________________
ધર્મકથાનુગ–બલદેવ વાસુદેવ સામાન્ય : સૂત્ર પ૭૭
૧૪૭
તિલક, લોહલંધ, વજબંધ,કેશરી, પથરાજ, અપરાજિત, ભીમ, મહાભીમ અને સુગ્રીવ.
કીર્તિપુરુષ વાસુદેવના આ પ્રતિસ્પધી શત્રુઓ તેમની સાથે ચક્રયુદ્ધ કરશે અને
અંતમાં પોતાના ચક્રથી મરણ પામશે. ૬૨૪. જંબુદ્વીપ નામક દ્વીપના ઐરાવત વર્ષમાં
આગામી ઉત્સર્પિણીમાં નવ બલદેવવાસુદેવના પિતા હશે, નવ માતાઓ વાસુદેવની અને નવ બલદેવની માતાઓ થશે, નવ દશામંડળ થશે, જેમ કે
ઉત્તમ પુરુષ, મધ્યમપુરુષ પ્રધાન પુરુષ-યાવત્ રામ અને કેશવ ભાતૃયુગલો થશે. નવા પ્રતિવાસુદેવે હશે, નવ પૂર્વભવનાં નામ હશે, નવ ધર્માચાર્યું હશે, નવ નિદાનકારણ હશે.
આ પ્રમાણે ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં કથન કરવું. આ જ રીતે બને દ્રીપ માટે આગામી ઉત્સર્પિણી કાળ માટે કથન કરવું.
બલદેવની ઊંચાઈ અને આયુ૬૨૫. અચલ બલદેવ એંશી ધનુષ ઊંચા હતા. ૨૦. વિજય બલદેવ તેતર લાખ વર્ષનું આયુષ્ય
ભોગવીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અન્નકૃતુ. સર્વ
દુ:ખોને ક્ષય કરી નિર્વાણ પ્રાપ્ત થયા. ૬૨૭. સુપ્રભ બલદેવ એકાવન લાખ વર્ષનું આયુષ્ય
ભગવીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકૃન થઈ સર્વ દુ:ખને ક્ષય કરી પરિનિર્વાણ પામ્યા.
૬૨૮. નંદન બલદેલ પાંત્રીસ ધનુષ ઊંચા હતા. ૬૨રામ બલદેવ દશ ધનુષ ઊંચા હતા. ૬૩૦. રામ બલદેવ બાર વર્ષનું આયુષ્ય ભોગવી
દેવપણાને પામ્યા. ૬૩૧. ત્રિપુષ્ઠ વાસુદેવે એંશી લાખ વર્ષ રાજ્ય કર્યું
હતું.
વાસુદેવ-પ્રકીર્ણ – ૬૩૨.ત્રિપુષ્ઠ વાસુદેવની ઊંચાઈ એંશી ધનુષની હતી. ૬૩૩. ત્રિપુષ્ઠ વાસુદેવ ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય
ભોગવી પછી અપ્રતિષ્ઠાન નામે નરકમાં
નારકરૂપે ઉત્પન્ન થયા. ૬૩૪. સ્વયંભૂ વાસુદેવને વિજ્યકાળ નેવું
વર્ષનો હતો. ૬૩૫. પુરુષોત્તમ વાસુદેવ પચાસ ધનુષ ઊંચા હતા. ૬.૩૬. પુરુષસિંહ વાસુદેવ દશ લાખ વર્ષનું સર્વાયુ
ભોગવીને પાંચમી નરકભૂમિમાં નારકરૂપે
ઉત્પન્ન થયા. ૬૩૭. પુરુષસિંહ વાસુદેવ દશ લાખ વર્ષનું સર્વાયુ
ભોગવીને છઠ્ઠી માં પૂથ્વીમાં નારકરૂપે
ઉત્પન્ન થયા. ૬૩૮. દત્ત વાસુદેવ પાંત્રીશ ધનુષ ઊંચા હતા. ૬૩૯. કૃષ્ણ વાસુદેવ દશ ધનુષ ઊંચા હતા અને
દશ સે (હજાર) વર્ષનું સર્વાયુ ભોગવી ત્રીજી વાલુકાપ્રભા નામે નરકભૂમિમાં નારકરૂપે ઉત્પન્ન થયા.
પ્રથમ સ્કંધ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org