SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસ્થાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન અવસ્થા પ્રાપ્ત મુનિ, પાદપોપગમન અનશન પ્રાપ્ત કરીને, જે જે સ્થાન પર જેટલા અન્નકૃત થયા, અજ્ઞાન રજથી વિપ્રમુક્ત થઈ જે મુનિવર અનુત્તર સિદ્ધિ માગે ગયા એનું વર્ણન છે. એ સિવાય એ પ્રકારના અન્ય ભાવ જે અનુગમાં કહેવાયા છે તે પ્રથમાનુયોગ છે. બીજા શબ્દોમાં એમ કહી શકીએ કે સમ્યકત્વ પ્રાપ્તિથી આરંભી તીર્થ પ્રવર્તન અને મેક્ષગમન સુધીનું જેમાં વર્ણન છે તે.૧ બીજો પ્રકાર તે ગંડિકાનુગ છે. ચંડિકાનો અર્થ એ છે કે સમાન વક્તવ્યથી અર્થાધિકારનું અનુસરણ કરનારી વાક્યપદ્ધતિ અને અનુગ એટલે અર્થ પ્રગટ કરવાનો વિધિ. આચાર્ય મલયગિરિએ લખ્યું છે : શેરડીના મધ્ય ભાગમાં આવેલી ગાંઠસદશ એકાઈને અધિકાર અથવા ગ્રંથ પદ્ધતિ. ચંડિકાનુગના અનેક પ્રકારે છે. (૧) કુલકર ગડિકાનુગ–વિમલવાહન વગેરે કુલકરોનું જીવનચરિત્ર (૨) તીર્થકર ચંડિકાનુયોગ-તીર્થંકર પ્રભુનું જીવન (૩) ગણધર ગંડિકાનુગ–ગણધરનાં જીવનચરિત્ર (૪) ચક્રવત્તી સંડિકાનુગ–ભરતાદિ ચક્રવતી રાજાઓનાં જીવનવૃત્તાંત (૫) દશાહ ચંડિકાનુગ–સમુદ્રવિજય વગેરે દશાëન જીવનચરિત્ર (૬) બળદેવ ચંડિકાનુગ—રામ વગેરે બળદેવાની જીવનકથા (૭) વાસુદેવ ચંડિકાનુગ–કૃષણ વગેરે વાસુદેવની જીવનકથા (૮) હરિવંશ ચંડિકાનુગ–હરિવંશમાં ઉત્પન્ન મહાપુરુષોનાં જીવનવૃત્તાન્ત (૯) ભદ્રબાહુ ચંડિકાનુગ–ભદ્રબાહુ સ્વામીનું જીવનચરિત્ર (૧૦) તપક ગંડિકાયોગ–તપસ્યાનાં વિવિધ રૂપનું વર્ણન (૧૧) ચિત્રાન્તર ગંડિકાનુગ–ભગવાન ઋષભ તથા અજિતની વચ્ચેના સમયમાં એના વંશના સિદ્ધ યા સર્વાર્થ સિદ્ધિમાં જાય છે એનું વર્ણન (૧૨) ઉત્સર્પિણી ચંડિકાનુગ—ઉત્સર્પિણીનું વિસ્તૃત વર્ણન (૧૩) અવસર્પિણું ગંડિકાનુગ–અવસર્પિણીનું વિસ્તૃત વર્ણન દેવ, માનવ, તિર્યંચ અને નરક ગતિમાં ગમન કરવું, વિવિધ ભ્રમણ કરવું વગેરેને અનુયોગ “ચંડિકાનુયોગમાં હોય છે. જેમકે, વૈદિક પરંપરામાં વિશિષ્ટ વ્યક્તિઓનું વર્ણન પુરાણ સાહિત્યમાં થયું છે, તેવી રીતે જ જૈનપરંપરામાં મહાપુરુષોનું વર્ણન “ચંડિકાનુગમાં થયું છે. ચંડિકાનુગની રચના જુદા જુદા સમયે મૂર્ધન્ય મનીષીઓ અને આચાર્યોએ કરી છે. પંચકલ્પચૂર્ણ પ્રમાણે કાલકાચા ગંડિકાઓની રચના કરી હતી; પણ એ ચંડિકાઓને સંઘે સ્વીકાર ન કર્યો. આચાર્ય સંધને પૃચ્છા કરતાં કહ્યું: “મારી ગડિકાઓને કેમ સ્વીકારવામાં આવી નથી? એ ચંડિકાઓમાં રહેલી ત્રુટીઓ બતાવવામાં આવે જેથી એને સુધારી શકાય.” સંધના બહુશ્રુત આચાર્યોએ ગંડિકાઓનો ઊંડાણથી અભ્યાસ કર્યો અને એના પર પ્રમાણિક્તાની મહોર મારી. આથી એ સ્પષ્ટ થાય છે કે, કાલકોચાય જેવા પ્રકૃષ્ટ પ્રતિભાસંપન્ન આચાર્યની ચંડિકાઓ પણ સંઘ દ્વારા સ્વીકૃત થયા પછી જ માન્ય કરવામાં આવતી, જે ચંડિકાઓની પ્રમાણિતતા સિદ્ધ કરે છે. અનુયોગને અર્થ વ્યાખ્યા છે. વ્યાપેય વસ્તુના આધારે અનુયોગના ચાર વિભાગ કરવામાં આવ્યા છેઃ ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુગ અને દ્રવ્યાનુયોગ.૪ દિગબર પરંપરાના દ્રવ્યસંગ્રહ' નામના ગ્રંથની ટીકામાં ૧. ઈહ મૂલ ભાવસ્તુ તીર્થકર ઃ તસ્ય પ્રથમ પૂર્વભવાદિ અથવા લસ્સ પઢમા ભવાણુયોગે એસ્થરરસ્સ અતીવ ભવપરિયાય પરિસૉઈ ભાણિ યુગ્ધ –શ્રી નંદીવૃત્તિ ચૂર્ણ પૃ. ૧૮ ૨. સે કિ તે ગડિયાગે હું ગંડિયાનુગે અગવિંદે પણ ! –શ્રી સમવાયાંગ વૃત્તિ, પૂ. ૧૨૦ ૩. પંચક૯પચૂર્ણ -કાલકાચાર્ય પ્રકરણ, પૃ. ૨૩-૨૪ ૪. ચતારિઉ અણુઓગા, ચરણે ધમ્મગણિયાણુઓને ય દવિયાણુગે ય તહાં જહકમ્મ તે મહઢીયા ! –અભિધાન રાજેન્દ્રકેશ, પ્ર. ભાગ, પૃ. ૩૫૬ ૫. પ્રથમાનુયોગો.ચરણાનુયોગ...કરણનુગો દ્રવ્યાનુયોગો ઈ-યુકત લક્ષણનુગચતુષ્ટય રૂપે ચતુવિધું શ્રુતજ્ઞાનં જ્ઞાતવ્યમ્ ! દ્રવ્યસંગ્રહ ટીકા ૪૨/૧૮૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy