SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–બલદેવ-વાસુદેવ સામાન્યઃ સૂત્ર ૧૪ ૧૪૫ ગૌતમ! જધન્યપણે અઠ્યાવીશ અને ઉત્કૃષ્ટપણે બસો દશ પંચેન્દ્રિય રત્નોનો ઉપભોગ થાય છે. “ચક્રવતી સામાન્ય સમાપ્ત” ૧૧. બલદેવ-વાસુદેવ સામાન્ય બલદેવ-વાસુદેવનાં માતા-પિતા – ૬૧૪. જંબુદ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં નવ બલદેવ-વાસુદેવના પિતા થયા, જેમ કે ૧. પ્રજાપતિ, ૨. બ્રહ્મ, ૩. ૨૮, ૪. સામ, ૫. શિવ, ૬, મહાશિવ, ૭. અનિશિખ, ૮. દશરથ, ૯. વસુદેવ. ૬૫. જંબૂદ્વીપના ભારતવર્ષમાં આ અવ સર્પિણીમાં નવ વાસુદેવ-માતા થઈ, જેમ કે– ૧. મૃગાવતી, ૨, ઉમા, ૩. પૃથ્વી, ૪. સીતા, ૫. અમૃતા, ૬. લક્ષ્મીમતી, ૭. શેષમતી ૮. કેકથી, ૯. દેવકી. ૬૧૬. જંબૂદ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં નવ બલદેવ-માતા થઈ, જેમ કે – ૧. ભદ્રા, ૨. સુભદ્રા, ૩. સુપ્રભા, ૪. સુદશેના, ૫. વિજયા, ૬. વૈજયંતી ૭. જયંતી, ૮. અપરાજિતા, ૯. રોહિણી ૬૧૭. જંબૂઢીપ નામક દ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં નવ દશાર-મંડળો થયાં, જેમ કે જે ઉત્તમ પુરુષ છે, મધ્યમ પુરુષ છે, પ્રધાન પુરુષ છે, ઓજસ્વી, તેજસ્વી, બળવાન, યશસ્વી, સુંદર શરીરવાળા, કાંતિમાન, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન, સુરૂપ, સુખશીલ, સુખાભિગમ અર્થાત્ જેની પાસે લોકો સુખેથી પહોંચી શકે તેવા, સર્વ લોકોના નયનને આનંદ આપનાર, અધિક બળવાન, અતિ બળવાન, મહાબળવાન, અપ્રતિહત, અપરાજિત, શગુમર્દન, હજારો શત્રુઓના માનનું મન કરનાર, દયાળુ, અમર, અચપલ, અચંડ, મૃદુ, મંજુલ અને મધુર વાત કરનાર, ગંભીર, મધુર, પરિપૂર્ણ સત્યવચન બોલનાર, અભ્યાગત વત્સલ, શરણદાતા, સુલક્ષણ, સુચિહૂન, સદ્ગણી, એગ્ય માપ પ્રમાણે પરિપૂર્ણ અને સર્વાંગસુંદર શરીરધારી, ચંદ્ર જેવા સૌમ્ય, કાંત અને પ્રિયદર્શન, મત્સરરહિત, દંડનીતિનિપુણ, ગંભીર દેખાવવાળા, તાલધ્વજ અને ગરુડધ્વજ ચિહ્નવાળા, મહાધનુષ ધારણ કરનારા, સર્વના મહાસાગર સમા, દુર્ઘN ધનુર્ધર, ધીર પુરુષ, યુદ્ધમાં કીર્તિ પ્રાપ્ત પુરુષ, વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલા, મહાન રત્નને પણ ભાંગી નાખનારા, અર્ધ ભારતવર્ષના સ્વામી, સૌમ્ય, રાજકુળના તિલક સમાં, અજિત, અજિતરથ, હળ–મુશળ અને ધનુષ્ય હાથમાં ધારણ કરનારા, (બલદેવ) અને શંખ-ચક્ર-ગદા-શક્તિ તથા નંદક ધારણ કરનારા (કૃષ્ણ), મસ્તક પર શ્રેષ્ઠ, ઉજજવળ, શુકલ, વિમલ, કૌસ્તુભમણિયુક્ત મુકુટ ધારણ કરનાર, કાનમાં પહેરેલાં કડળોથી શોભાયમાન મુખવાળા, કમળનયન, વક્ષસ્થળ પર એકાવલી હાર ધારણ કરનાર તેમજ શ્રીવન્સ લંછન ધારણ કરનાર, ઉત્તમ પશવાળા, સર્વ ઋતુનાં સુગંધી પુષ્પોની રચેલી લાંબી શોભાયમાન, મનહર, વિચિત્ર વરમાળા વક્ષસ્થળ પર ધારણ કરનાર, એકસો આઠ પ્રશસ્ત લક્ષણો જેમનાં અંગોપાંગ પર શોભી રહ્યાં છે તેવા, મદમત્ત શ્રેષ્ઠ ગજેન્દ્ર જેવી લલિત ગતિથી ચાલનારા, શરદ ઋતુમાં મધુર ગંભીર સ્વરે બોલતા ક્રૌંચપક્ષીના જેવા અને દુંદુભિ જેવા સ્વરવાળા, નીલવર્ગ અને પીતવર્ણ કટિવસ્ત્ર (ધોતી) પહેરેલા, ઉત્તમ દીપ્ત તેજવાળા, નરસિંહ, નરેન્દ્રો, નરવૃષભ સમા, દેવામાં શ્રેષ્ઠ ઇન્દ્ર જેવા, અધિક રાજ્ય અને તેજ લક્ષ્મીથી પ્રકાશિત, નીલ અને પીત વર્ણના વસ્ત્રધારી એવા બે બે રામ અને કેશવ ભાઈઓની જોડી હોય છે, તે આ પ્રમાણે– [સંગ્રહણી ગાથા ત્રિપૃષ્ઠ–દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ–પુરુષોત્તમ, પુરુષસિંહ-દત્ત, નારાયણ-કૃષ્ણ તથા અચલ-વિજય ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy