________________
૧૦૮
ધર્મકથાનુગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૨૫
ચાલતો તે જેવી રીતે પવનરહિત અને બાધારહિત ગિરિકંદરામાં રહેલું ચંપકનું વૃક્ષ વધે
તેમ સુખપૂર્વક ઊછરવા લાગ્યો. ૩૨૪. ત્યાર પછી તે મેઘકુમારના માતાપિતાએ
અનુક્રમે નામકરણ, જમણ, ચંક્રમણ (પગે ચલાવવું), ચૂલોપનયન (શિખા રાખવી) આદિ સંસ્કારો ખૂબ જ ધામધૂમપૂર્વક કર્યા.
ધોઈ સ્વચ્છ બન્યા, પરમ સ્વચ્છ બન્યા પછી તે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજન, સેના અને ગણનાયકો યાવતું સંધિપાલો આદિને તેણે વિપુલ પુષ્પ, ગંધ, માળાઓ અલંકારો વડે સત્કાર્યા, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરી પછી આ પ્રમાણે કહ્યું –
જ્યારે અમારો આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારે (તેની માતાને) અકાળ મેધ સંબંધી દોહદ પેદા થયો હતો, આથી આ બાળકનું નામ મેઘ એવું રાખીએ” આ રીતે તે બાળકના માતા-પિતાએ તેનું ગુણનિષ્પન્ન એવું મેધ” નામ પાડ્યું.
મેઘનું લાલન-પાલન– ૩૨૩. ત્યાર પછી તે મેઘકુમારને પાંચ ધાવમાતા
ઓએ સંભાળી લીધો. તે પાંચ ધાવમાતા આ પ્રમાણે-ક્ષીરધાત્રી (દૂધ પીવડાવનાર ધાવ), મંડનધાત્રી (આભૂષણ-શોભા કરાવનાર ધાત્રી), મજજન ધાત્રી (સ્નાન કરાવનાર ધાત્રી), ક્રીડાવન ધાત્રી (રમાડનાર ધાત્રી) અને અંકધાત્રી (સુવડાવનાર ધાત્રી)-આ બધી ધાત્રીઓ મેઘકુમારનું લાલનપાલન કરવા લાગી. એમના સિવાય બીજી પણ અનેક કુજા, ચિલાતી, વામન, વડભી, બર્બરી, બકુશી, યવની, પલ્હવિકા, ઇસનિકા, પારુકિની, લસિકા, લકુશી, દ્રવિડી, સિંહલી આરબી, પુલિંદી, પકવણી, બહલી, મુરુંડી, શાબરી, પારસી વગેરે વિવિધ દેશની, વિદેશની તથા ઈગિત (મુખાદિની ચેષ્ટા), ચિંતિત (મને વ્યાપાર ), પ્રાર્થિત (અભિલષિત ) પદાર્થોને જાણનારી, પોતપોતાના દેશનો વેશ ધારણ કરનારી, નિપુણ, કાર્યકુશળ, વિનયી દાસીઓના સમૂહ તથા વર્ષધર, કંચુકિ, મહત્તરક, આદિના સમૂહ વચ્ચે એક હાથમાંથી બીજા હાથમાં ઉચકાને, એક ખોળામાંથી બીજા ખોળામાં બેસાડાતો, ગીતોથી ખુશ કરાતો, આંગળી પકડી ચલાવાતો, લાડ કરાતો અને રમણીય મણિમય ભૂમિતળ પર ઢીંચણભર
મેઘનું કળાગ્રહણ– ૩૨૫. ત્યાર પછી આઠથી કઈક અધિક વર્ષનો થયો
એટલે મેઘકુમારને તેના માતાપિતાએ શુભ તિથિ, કરણ, મુહુર્ત જોઈને કલાચાર્ય પાસે [કળા શીખવા મોકલ્યા.
ત્યારે તે કલાચાર્યે મેઘકુમારને લેખન અને ગણિતથી લઈને શકુનરુત સુધીની બોતેર કળાઓ સૂત્ર, અર્થ અને કરણ (પ્રાગ) સાથે સિદ્ધ કરાવી, શીખવી. તે કળાઓ આ પ્રમાણે છે– ૧. લેખન, ૨. ગણિત, ૩ રૂપ (માટી, ધાતુએ, વસ્ત્રો વ.માં રૂપ-આકૃતિનું નિર્માણ), ૪. નાટ્ય (અભિનય સાથે અને અભિનય વિનાનું નૃત્ય), પ. ગીત, ૬.વાદિત્ર, ૭. સ્વરગત (સંગીતના સ્વરોનું જ્ઞાન), ૮. પુષ્કરગત (પુષ્કર અર્થાત્ મૃદંગ આદિનું જ્ઞાન?), ૮. સમતાલ (ગીત આદિના તાલનું જ્ઞાન), ૧૦. ઘત, ૧૧. જનવાદ (એક પ્રકારનું વ્રત), ૧૨. પાશક (પાસાની રમત), ૧૩. અષ્ટાપદ (ચોપાટ), ૧૪. પુર:કાવ્ય (શીઘ્રકવિત્વ), ૧૫. દઢમૃત્તિકા (મિશ્રિત દ્રવ્યોના પૃથક્કરણની વિદ્યા), ૧૬, અન્નવિધિ (પાકવિદ્યા), ૧૭. પાનવિધિ (મદ્ય વગેરે પીણા અંગેની વિદ્યા), ૧૮. વસ્ત્રવિધિ (વસ્ત્રો અંગેનું જ્ઞાન), ૧૯. વિલેપનવિધિ, ૨૦. શયનવિધિ (શયન-કેમ સૂવું તે અંગેનું જ્ઞાન), ૨૧. આર્યા (આર્યા છંદના ભેદોનું જ્ઞાન), ૨૨. પ્રહેલિકા (ઊખાણા રચવા અને ઉકેલવાનું જ્ઞાન), ૨૩. માગધિકા (માગધિકા છંદ કે માગધ-ચારણો આદિ દ્વારા રચાતાં સ્તુતિકાવ્યોનું જ્ઞાન), ૨૪. ગાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org