________________
ધર્મકથાનુગ–મહાવીર–ચરિત્ર: સૂત્ર ૨૭૮
સુંદરીઓ હતી તથા ઇચ્છિત વસ્ત્રાભૂષણોથી રચિત રમણીય વેશભૂષાવાળી હતી. કેવા વસ્ત્રાભૂષણોવાળી તેઓ હતી?
હાર, અર્ધહાર, રત્નજડિત કુંડળ, લટકતા હેમાલ, મણિજાલ અને કનકાલ, ત્રિસૂત્રક માળા, કડાં, શુદ્રક (મુદ્રિકાવિશેષ ?), એકાવલિ, કંઠી, મગધક, ઉત્તમ અક્ષમાળા, કંદોરા, તિલક, કુલ્લક, સિદ્ધાર્થિકા, કવાલિકા (કાનની વાળી ) શશી–સૂર્ય–વૃષભ ચક્ર, તલભંગક, ત્રુટિક (તોડા?), હસ્તમાલક, હર્ષ, કેયૂર, વલય, લટકણિયાં, અંગૂઠી, લક્ષદીનારમાળા, ચંદ્રમાળા, સૂર્યમાળા, કાંચીમેખલા કલાપ, પ્રતરક, પરિહરક, પાદજાલઘંટિકા, કિંકિણી, રત્નઉરુજાલ, શુદ્રિકા, ઉત્તમ નૂપુર, ચરણમાલિકા, નિકરજાલ, મકરમુખ-શોભિત નૂપુર જેવા જેમાંથી અવાજ આવતો હતો એવાં આભૂ- પણ તેમણે ધર્યા હતાં.
એમાંની કોઈએ પંચરંગી મનહર અને ઘોડાની લાળથી ય બારીક તારવાળાં વસ્ત્રો પહેર્યા હતાં, તો કોઈએ સુવર્ણના ઝરીકામની કિનારવાળાં શ્વેત વસ્ત્રો પહેર્યા હતાં, કોઈએ આકાશના ઉઘાડ જેવી પ્રભાવાળાં વસ્ત્રો પહેર્યા હતાં, તે કોઈએ ઘેરાં લાલ વસ્ત્રો પહેર્યા હતાં, વળી ઉપર હિમકણ, ગોક્ષીર, હાર, જલકણ જેવા શ્વેત સુકોમળ રમણીય ઉત્તરીય વસ્ત્રો ક્યાં હતાં, ઉત્તમ ચંદનનો શરીરે લેપ કર્યો હતો અને ઉત્તમ આભરણોથી શોભા કરી હતી, સર્વત્રતુઓનાં સુગંધી પુષ્પોની રચેલી સુંદર માળાઓ ધારણ કરી હતી, સુગંધી ચૂર્ણ અને અંગરાગ તથા સુવાસિત પુષ્પોના શણગારથી અધિક સુંદર લાગતી હતી, ઉત્તમ ધૂપની સુગંધ ધારણ કરેલી, લક્ષ્મી સમાન સુવેશધારિણીઓ, દિવ્ય કુસુમમાળાઓ અને શ્રીદામ હાથમાં ધારણ કરની, ચંદ્રમુખી, ચંદ્રવિલાસિનીઓ, અર્ધચન્દ્ર સમ લલાટવાળી, ચંદ્રથી ય અધિક સૌમ્ય દર્શનવાળી, ઉકાઓ જેમ ચમકતી, વિદ્યુન્સમૂહનાં કિરણો જેવી અને સૂર્યના તેજથી ય અધિક તેજવાળી,
શૃંગારનિધિ જેમ ચારુ વેશભૂષાવાળી, સંગીત, ગીત, ચાટુક્તિઓ, ચેષ્ટાઓ, લલિત હાવભાવ, વાર્તાલાપ વ. માં નિપુણ તથા ઉપચારકળામાં કુશળ, સુંદર સ્તન, જઘન, વચન, કર, ચરણ, અને નયનવાળી, લાવણ્ય, રૂપ, યૌવન અને વિલાસથી યુક્ત, શિરીષકુસુમ અને નવનીત જેવા મૃદુ સુકોમળ સ્પર્શવાળી, કલહ-કલેશ આદિ રહિત, રજમળ આદિ નષ્ટ થયેલ હવાથી શુદ્ધ, સૌમ્ય, કાન્ત અને પ્રિય દર્શન. વાળી, સુરૂપ એવી દેવાંગનાઓ જિનભક્તિ અને જિનદર્શનના અનુરાગથી હર્ષિત થતી જિન ભગવંત સમીપે ઉપસ્થિત થઇ. શેષ વર્ણન દેવોના આગમન પ્રમાણે, આકાશમાં સ્થિર થઈ ત્યાં સુધી, જાણવું.
ભગવાન મહાવીરનું વર્ણન- , ૩૩૫. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર
આદિકર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષમાં ઉત્તમ પુંડરીક, પુરુષોમાં ઉત્તમ ગંધહસ્તી સમાન, અભયદાતા, ચહ્યુંદાતા, માર્ગદર્શક, શરણદાયક, જીવદયાધારક, દીપક, ત્રાતા, શરણરૂપ, આશ્રયરૂપ, પ્રતિષ્ઠારૂપ, ઉત્તમ ધર્મના દિગંત-ચક્રવતી, અપ્રતિહત કોષ્ઠ શાન-દર્શનધારક, છ ઘાતી કર્મોના નાશકર્તા, જિન અને જિત અપાવનાર, તીર્ણ પોતે ભવપાર તરી ગયેલા અને તારક, મુક્ત અને મુક્તિદાતા, બુદ્ધ અને બોધદાતા, સર્વસ, સર્વદર્શી તથા શિવ-કલ્યાણરૂપ, અચલ, અરુજ–રોગરહિત, અનંત, અક્ષય, અવ્યાબોધ, અપુનરાવર્તનરૂપ એવા સિદ્ધિગતિ
નામે સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા હતા. ૩૩૬. અહંતુ જિન કેવલી મહાવીર ભગવંત સાત
હાથ ઊંચા, સમચતુરસ સંસ્થાનવાળા, વજુઋષભનારાચ સંહનનવાળા,અનુલોમ વાયુવેગવાળા, કંકપક્ષી સમાન ગ્રહણીવાળા, કપોતની સમાન જઠરાગ્નિવાળા, શકુન પક્ષીના ગુદા શયની જેમ પુરીષ(મલ)સંસર્ગ રહિત ગુદાશ વાળા, સુંદર પૃષ્ઠ ભાગ અને જાંઘવાળા, પદ્મોપલની ગંધ સમાન સુગંધિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org