થાના કારણે) સુપ્ત અર્થાત્ અપરિપકવ હતાં તે જાગ્રત થઈ ગયાં. તે અઢારે દેશી ભાષાઓમાં વિશારદ થઈ ગયો, ગીતરસિક, ગીત-નૃત્યમાં કુશળ બની ગયો, અશ્વયુદ્ધ, ગજયુદ્ધ, અને બાહુયુદ્ધમાં નિષ્ણાત બની ગયો, પોતાની ભુજાઓથી શત્રુનું મર્દન કરવામાં સમર્થ થઈ ગયો, ભોગ ભોગવવા માટે સમર્થ, સાહસિક અને વિકાળચારી અર્થાત્ ગમે તે સમયે ગમે ત્યાં જવા શક્તિમાન થઈ ગયો.
મેઘનું પાણિગ્રહણ ૩૨૭. ત્યાર પછી તે મેઘકુમારનાં માતાપિતાએ તેને
જ્યારે મેં તેર કળાઓમાં પંડિત થયેલો યાવત્ વિકાલચારી બનેલા જોયા ત્યારે આઠ શ્રેષ્ઠ પ્રાસાદો તેના માટે નિર્માણ કરાયા–જે અત્યંત ઊંચા હતા, ઉજજવળ હતા, મણિરત્ન અને સુવર્ણની વિવિધ રચનાવાળા હતા, વાયુથી લહેરાતી અને વિજયની સૂચક એવી વૈજયંતી ધ્વજા યુક્ત હતા, છત્રાતિછત્રયુક્ત હતા, પોતાનાં શિખરોથી જાણે કે આકાશને ઓળંગતા હોય એટલા ઊંચા હતા, એની જાળીઓની વચ્ચેના રત્નોના પંજર જાણે કે એમનાં નેત્રો હોય એવાં હતાં, એમાં મણિ-સુવર્ણની બનેલી થાંભલીઓ હતી, એમાં ચિત્રિત કરેલા શતપત્ર અને પંડરીકે જાણે કે સાક્ષાત્ વિકસતાં કમળો હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org