________________
ધર્મકથાનુયોગ–તીર્થકર સામાન્ય સૂત્ર ૪૩૪
પૂર્વભવ૪૨૯, આ ચોવીશ તીર્થકરોના પૂર્વભવમાં નીચે
પ્રમાણે નામો હતાં
૧. વજનાભ, ૨. વિમલ, ૩. વિમલવાહન, ૪. ધર્મસિંહ, ૫. સુમિત્ર, ૬. ધર્મમિત્ર, ૭. સુંદરબાહુ, ૮. દીર્ઘબાહુ, ૯. યુગબાહુ, ૧૦. લષ્ટબાહુ, ૧૧. દિન, ૧૨, ઇન્દ્રદત્ત, ૧૩. સુંદર, ૧૪. મહેન્દ્ર, ૧૫. સિંહરથ, ૧૬. મેઘરથ, ૧૭. રુકિમ, ૧૯. સુદર્શન, ૧૯. નંદન, ૨૦. સિંહગિરિ, ૨૧. અદીનશત્રુ, ૨૨. શંખ ૨૭. સુદર્શન, ૨૪. નંદન.
પૂર્વભવમાં શ્રુતજ્ઞાન-- ૪૩૦. જંબૂદ્વીપમાં આ અવસર્પિણીના ત્રેવીશ
તીર્થંકર પૂર્વભવમાં અગિયાર અંગોના જ્ઞાતા હતા, તેમનાં નામો
– અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ, સુવિધિ, શીતલ શ્રેયાંસ, વાસુપૂજય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, અરિષ્ટનેમિ, પાર્થ અને વર્ધમાન. કૌશલિક અહ ઝષભદેવ ચૌદ પૂર્વના જ્ઞાતા હતા.
બે તીર્થકરો પદ્મ સમાન ગૌર (રાતા) વર્ણવાળા હતા, જેમ કે–
પદ્મપ્રભ અને વાસુપૂજ્ય.
બે તીર્થકરે ચંદ્ર સમાન ગૌર (સ્વત) વણ વાળા હતા, જેમ કે –
ચન્દ્રપ્રભ અને પુષ્પદંત. ઊંચાઈ– ૪૩૩. અરહંત અજિત સાડા ચારસો ધનુષ ઊંચા હતા.
અરહંત સંભવનાથ ચારસો ધનુષ ઊંચા હતા. અરહંત અભિનંદન સાડા ચારસો ધનુષ ઊંચા હતા. અરહંત સુમતિનાથ ત્રણસો ધનુષ ઊંચા હતા. અરહંત પદ્મપ્રભ અઢીસો ધનુષ ઊંચા હતા. અરહંત સુપાર્શ્વનાથ બસો ધનુષ ઊંચા હતા. અરહંત ચન્દ્રપ્રભ દોઢસો ધનુષ ઊંચા હતા. અરહંત પુષ્પદંત સુવિધિ એકસે ધનુષ ઊંચા હતા. અરહંત શીતલ નેવું ધનુષ ઊંચા હતા. અરહંત શ્રેયાંસ એંસી ધનુષ ઊચા હતા. અરહંત વાસુપૂજ્ય સિત્તેર ધનુષ ઊંચા હતા. અરહંત વિમલ સાઠ ધનુષ ઊંચા હતા. અરહંત અનંત પચાસ ધનુષ ઊંચા હતા. અરહંત ધર્મ પિસ્તાલીસ ધનુષ ઊંચા હતા. અરહંત શાંતિ ચાલીસ ધનુષ ઊંચા હતા. અરહંત કુંથુ પાંત્રીસ ધનુષ ઊંચા હતા. અરહંત અર ત્રીસ ધનુષ ઊંચા હતા. અરહંત મલ્લિ પચ્ચીસ ધનુષ ઊંચા હતા. અરહંત મુનિસુવ્રત વીશ ધનુષ ઊંચા હતા. અરહંત નમિનાથ પંદર ધનુષ ઊંચા હતી. અરહંત અરિષ્ટનેમિ દશ ધનુષ ઊંચા હતા. અરહંત પુરુષાદાનીય પાર્થ નવ હાથ ઊંચા હતા. શ્રમણ ભગવાન મહાવીર સાત હાથ ઊંચા હતા.
આગરવાસ૪૩૪. અરહંત કૌશલિક કષભદેવ ભાશી લાખ પૂર્વ
ગૃહસ્થવાસમાં રહીને મુંડિત-યાવતુ-પ્રજિત થયા હતા.
પૂર્વભવો–'
૪૩૧. જંબુદ્વીપમાં આ અવસર્પિણીના ત્રેવીશ
તીર્થંકર પૂર્વભવમાં માંડલિક રાજા હતા, જેમ કે
અજિત, સંભવ-પાવતુ-વર્ધમાન.
જ્યારે અરહંત રાષભદેવ કૌશલિક પૂર્વભવમાં ચક્રવતી હતા.
તીર્થકરોના વણ– ૪૩૨. બે તીર્થકરે નીલકમળ સમાન (શ્યામ) વર્ણવાળા હતા, જેમ કે
મુનિસુવ્રત અને અરિષ્ટનેમિ. બે તીર્થકરે પ્રિયંગુ વૃક્ષના વર્ણ જેવા (નીલ) વર્ણવાળા હતા, જેમ કે
મલ્લિનાથ અને પાર્શ્વનાથ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org