SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ધર્મ કથાનુયોગ–મહાવીર તીર્થમાં મેઘકુમાર શ્રમણ સૂત્ર ૩૨૮ તે તિલક રત્નોથી રચિત અર્ધચન્દ્રકાર સોપાનોથી યુક્ત હતા, અથવા એની દીવાલ ચંદન આદિના થાપાથી ચર્ચિત હતી, તે અનેક પ્રકારની મણિમય માળાએથી અલંકૃત હતા, એમનાં ગણોમાં તપેલા સોનાના કણો જેવી વેળુ ( રેતી) પાથરેલી હતી, જેનો સ્પર્શ સુખદ હતો, તે બધા મનને આનંદ આપનાર, સુંદર આકારના યાવતુ મનોભિરામ હતા. તે ઉપરાંત એક મહાન ભવનનું પણ નિર્માણ કરાવ્યું. તે ભવન સંકડો રતવાળું, લીલા કરતી શાલભંજિકાઓ યુક્ત, ઊંચી અને સુનિર્મિત વજરત્નની વેદિકાઓ અને તોરણ યુક્ત હતું, મનોહર પુનળીવાળા ઉત્તમ, મોટા અને પ્રશસ્ત વૈદૂર્યરત્નના તંભો તેમાં હતા, તે અનેક પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નાથી ઉજ્જવળ હતુ, તેનું ભૂમિતળ તદ્દન સમતળ, વિશાળ, પાકું અને રમણીય હતું, તે ભવનમાં ઇહામૃગ, વૃષભ, તુરગ, મનુષ્ય, મકર, પક્ષીઓ, વ્યાળ, કિન્નર, રુરુ, શરભ, અમર, કુંજર, વનલના, પાલતા, આદિની આકૃતિઓ ચિત્રિત હતી, સ્તંભો પર વજનની બનેલી વેદિકાના લીધે તે રમણીય લાગતું હતું, તેમાં વિદ્યાધરોનાં યુગલો યંત્રથી ચાલતાં જણાય એવી રચના હતી, હજારો કિરણોથી પ્રકાશિત અને હજારો આકૃતિથી તે ભવન દીપ્યમાને, અતિ દેદીપ્યમાન હતું, દર્શકો માટે નયનાકર્ષક હતું, તેને સ્પર્શ સુખદ હતો, તેનું રૂપ શોભાસંપન્ન હતું, તેમાં સુવર્ણ, મણિ અને રત્નોની બનેલી થાંભલીઓ હતી, વિવિધ પ્રકારની ઘંટડીયુક્ત પંચરંગી પતાકાઓથી જેનું શિખર શોભતું હતું, તે ચતરફ ધવલ પ્રકાશ કિરણો પ્રસરાવતું હતું, તે લીંપેલું અને ચંદરવાથી સજાવેલું હતું. યાવત્ ગંધવર્તિકા (ધૂપસળી) જેવું સુગંધિત, પ્રાસાદિક યાવત્ મનોભિરામ હતું. ત્યાર બાદ મેઘકુમારનાં માતા-પિતાએ શુભતિથિ, કરણ, નક્ષત્ર, મુહૂર્તમાં, શરીર-પરિમાણમાં સમાન વયની, સમાન ત્વચા (વર્ણની), સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણવાળી તથા પોતાના સમાન રાજકુળોમાંથી પસંદ કરેલી આઠ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે મેઘકુમારનું એક જ દિવસમાં પાણિગ્રહણ કરાવ્યું, ત્યારે અલંકાર ધારણ કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓએ મંગળગીતો ગાયાં અને મંગળવિધિ કર્યો. પ્રીતિદાન– ૩૨૮. ત્યાર બાદ તે મેઘકુમારનાં માતા-પિતાએ આ આવા પ્રકારનું પ્રીતિદાન આપ્યું-આઠ કરોડ હિરણ્ય (ચાંદીની મહોરો), આઠ કરોડ સુવર્ણ મહોરે, આદિ ગાથાઓ અનુસાર કહેવું-થાવત્ દાસી અને બીજું પણ વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, પ્રવાળ, માણેક આદિ સારરૂપ દ્રવ્ય આપ્યું જે સાત પેઢી સુધી દાન દેતાં, ભોગવતાં કે વાપરતાં અને વહેંચતાં ખૂટે નહીં તેટલું હતું. ત્યાર બાદ તે મેઘકુમારે પ્રત્યેક ભાર્યાને એક એક હિરણ્યકોટિ આપી વાવ-એક એક દાસી તથા બીજું પણ વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, પ્રવાળ, માણેક આદિ સારરૂપ દ્રવ્ય આપ્યું કે જે સાત પેઢી સુધી ઇચ્છા પ્રમાણે આપતાં, ભોગવતાં અને વહેચતાં પણ ખૂટે નહીં તેટલું હતું. ત્યાર બાદ તે મેઘકમર શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરના ભાગે રહી મૂદ ગાના ધ્વનિ સાથે ગુજતા યાવતું મનુષ્ય સંબંધી કામ માગે ભગવતે સુખપૂર્વક રહેવા લાગ્યો. મહાવીર-સમવસરણ– ૩૨૯. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમે વિહાર કરતા કરતા, ગામોગામ ફરતા ફરતા, સુખપૂર્વક વિચરતા જ્યાં રાજગૃહ નગર હતું, જ્યાં ગુણશિલક ચૈત્ય હતું, ત્યાં આવ્યા, આવીને યથાયોગ્ય અભિગ્રહ ધારણ કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા બીરાજતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy