SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ધર્મકથાનુયોગ–બલદેવ-વાસુદેવ સામાન્ય : સત્ર ૨૩ ભદ્ર, સુપ્રભ-સુદર્શન આનંદનંદન, પા અને રામ એ રીતે દશારમંડળમાં ક્રમશ: નવ વાસુદેવ અને નવ બલદેવ થયા. ૧૮, આ નવ વાસુદેવ અને નવ બલદેવનાં પૂર્વ ભવમાં નવ નવ નામ હતાં, તે આ પ્રમાણે વિશ્વભૂતિ, પર્વતક, ધનદત્ત, સમુદ્રદત્ત, ત્રષિપાલ, પ્રિયમિત્ર, લલિતમિત્ર, પુનર્વસુ અને ગંગદત્તઆ નવ વાસુદેવોનાં પૂર્વ ભવનાં નામ હતાં. આ પછી ક્રમથી બલદેવના પૂર્વભવનાં નામ કહેવામાં આવ્યાં છે વિશ્વનંદી, સુબંધુ, સાગરદત્ત, અશોકલલિત, વરાહ, ધર્મસેન, અપરાજિત અને રાજલલિત. ૬૧૯, આ નવ વાસુદેવના પૂર્વભવના નવ ધર્મા ચાર્યા હતા, જેમ કે [ગાથાર્થ-] સંભૂત, સુભદ, સુદર્શન, શ્રેયાંસ, કૃષ્ણ, ગંગદત્ત, સાગર, સમુદ્ર અને દ્રસેન. કીર્તિપુરુષ વાસુદેવના આ પૂર્વભવના ધર્મા - ચા હતા. હવે જ્યાં વાસુદેવાએ નિદાન કર્યું હતું તે નિદાનસ્થળ કહેવાય છે. ૬૨૦. આ નવ વાસુદેવની પૂર્વભવની નવ નિદાન ભૂમિ હતી, જેવી કે– મથુરા, કનકવસ્તુ, શાવરની, પાલનપુર, રાજગૃહ, કાદી, કૌશાંબી, મિથિલા અને હસ્તિનાપુર. આ નવ વાસુદેવનાં નવ નિદાન કારણો હતાં, જેમ કે—ગાય, ઘન, સંગ્રામ, સ્ત્રી, રંગ પરાજય, ભાર્યાનુરાગ, ગેષ્ઠી, પરદ્ધિ અને માતા. ૬૨૧. આ નવ વાસુદેવના નવ શગુ (પ્રતિવાસુદેવ) હતા, જેમ કે અશ્વગ્રીવ, તારક, મેરક, મધુકૈટભ, નિશુંભ, બલિ, પ્રહલાદ, રાવણ અને જરાસંધ. કીર્તિપુરુષ વાસુદેવની સાથે આ તેમના પ્રતિસ્પધી શત્રુએ ચક્રયુદ્ધ કરી અંતમાં તે પોતાના જ ચક્રથી માર્યા જાય છે. આ નવ વાસુદેવોમાંથી એક સાતમા નરકમાં, પાંચ છઠ્ઠા નરકમાં, એક પાંચમાં નરકમાં, એક ચોથા નરકમાં અને એક, કૃષ્ણ ત્રીજા નરકમાં વાયા. બલદેવ નિદાન કરતા નથી, પણ સર્વ વાસુદેવ નિદાન કરે છે. રામ (બલદેવ) ઊર્ધ્વગામી અને કેશવ(વાસુદેવ) બધા અધોગામી હોય છે. આઠ બલદેવ અનવૃત્ અર્થાત્ મુક્તિગામી બન્યા છે, એક બ્રહ્મલોકમાં ઉત્પન્ન થયા છે અને એકને હજી ગર્ભવાસ (સંસાર) ભેગ વવાનો છે, તે આગામી કાળમાં સિદ્ધ થશે. જંબુકીપમાં આગામી ઉત્સપિણીમાં બલદેવ વાસુદેવ વિશે વિવિધ પ્રરૂપણ ૬૨૨. જંબુદ્વીપમાં ભારતવર્ષમાં આગામી ઉસર્પિણીમાં નવ બલદેવ-વાસુદેવેના નવ પિતા થશે. નવ વાસુદેવેની નવ માતાઓ થશે. નવ બલદેવોની નવ માતાઓ થશે. નવ દશાર મંડળ થશે. જેમ કે તે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, પ્રધાન પુરુષ, ઓજસ્વી, તેજસ્વી થશે–એ પ્રકારે પૂર્વવત્ વર્ણન–યાવતુ-નીલ અને પીતવર્ણના વસ્ત્ર પહેરનારા બે બે રામ-કેશવ ભાઈઓ થશે, તે આ પ્રમાણે નંદ, નંદમિત્ર, દીર્ઘબાહુ, મહાબાહુ, અબિલ, મહાબલ, બલભદ્ર, દ્ધિપુષ્ઠ અને ત્રિપૃષ્ઠ–આ આગામી ઉત્સર્પિણીના નવ વાસુદેવો થશે. આગામી બલદેવનાં નામ આ પ્રમાણે છે-જયંત, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પવા અને સંકર્ષણ. દ૨૩. આ નવ બલદેવ અને નવ વાસુદેવોનાં પૂર્વ ભવનાં નવ નામો હશે, નવ ધર્માચાર્યો થશે. નવ નિદાનભૂમિ થશે. નવ નિદાનકારણ હશે. નવ પ્રતિવાસુદેવ હશે– તેમનાં નામ આ પ્રમાણે છે– ગાથાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy