SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ એક સમીક્ષાત્મક અધ્યયન અધ્યાત્મ અને વિજ્ઞાન પ્રાચીન કાળથી જ માનવજીવન સાથે અધ્યાત્મ અને વિજ્ઞાનને ગાઢ સંબંધ રહ્યો છે. તે બન્ને સત્યના અંતસ્તલને ઉચિત રીતિ ઉદ્દઘાટિત કરનારી દિવ્ય અને ભવ્ય દૃષ્ટિએ છે. અધ્યાત્મ એ આત્મા અંગેનું આત્માના શુદ્ધ અને અશુદ્ધ સ્વરૂપનું, બંધન અને મોક્ષનું, શુભ અને અશુભ પરિણામનું, હાસ અને વિકાસનું ગંભીર તેમ જ મહાન વિશ્લેષણ છે, જ્યારે વિજ્ઞાન ભૌતિક પ્રકૃતિની અતિ ગંભીર સમસ્યાઓને ઉકેલવાનું મહત્ત્વપૂર્ણ સાધન છે. એણે માનવનાં તન, મન અને ઇંદ્રિનાં સંરક્ષણ તેમજ સંપષણને માટે વિવિધ નિયમો ઉપસ્થિત કર્યા છે. જીવનના અખંડિત અસ્તિત્વ સાથે એ બન્નેને મધુર સંબંધ રહ્યો છે. અધ્યાત્મ જીવનના અંતરંગ પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વિજ્ઞાન બહિર"ગ પ્રવાહનું નેતૃત્વ કરે છે, અધ્યાત્મનો વિષય છે : લોકજીવનના અંતઃકરણ, અંત ચૈતન્ય તેમજ આત્મતત્વનું વિવેચન અને વિશ્લેષણ કરવું, આત્માને વિશુદ્ધ કરવાની કે ઊર્ધ્વીકરણ કરવાની પ્રક્રિયા પ્રસ્તુત કરવી, જીવન અને જગત, આત્મા અને પરમાત્મા, વ્યક્તિ અને સમાજ વગેરેના શાશ્વત તથ્યયુક્ત સત્યનું દિગ્દર્શન કરવું; જ્યારે વિજ્ઞાનનું ક્ષેત્ર છે. પ્રકૃતિના અણુથી આરંભી બ્રહ્માંડ સુધીનું પ્રયોગાત્મક સંશોધન કરવું. અધ્યાત્મ ગ છે; જ્યારે વિજ્ઞાન પ્રયોગ છે. અધ્યાત્મ મન, વચન અને કાયાની ઉત્તમ શક્તિઓને કેન્દ્રિત કરી માનવચેતનાને વિકસિત કરનારી નિર્ભય અને નિદ્ધ બનાવનારી દિવ્ય અને ભવ્ય દૃષ્ટિ પ્રદાન કરે છે. તે વિવેકરૂપી ત્રીજું નેત્ર ઉઘાડી કામ અને વિકારોને ભસ્મ કરી નાખે છે. જ્યારે વિજ્ઞાન નિત્ય નવી ભૌતિક સુખસગવડો ઉપલબ્ધ કરવામાં અપૂર્વ સહગ અપે છે. વિજ્ઞાનના ફલસ્વરૂપે જ માનવ અનંત આકાશમાં પક્ષીઓની જેમ ઉથન કરવા લાગે છે, માછલીઓની માફક અનંત સાગરના ઊંડાણમાં વિહાર કરવા લાગે છે અને પૃથ્વી પર ઝડપી ગતિવાળાં વાહનમાં ઘૂમવા લાગે છે. વીજળીના દિવ્ય ચમત્કારથી કેણુ ચકિત નથી ? અધ્યાત્મ અન્તર્મુખી છે, જ્યારે વિજ્ઞાન બહિર્મુખી છે. અધ્યાત્મ અંતરંગ જીવનને સજાવે છે, શણગારે છે; તો વિજ્ઞાન બહિર"ગ જીવનને વિકાસ કરે છે. બહિર"ગ જીવનમાં કોઈ પણ પ્રકારની વિશખેલતા ન આવે, કોઈ પણ પ્રકારને 4% ઉત્પન્ન ન થાય એ માટે અંતરંગ દૃષ્ટિની આવશ્યકતા છે. તેવી રીતે અંતરંગ જીવનને સમાયુિક્ત બનાવવા માટે બહિર"ગને સહગ અપેક્ષિત છે. બહિર"ગના સહકાર વગર અંતરંગ જીવનને વિકાસ થઈ શકતું નથી. અધ્યાત્મ અને વિજ્ઞાન પરસ્પર વિરોધી નથી. એ બનને વચ્ચે કઈ પ્રકારને વિરોધ અથવા મતભેદ નથી. પરંતુ તે એકબીજાના પૂરક છે. જીવનની અખંડિતતા માટે બન્નેની અનિવાર્ય આવશ્યકતા છે. અધ્યાત્મના પ્રતિનિધિ આગમ જૈન આગમ આધ્યાત્મિક જીવનનું પ્રતિનિધિત્વ કરનાર ચિંતનને અદ્દભુત અને અને સંગ્રહ છે, સંકલન છે. આગમ શબ્દ ખૂબ પવિત્ર અને વ્યાપક અર્થ ગૌરવ પિતાનામાં સમાવિષ્ટ કરનાર છે. શબ્દકોશની દૃષ્ટિએ ભલે આગમ અને ગ્રંથ પર્યાયવાચી શબ્દ ગણાતો હોય, પણ આ બન્નેમાં ખૂબ અંતર છે. આગમ ‘સત્યમ્ શિવમ્ સુંદરમ'ની, સાક્ષાત અનુભૂતિની અભિવ્યક્તિ છે. તે અનંત સત્યના દૃષ્ટા, સર્વજ્ઞ, સર્વદશી, વીતરાગી તીર્થકરેની વિમળ વાણીનું સંકલનઆકલન છે. જયારે ગ્રંથો અને પુસ્તકો માટે એ કઈ ચક્કસ નિયમ નથી. તે રાગદ્વેષનાં પડેપડમાં ફસાયેલા, વિષય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy