________________
ધર્મ કથાનુગ-એક સમીક્ષાત્મક અધ્યયન
કવાયની આગમાં બળતા, વિકાર અને વાસનાથી ત્રસ્ત વ્યક્તિના વિચારને સંગ્રહ પણ હોઈ શકે. એમાં સુંદર કલ્પનાનું ઉચ્ચ ઉઠ્યન હાઈ શકે; પણ તે કેવળ વાણીવિલાસ હોય છે. શબ્દને માત્ર આડંબર હોય છે. એમાં અંતરંગની ઊંડાઈને અભાવ હોય છે.
જૈન આગમમાં સત્યનું સાક્ષાત દર્શન છે; જે અખંડ છે, સંપૂર્ણ છે અને સમગ્ર માનવચેતનાને સ્પર્શ કરનારું છે. સત્યની સાથે શિવને મધુર સમન્વય થયેલ હોઈ તે સુંદર જ નહીં, અતિ સુંદર છે. તે આર્ષવાણી છે. આર્ષને અર્થ તીર્થકર અથવા ઋષિઓની વાણી. યાકે ઋષિની વ્યાખ્યા આપતાં લખ્યું છે કે, “જે સત્યને સાક્ષાત્ દૃષ્ટા છે, તે ઋષિ છે.” પ્રત્યેક સાધક ઋષિ બની શકતો નથી. ‘ઋષિ એ છે જેણે તીક્ષણ પ્રજ્ઞા, તર્કશુદ્ધ જ્ઞાન વડે સત્યની સ્પષ્ટ અનુભૂતિ કરી હોય. આ કારણે જ વેદમાં ઋષિને મંત્રદૃષ્ટા કહ્યો છે. મંત્રદૃષ્ટાને અર્થ છેઃ સાક્ષાત્ સત્યાનુભૂતિ પર આધારિત શિવત્વનું પ્રતિપાદન કરનારુ સર્વથા મૌલિક જ્ઞાન. તે આત્મા પર આવેલ વિભાવ પરિણતિઓની મલિનતાને દૂર કરી કેવલજ્ઞાન અને કેવલદર્શનના સ્વ-સ્વરૂપને પ્રકાશિત કરે છે, જે યથાર્થ સત્યનું પૂર્ણ પણે જ્ઞાન કરાવી શકે છે, આત્માને પૂર્ણપણે બંધ કરાવી શકે છે, જેનાથી આત્મા પર અનુશાસન કરી શકાય છે, તે આગમ છે. એને બીજા શબ્દોમાં શાસ્ત્ર અને સૂત્ર પણ કહી શકાય.
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં લખ્યું છે. જે વડે યથાર્થ સત્યરૂપ યને, આત્માને પરિબંધ થાય તથા આત્માનું અનુશાસન કરી શકાય તે શાસ્ત્ર છે.”૩ “શાસ્ત્ર શબ્દ શાન્ ધાતુ પરથી નિર્માણ થયેલ છે. અને અર્થ છે: શાસન, શિક્ષણ અને ઉન્બોધન. જે તત્ત્વજ્ઞાન વડે આત્મા પર અનુશાસન થઈ શકે, આત્માને જાગ્રત કરી શકાય તે શાસ્ત્ર, જેના વડે આત્મા જાગ્રત થઈ તપ, ક્ષમા તેમજ અહિંસાની સાધનામાં પ્રવૃત્ત થાય તે શાસ્ત્ર છે. અને જે માત્ર ગણધર, પ્રત્યેક બુદ્ધ, શ્રતકેવળી અને અભિનંદશપૂવી દ્વારા કહેવાયું છે તે સૂત્ર છે.”૪ બીજા શબ્દમાં કહીએ તો જે ગ્રંથપ્રમાણથી અલ્પ અર્થની અપેક્ષાએ મહાન, બત્રીસ દેષ રહિત, લક્ષણ તથા આઠ ગુણથી સંપન્ન થઈને સારયુક્ત અનુગ સહિત, વ્યાકરણ વિહિત, નિપાત રહિત, અનિંદ્ય અને સર્વજ્ઞ કથિત હોય છે તે સૂત્ર કહેવાય.'
આ સંદર્ભમાં એ સમજવું જરૂરી છે કે આગમ કહે, શાસ્ત્ર કહો કે સૂત્ર કહે, તે બધાનું પ્રયોજન માત્ર એક જ છે કે તે પ્રાણીઓના આંતર-માનસને વિશુદ્ધ બનાવે છે. એટલે જ આચાર્ય હરિભદ્રે કહ્યું છે : “જેવી રીતે પાણી વસ્ત્રના મેલને જોઈ નાખી તેને ઊજળાં બનાવે છે, તેવી રીતે જ શાસ્ત્ર માનવને અંતઃકરણમાં રહેલા કામ, ક્રોધ વગેરે કાલુષ્યમેલને ઘેઈને એને પવિત્ર અને નિર્મલ બનાવે છે. જેનાથી આત્માને સમ્યફ બંધ થાય, આત્મા અહિંસા, સંયમ અને તપસાધના દ્વારા પવિત્રતા પ્રતિ પ્રયાણ કરે તે તત્ત્વજ્ઞાન શાસ્ત્ર છે, આગમ છે.
આગમ ભારતીય સાહિત્યને મૂલ્યવાન ખાને છે. ડે. હર્મન જેકેબી, ડે. શુબિંગ વગેરે અનેક પાશ્ચાત્ય મૂર્ધન્ય વિદ્વાનોએ જૈન આગમ સાહિત્યને તલસ્પર્શી અભ્યાસ કરી એ સત્ય-તથ્યને સ્વીકાર કર્યો છે કે વિશ્વને અહિંસા, અપરિગ્રહ, અનેકાન્તવાદ દ્વારા સર્વધર્મ સમન્વયને પવિત્ર બંધ કરાવનાર તે સર્વશ્રેષ્ઠ સાહિત્ય છે.
૧. ઋષિદર્શના– નિરુક્ત ૨ ૧૧ ૨. સાક્ષાત્કૃતધર્મા ઋષિય બભૂવઃ નિરુક્ત ૧/૨૦ ૩. સાસિજજએ તેણુ તહિ વા નેયમાયાવતે કહ્યું 1 ટીકા : શાસુ અનુશિષ્ટ શાસ્થતે યમાત્મા વાડનેનસ્માદસ્મિન્નિતિ
વા શાસ્ત્રમ્ | વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૧૩૮૪ ૪. સુરંગણધર કધિ તહેવ પયબુદ્ધિાધિદં ચ -સુદકેવલિયા કધિદ અભિષ્ણુદાસપુશ્વિકધિદં ચ |- મૂલાચાર, ૫/૮૦ ૫. અપ્પગંથ મહત્થ બત્તીસા દેષવિરહિયં જ ચ |
લકખણુજd સુત્ત અટ્રહિ ચ ગુહિ ઉવયં ! અપૂફખરમસંદિદ્ધ ચ સારવ વિસઓ મુહ !
અલ્પેવમણવજં ચ સુત્ત સુવ્વાણુભાસિયું છે. આવ. નિર્યુક્તિ ૮૮૦, ૮૮૬ ૬. મલિનસ્ય યથાત્યન્ત જલ વસ્ત્રસ્ય શોધનમ્ |
અંતઃકરણરત્નસ્ય તથા શાસ્ત્ર વિદુર્થધાઃ | ગબિંદુ, પ્રકરણ ૨, ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org