SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–મહાપદ્મ–ચરિત્રઃ સૂત્ર ૩૯૧ પ્રતિબંધઅભાવ૩૮૫. તે વિમલવાહન ભગવાનનો કોઈ વસ્તુમાં પ્રતિબંધ (મમત્વ) નહીં હોય. પ્રતિબંધ ચાર પ્રકારના હોય છે– ૧. અંડજ, ૨. પોતજ, ૩. અવગ્રહિક, ૪. પ્રગ્રહિક. તે વિમલવાહન ભગવાન જે જે દિશામાં વિચરવા ઇચ્છશે તે તે દિશામાં સ્વેચ્છાપૂર્વક, શુદ્ધ ભાવથી, ગર્વરહિતપણે અને મમત્વ વિના સંયમથી આત્માને ભાવિત કરતા વિચરશે. તે વિમલવાહન ભગવાનને જાન-દર્શન–ચારિત્ર, વસતિ અને વિહારની ઉત્કૃષ્ટ આરાધના કરવાથી, સરળતા, મૃદુતા, લઘુતા, ક્ષમા, નિર્લેભતા, મન-વચન-કાયાની ગુપ્તિ, સત્ય, સંયમ, તપ, શૌચ અને નિર્વાણમાર્ગની વિવેકપૂર્વક આરાધના કરવાથી, શુકલ ધ્યાન ધરતાં અનંત, સર્વશ્રેષ્ઠ, અવ્યાબાધ–યાવતુકેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થશે. કેવળજ્ઞાન અને દશન– ૩૮૬. ત્યારે તે ભગવંત અહંન્દુ અને જિન બનશે. કેવળજ્ઞાની એવા ને, સર્વજ્ઞ, સર્વદશી, દેવ–મનુષ્ય-અસુરલોકના સમસ્ત પર્યાયોને જાણનાર, જોનાર થશે, સર્વ લોકના સર્વ જીવોની આગતિ, ગતિ, સ્થિતિ, વન (મરણ), ઉપપાત (જન્મ), તર્ક, મનોભાવ, ભાગ, કાર્ય, સેવન, પ્રકટ કર્મ અને ગુપ્ત કર્મને જાણશે. અરિહંત એવા તે પૂજ્ય ભગવંત સંપૂર્ણ લોકમાં તે તે સમયના મન-વચન-કાયાના પગમાં વર્તતા સઘળા જીના સમસ્ત ભાવોને જાણતા અને જતા વિચરશે. તે પછી તે અનુત્તર કેવળજ્ઞાન-દર્શનથી સમસ્ત દેવ–મનુષ્ય-અસુરલોકને જાણીને તે ભગવંત શ્રમણ નિગ્રંથને પચ્ચીસ ભાવના સહિત પાંચ મહાવ્રતો તથા છ–જીવનિકાય ધર્મનો ઉપદેશ આપશે. [વાચનાતર પાઠ ૩૮૪ સૂત્ર થી ૩૮૭ સૂત્ર—– તે ભગવાન જે દિવસે મુંડિત થઈને-ચાવતુપ્રજ્યા લેશે તે જ દિવસે પોતાની મેળે આ પ્રકારનો અભિગ્રહ ધારણ કરશે કે-જે કોઈ ઉપસર્ગો પેદા થશે–દેવી, માનુષી કે તિર્યંચજનિત-ને બધા તેઓ સમ્યકુપણે સમભાવપૂર્વક, સહિષ્ણુતાપૂર્વક સહન કરશે. ત્યાર બાદ તે ભગવંત અનગાર થઈ ઇર્યાસમિતિ, ભાષાસમિતિનું પાલન કરીયાવત્ જે રીતે વર્ધમાન મહાવીર સ્વામી તે રીતે સમગ્રપણે-પાવતુવિચરણ કરશે. . ૩૮૭. તે ભગવંતને આવી રીતે વિચરણ કરતાં બાર વર્ષ અને તેર પક્ષ (રસાડા છ માસ) વ્યતીત થતાં, તેરમાં વર્ષના મધ્ય ભાગે સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન થશે. તેઓ જિન, કેવળી, સર્વજ્ઞ, સર્વદશી બની નારકસહિતના સમસ્ત જીવાજીવને જાણનારા થશેભાવના અધ્યયન પ્રમાણે સઘળું વર્ણન અહીં સમજવું. મહાવીર અને મહાપદ્મની દેશનામાં સામ્ય૩૮૮. હે આ ! જે રીતે મેં શ્રમણ નિથાનું એક આરંભસ્થાન કહ્યું છે, તે જ રીતે અહંતુ મહાપદ્મ પણ શ્રમણ નિર્ગથેનું એક આરંભસ્થાન પ્રરૂપશે, ૩૮૯. હે આ ! જે રીતે મેં શ્રમણ નિગ્રંથોનાં બે બંધન કહ્યાં છે, એ જ રીતે અહંતુ મહાપદ્મ પણ શ્રમણ નિગ્રંથોનાં બે બંધન પ્રરૂપશે, જેવાં કે-રાગ બંધન અને દ્વેષબંધન. ૩૯૦. હે આયે! જે રીતે મેં શ્રમણ નિગ્રંથને માટે ત્રણ દંડની પ્રરૂપણા કરી છે, તે જ રીતે અહંન્ મહાપદ્મ પણ શ્રમણ નિગ્રંથ માટે ત્રણ દંડ પ્રરૂપશે-૧. મનદંડ, ૨. વચનદડ, ૩. કાયદડ. ૩૯૧. જે રીતે મેં ચાર કષાયોનાં નામ આપી પ્રરૂપણા કરી છે, જેવા કે, ક્રોધ કષાય-પાવતુ-લોભ wાય. તે જ રીતે અહંદૂ મહાપદ્મ પ્રરૂપશે.]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy