SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ-મહાપદ્મ ચરિત્ર: સૂત્ર ૩૮૦ સુભૂમિભાગ ઉદ્યાનમાં એક દેવદૂષ્ય ગ્રહણ કરી, મંડિત બની તેઓ ગૃહસ્થવાસમાંથી નીકળી અનગાર-પ્રજ્યા લેશે. ઉપસર્ગ-સહન– ૩૮૪. શરીરનો વ્યુત્સગ કરીને, શરીરનું મમત્વ ત્યજીને તે ભગવંત બાર વર્ષથી વધુ દેવમનુષ્ય–તિર્યંચ આદિ તરફથી જે કંઈ ઉપસર્ગો થશે તે તે સમભાવપૂર્વક સહન કરશે, ક્ષમાપૂર્વક સહન કરશે, તિતિક્ષાપૂર્વક સહન કરશે અને અકંપિત રહેશે. દેવસેન” એવું બીજું નામ– ૩૮૦. તે સમયે શતદ્રાર નગરના અનેક રાજ્યાધિ. કારીઓ-યાવતુ-તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠિ, સેનાપતિ આદિ અન્ય આમ બોલશે હે દેવાનુપ્રિયા ! અમારા મહાપ રાજાની સેનાનું સંચાલન મહર્ધિક-યાવ-મહાન ઐશ્વર્યવાળા બે દેવ પૂર્ણભદ્ર અને મણિભદ્ર કરે છે, એટલે હે દેવાનુપ્રિય! મહાપા રાજાનું બીજું નામ “દેવસેન” હો' તે સમયથી મહાપદ્યનું બીજું નામ દેવસેન પણ પડશે. ૩૮૧. કેટલાક સમય પછી તે દેવસેન રાજાને શ્વેત શંખ જેવો શ્રેષ્ઠ નિર્મળ ચાર દાંતવાળે હતિરત્ન પ્રાપ્ત થશે. ત્યારે તે દેવસેન રાજા તે સ્વેત શંખ સમાન નિર્મળ ચાર દાંતવાળા હસ્તિરન પર આરૂઢ થઈને શતદ્રાર નગરની વચ્ચે થઈને વારંવાર આવા કરશે. વિમલવાહન” નામ૩૮૨. ત્યારે શતદ્રાર નગરના અનેક રાજ્યાધિકારીઓ તલવર–ચાવતુ-અન્યોન્ય બોલાવીને આ પ્રમાણે કહેશે, “હે દેવાનુપ્રિયા ! આપણા રાજા દેવસેનને શંખ જે નિર્મળ ચાર દતુશળવાળો ઉત્તમ હસ્તિ પ્રાપ્ત થયો છે એટલે હે દેવાનુપ્રિય! આપણા રાજાનું ત્રીજું નામ વિમલવાહન’ છે. ત્યારથી તે દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન” પણ થશે. મહાપદ્યની પ્રત્રજ્યા૩૮૩, ત્યાર બાદ તે વિમલવાહન રાજા ત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં રહેશે અને માતા-પિતાના સ્વર્ગવાસ પછી ગુરુજનોની આશા લઈને શરદ ઋતુમાં સ્વયંસંબુદ્ધ બનીને અનુત્તર મોક્ષમાર્ગે પ્રસ્થાન કરશે. તે સમયે લોકાનિક દેવે ઈષ્ટ-વાવ-કલ્યાણકારી વાણીથી એમનું અભિવાદન સ્તવન કરશે. નગર બહાર રહેલા ત્યાર પછી તે ભગવાન ઈસમિતિ, ભાષા. સમિતિ-વાવ-બ્રહાચર્યનું પાલન કરશે, મમત્વરહિત, અકિંચન, ગ્રંથરહિત થઈને જેમ કાંસાનું પાત્ર જળથી લેપાય નહીં તેમ નિષ્પરિગ્રહી બનીને-વાવ-ભાવના અધ્યયનમાં મહાવીર વિશે જે વર્ણન છે તે પ્રમાણેપાવતુ-ધીની આહુતિથી પ્રજવલિત અનિ સમાન તેજસ્વી થશે. તિ વિમલવાહન ભગવંત–] [ગાથાઓ] ૧. કાંસાના પાત્ર જેવા અલિપ્ત, ૨. શંખ સમાન નિર્મળ, ૩. જીવ સમાન અપ્રતિહતગતિ, ૪, ગગન સમાન આલંબનરહિત, ૫. વાયુ સમાન અપ્રતિબદ્ધવિહારી, ૬. શરદ ઋતુના જળ જેવા સ્વચ્છ હૃદયવાળા, ૭, પદાપત્ર સમાન અલિપ્ત, ૮. કાચબા સમાન ગુપ્તેન્દ્રિય, ૯. પક્ષી સમાન એકાકી, ૧૦. ગેંડાના સીગ જેવા એકાકી, ૧૧. ભારડ પક્ષી સમાન અપ્રમત્ત, ૧૨. હાથી સમાન યવાન, ૧૩. વૃષભ સમાન બળવાન, ૧૪. સિંહ સમાન દૂધ, ૧૫. મેરુપર્વત સમાન અડગ, ૧૬. સમુદ્ર સમાન ગંભીર, ૧૭. ચંદ્ર સમાન શીતળ, ૧૮. સૂર્ય સમાન ઉજજવળ, ૧૯. શુદ્ધ સુવર્ણ સમાન સુંદર, ૨૦. પૃથ્વી સમાન સહિષ્ણુ, ૨૧. સારી રીતે આહુતિ અપાયેલ અગ્નિ સમાન તેજસ્વી હશે. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy