________________
ધર્મકથાનુયોગ–મહાવીરચરિત્રઃ સૂત્ર ૨૫૭
શ્વાસોચ્છવાસયુક્ત વદનવાળા, કાંતિયુક્ત, રોગરહિત, ઉત્તમ, પ્રશસ્ત, સ્વેત અને નિરુપમ માંસવાળા, પ્રસ્વેદ, મેલ, તેલ-મસાદિ કલંક, ૨જ વ. દોષો રહિત નિર્મળ શરીરવાળા તથા કાંતિથી પ્રકાશિત અંગોપાંગવાળા હતા.
જે અતિ પુષ્ટ, સુપ્રકટ પ્રશસ્ત લક્ષણાંકિત, ઉન્નત શિખર સમાન સુરચિત મસ્તકવાળા અને શામલિ–ણ કે રૂ સમાન મૃદુ, અતિ સઘન, વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, સુલક્ષણ, સુગંધી, સુંદર તથા નીલરત્ન, કોલસા, કાજળ પ્રવૃષ્ટ ભ્રમરગણ જેવા શ્યામ, વાંકડિયા ચમકદાર, અતિઘણા કેશવાળા મસ્તકવાળા છે.
દાડમીને પુષ્પ જેવી પ્રભાવાળી અને તપ્ત સુવર્ણ સમાન નિર્મળ તથા સ્નિગ્ધ એવી મસ્તકની ત્વચાવાળા અને છત્ર સમાન ગોળાકાર એવા ઘન મસ્તકવાળા,
વ્રણરહિત, સમતળ, સ્નિગ્ધ અને અર્ધચન્દ્રકાર લલાટવાળા, શરદઋતુના પરિપૂર્ણ ચંદ્ર સમાન વદનવાળા, સંગત, પ્રમાણયુક્ત સુંદર કૌંવાળા, પુષ્ટ, માંસલ ગાલોવાળા, નમાવેલી ધનુષ સમાન અને કાળી મેઘપંક્તિ સમાન સ્નિગ્ધ, પાતળી ભ્રમરોવાળા,
વિકસિત શ્વેત કમળ સમાન નયનવાળા, વિકસિત સ્વચ્છ પાતળી પાંપણવાળા,
ગરુડની ચાંચ જેવી ઊંચી, સીધી, દીર્ધ નાસિકાવાળા,
સંસ્કારિત શિલપ્રવાલ અને બિંબફળ સમાન લાલ ઓષ્ઠવાળા,
શ્વેત, સંપૂર્ણ ચન્દ્ર સમાન નિર્મળ, શંખ, ગોક્ષીર, ફીણ, કુન્દ-પુષ્પ, જલકણ, મૃણાલ આદિ સમાન ધવલ દંતપંક્તિવાળા, અખંડ દંતપંક્તિવાળા, સંલગ્ન દતપંક્તિવાળા, સ્નિગ્ધ, એકસમાન અને પંક્તિબદ્ધ દાંતવાળા,
અગ્નિમાં તપાવેલ અને ધોયેલ એવા તત સુર્વણ સમાન રક્તવર્ણ તાલુપ્રદેશ અને જીભવાળા,
બે ભાગમાં બરાબર વહેંચાયેલ સુંદર અવર્ધનશીલ મૂછોવાળા,
પુષ્ટ, સુંદર આકારયુક્ત, સિંહની દાઢી જેવી વિપુલ દાઢીવાળા,
પોતાના ચાર આંગળના પ્રમાણની સપ્ર. માણ અને ઉત્તમ શંખના આકારની ગ્રીવા (ગરદન) વાળા,
શ્રેષ્ઠ મહિષ, વરાહ, સિંહ, શાદૂલ, વૃષભ, હસ્તિના સ્કંધ જેવા વિપુલ કંધેવાળા,
ગાડાની ધૂસરી જેવા પુષ્ટ, માંસલ કાંડાવાળા સુગઠિત, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, સધન, સ્થિર સ્નાયુબદ્ધ અને નગરના પ્રવેશદ્વારના આગળા જેવા બાહુઓવાળા,
વાંછિત વસ્તુની પ્રાપ્તિ માટે નાગરાજ દ્વારા પ્રસારિત કરેલા પોતાના વિશાળ દેહ સમાન દીઈ બાહુઓવાળા,
તળભાગે લાલ, પાછળના ભાગે ઊંચા, મૃદુ, માંસલ, શુભ લક્ષણોવાળા, છિદ્રરહિત અને પ્રશસ્ત હાથવાળા, પુષ્ટ, કમળ, ઉત્તમ આંગળિયાવાળા,
સહેજ લાલ, પાતળા, નિર્મળ, રુચિર અને સ્નિગ્ધ નખોવાળા,
હાથોમાં ચંદ્રરેખા, સૂર્યરેખા, શંખરેખા, ચક્રરેખા, દક્ષિણાવર્ત સ્વસ્તિક રેખા આદિ રેખાઓ છે. આમ ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર, દિશાસ્વસ્તિકથી શાભિત હથેળીઓવાળા,
સુવણ–શિલા સમાન ઉજજવળ, પ્રશસ્ત લક્ષણયુક્ત, સમતળ, વિસ્તીર્ણ, અતિ વિશાળ અને શ્રીવત્સ ચિહૂનથી અંક્તિ વક્ષ:સ્થળવાળા,
પીઠનાં હાડકાં જેમાં દેખાય નહીં તેવા સુર્વણસમાન, નિર્મળ, નીરોગી, પ્રમાણસર દેહવાળા,
પરિપૂર્ણ પુરુષનાં એક હજાર આઠ ઉત્તમ લક્ષણો ધારણ કરનાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org