________________
૧૨૨
ધર્મસ્થાનુગ–ભરત ચક્રવતી ચરિત્રઃ સૂત્ર પર
મણિરત્ન સહિત ભારતનું તિમલગુફા-કાર
પ્રતિ પ્રયાણપ૨૭. ત્યાર બાદ સુસેન સેનાપતિ પાસેથી આ
સમાચાર સાંભળીને, જાણીને ભરત રાજા હૃષ્ટતુષ્ટ આનંદિત બન્ય-યાવ-હર્ષિત હૃદયથી તેણે સુસેન સેનાપતિનું રાન્માન કર્યું, સન્માન સત્કાર કરીને કૌટુંબિક પુરૂષોને બોલાવવા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિો ! તમે તરત જ અભિષેકહસ્તીરત્નને સજજ કરે, અશ્વ, હાથી, રથ અને પ્રવર યોદ્ધાઓની ચતુરંગિણી સેનાને સજજ કરો-યાત્-પૂર્વવત્ વર્ણન પ્રમાણે, અંજનગિરિશિખર સમાન શ્રેઠ હસ્તી પર નરપતિ
ભરત આરૂઢ થયો. પ૨૮. ત્યાર પછી ભરત રાજાએ મણિરત્ન હાથમાં
લીધું. તે મણિરત્ન તેત્ર-અંકુશ સમાન, ચાર આંગળ લાંબું, અનર્ધઅમૂલ્ય, ત્રાંસા ખૂણાવાળું, અનુપમ પ્રકાશવાળું, દિવ્ય, મણિરત્નોમાં સર્વપ્રધાન, વૈદૂર્યનું બનેલ, સર્વ પ્રાણીઓને પ્રિય, મસ્તક પર ધારણ કરવાથી કોઈ પણ પ્રકારના દુ:ખને હરનાર–પાવ-સદા આરોગ્ય-દાયક, ધારણ કરનારના તિય ચકૃત, મનુષ્યકૃત કે દેવકૃત કોઈ પણ પ્રકારના ઉપસનું દુ:ખ દૂર કરનાર, સંગ્રામમાં પણ આ મણિશ્રેષને ધારણ કરનાર શસ્ત્રથી અવધ્ય બની જાય તેવું હતું અને આ મણિરત્નને ધારણ કરનારનું યૌવન સ્થિર રહે, કેશ-નખ વૃદ્ધિ ને પામે તથા તે સમસ્ત ભયથી મુક્ત રહે તેવું હતું.
તે મણિરત્ન લઈ તે નરપતિએ હસ્તીરત્નના કુંભસ્થળ પર જમણી બાજુએ મૂક્યું. ' ત્યાર બાદ તે ભરતાધિપતિ નરેન્દ્ર હારાદિથી સુશોભિત વક્ષ:સ્થળ-પાવતુ-અમરપતિ ઇન્દ્ર સમાન ત્રાદ્ધિથી પ્રથિતયશ અને જેને માર્ગ મણિરત્ન દ્વારા પ્રકાશિત થઈ રહ્યો હતો અને જેને અનેક સહસ્રરાજાઓ અનુસરી રહ્યા હતા એવો તે મહા ઉત્કૃષ્ટ સિંહનાદ જેવા શોરથી
ગગનમંડળને સમુદ્ર સમાન કરતો કરતો જ્યાં તિમિગ્ર ગુફાનું દક્ષિણ દ્વાર હતું ત્યાં આવ્યા, આવીને જેવી રીતે મેઘ-સમૂહથી અંધકારમય બનેલ આકાશમાં ચન્દ્ર પ્રવેશે તેવી રીતે તે દક્ષિણ દ્વારેથી તિમિગ્ર ગુફામાં પ્રવેશ્યો. કાકણીરત્ન સાથે ભરતને તિમિસ ગુફામાં
પ્રવેશપ૨૯. ત્યાર પછી તે ભરત રાજાએ છ બાજુ
વાળા, બાર ખૂણાવાળા, આઠ કણિકાવાળા,
એરણના આકારવાળા, આઠ સુવર્ણ ભારવાળા કાકણીરત્નને હાથમાં લીધું. તે કાકણીરત્ન ચાર આંગળના પ્રમાણનું, આઠ સુવર્ણ ભારનું, વિષ હરનારું, અતુલનીય સમચતુરસૃસંસ્થાનવાળું, સમતળ, માન-ઉન્માનપત એટલે કે
આ રત્નને ધ્યાનમાં રાખી મકાનો વ.નાં માપ લેવાનો વ્યવહાર લોકોમાં પ્રચલિત હતું એવું હોવાથી સર્વ જનોને જ્ઞાન આપનારું, જાણે કે ચન્દ્ર ન હોય તેવું, જાણે કે સૂર્ય ન હોય એવું, જાણે કે અગ્નિ જેવું, એવું આ રત્ન અંધકારનો નાશ કરનારું હતું. આ કાકણીરત્ન દિવ્ય ભાવવાળું હોવાથી એની લેગ્યાએકિરણબાર યોજન સુધી ફેલાઈ જનાર તથા ઘન અંધશ્નરનો નાશ કરનાર હતી. તે રાત્રીએ સમગ્ર કંધાવારને પ્રકાશમય કરી રાત્રિને દિવસમાં પલટાવનારું હતું. એના પ્રભાવે ચક્રવતી એ અધ ભરતક્ષેત્ર પર વિજય પ્રાપ્ત કરવા માટે પોતાની સેના સાથે તિમિસ્ર ગુફામાં પ્રવેશ કર્યો. તે ઉતમ રાજાએ કાકણીરત્ન લઈને તિમિર ગુફાના પૂર્વ અને પશ્ચિમના ભાગોમાં આવેલ કટકોમાં એક એક યોજનના અંતરે પાંચસો ધનુષ લાંબા અને એક યોજન સુધી પ્રકાશ ફેલાવનાર ચક્રના આરાના આકારના તથા ચન્દ્રમંડળ જેવો પ્રકાશ ફેલાવનાર ઓગણપચાસ મંડળનું આલેખન કરતાં કરતાં પ્રવેશ કર્યો.
ત્યાર બાદ ભરત રાજાએ એક એક યોજનના અંતરે પ્રકાશની વ્યવસ્થા કરવા માટે - ઓગણપચાસ મંડળોનું આલેખન કર્યા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org