________________
ધર્મકથાનુગ ઃ એક સમીક્ષાત્મક અધ્યયન
પુનરાવર્તનમાં વિદન ઉત્પન્ન થાય છે. આ પ્રકારની વ્યવસ્થાને કારણે મારી અધીત પૂર્વજ્ઞાનના રાશિની વિસ્મૃતિ થઈ જશે. એટલે આર્ય રક્ષિતે વિચાર્યું": મહામેધાવીની પણ આ સ્થિતિ છે એવા સંજોગોમાં આગમજ્ઞાન સુરક્ષિત રહેવું ખૂબ મુશ્કેલ છે. દૂરદશી આર્ય રક્ષિત ગંભીરપણે ચિંતન કરી જટિલ વ્યવસ્થાને સરલ કરવાના હેતુ માટે આગમ અધ્યયન-ક્રમ ચાર અનુગમાં વિભક્ત કર્યો.૧ આ ક્રમ આ પ્રમાણે છે:
૧. ચરણુ-કરણનુગ–કાલિઋત, મહાકલ્પ છેદકૃત વગેરે. ૨. ધર્મ-કથાનુણ–ઋષિભાષિત, ઉત્તરાધ્યયન વગેરે ૩, ગણિતાનુગ-સૂર્યપ્રાપ્તિ વગેરે ૪. દ્રવ્યાનુયોગ–દષ્ટિવાદ વગેરે
આ મહત્ત્વપૂર્ણ કાર્ય દશપુરમાં વીરનિર્વાણ પ૯૨, વિ. સં. ૧૨૨ની આસપાસ કરવામાં આવ્યું હતું. આ વગી કરણ વિષયસાદસ્યની દૃષ્ટિએ કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત વગીકરણ કર્યા પછી પણ એવી સ્પષ્ટ ભેદરેખા પાડી શકાતી નથી કે અમુક આગમમાં અમુક જ અનુયોગનું વર્ણન હોય છે અને અન્ય અનુયેગનું વર્ણન હેતું નથી. ઉદાહરણ તરીકે, ઉત્તરાધ્યયન સત્રમાં ધર્મસ્થા ઉપરાંત દાર્શનિક તથ્ય પણ પર્યાપ્ત માત્રામાં મળે છે. ભગવતીસૂત્ર તે અનેક વિષયને વિરાટ સાગર છે. આચારાંગ વગેરેમાં પણ અનેક વિષે ચર્ચાયા છે. કેટલાક આગમ બાદ કરતાં અન્ય આગમોમાં ચારેય અનુગાનું સંમિશ્રણ છે. આ જે વગીકરણ કરવામાં આવ્યું છે તે સ્થૂલ દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. વ્યાખ્યાક્રમની દષ્ટિએ આ વગીકરણ અપૃથકૃત્વાનુગ અને પૃથફત્વાનુયોગ એવા રૂપે બે પ્રકારનું છે.
અમે અત્રે ચરણુકરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ અંગે ચિંતન ન કરતાં ધર્મકથાનુગ પર ચિંતન કરીશું કેમકે, એ અમારું અને અભિધેય છે. જૈન કથાસાહિત્ય વિવિધ પ્રકારે લખાયેલું છે. ઘણીખરી કથાઓ અત્યંત મનોરંજક છે. લકથાઓ, નીતિકથાઓ, દંતકથાઓ, પરીકથાઓ, પ્રાણીકથાઓ. કલ્પિત કથાઓ, દૃષ્ટાંત કથાઓ, આખ્યાન આદિ વિવિધ સ્થાઓ છે. એટલે વિશ્વના વિશ્રુત વિજ્ઞાએ એને વિશ્વસાહિત્યને અક્ષયનિધિ માન્યો છે. ર્ડો. વિન્ટરનિટ્સના શબ્દોમાં કહીએ તો જૈનસાહિત્યમાં પ્રાચીન ભારતીય કથાસાહિત્યનાં અનેક ઉજજવલ રત્ન વિદ્યમાન છે. સુપ્રસિદ્ધ ડે. હટલે જૈન કથાકારોની પ્રશંસા કરતાં લખ્યું છે કે, એ વિજ્ઞાએ આપણને કેટલીક એવી અનુપમ બ્રારતીય કથાઓને પરિચય કરાવ્યું છે જે અમને અન્ય કેઈ સ્ત્રોતમાંથી ઉપલબ્ધ થતી નથી. '
જૈન ધર્મના મૂર્ધન્ય મનીષીઓએ લોકોના આંતરમાનસમાં ધર્મ, દર્શન અને અધ્યાત્મના સિદ્ધાંત પ્રસારિત કરવાની દષ્ટિથી કથાઓને આશરે લીધો છે અને કથાઓના માધ્યમથી તેઓ દાર્શનિક ગૂઢ ગૂંચને સહજરૂપે ઉકેલવામાં સફળ પણ થયા છે. જેના કથાસાહિત્યની સૌથી મોટી વિશેષતા એ છે કે એમાં સત્ય, અહિંસા, પરોપકાર, દાન, શીલ વગેરે સગુણેની પ્રેરણને સમાવેશ છે. કથા એક એવું માધ્યમ છે જેથી વિષય સહજપણે હૃદયંગમ થઈ જાય છે. એટલે અન્ય અનુયોગેની અપેક્ષાએ અનુયાગ અધિક લોકપ્રિય થયો અને એ જ કારણે જ દિગંબર મનીષીઓએ એને પ્રથમાનુયોગની સંજ્ઞા પ્રદાન કરી છે. માનવના સંપૂર્ણ જીવનને ઉજજવલ કરનાર પરમ પુનીત ભાવનાએ આ અનુયોગમાં મુખરિત થઈ છે.
સ્થાનાંગ સૂત્રમાં પ્રથમ વિકથાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે છે: સ્ત્રીકથા, દેશથી ભક્તકથા અને રાજકથા.૨ એના ભેદપ્રભેદનું નિરૂપણ કરીને શાસ્ત્રકારે સાધકોને સંક્ત કર્યો છે કે તેઓ એનાથી પોતાની જાતને બચાવે. તે કથાઓ જીવનમાં વિકૃતિ ઉત્પન્ન કરે છે એટલે જ એને વિકથા કહેવામાં આવી છે. આ પછી કથાઓને ચાર પ્રકાર જણાવવામાં આવ્યા છે. ૧. આક્ષેપણી-જે કથાઓ જ્ઞાન અને ચારિત્ર પ્રતિ આકર્ષણ પેદા કરે છે તે. ૨. વિક્ષેપણી–જે કથા ૧. (ક) દેવિંદ વદિહિ મહાણુભાવાહિ રખિયજેહિ !
જુગમાંસજજ વિભ, આણુયોગે તે કઓ ચઉહા ! ચત્તારિ અણુગ ચરણ ધમ્મગણિયણુગ યા
દવિયાણુગે તહા હક્કમ મહિડ્રિડ્યા ! –અભિધાને રાજેન્દ્રકેશ (ખ) કાલિય સૂયં ચ ઇસિભાસિઆઈ તઈઓ સૂરપન્નત્તી
સાએ ટિટ્રિકવાઓ ચઉત્થઓ હોઈ અનુગો ! – આવશ્યક નિર્યુક્તિ–૧૨૪ ૨. સ્થાનાંગ ૪૨૪૧–૨૪૫, પૃ. ૩૪૮ ૩. ચઉરિવહા કહા પણુત્તાતં જહા-અકખેવણું, વિખેવણું સંયણી, વિવેદણી સ્થાનાંગ-૪/૨૪૬
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org