SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ધર્મ કથાનુગ–મહાવીર–ચરિત્રઃ સૂત્ર ૩૩૪ આદિ જે ગ્રહો જયેનષ ચક્રમાં ઘૂમી રહ્યા છે તથા ગતિ-કેતુ તથા અઠાવીસ પ્રકારના નક્ષત્રદેવો તથા વિવિધ આકાર-પ્રકારના સંસ્થાનવાળા, પંચવર્ણવાળા, સ્થિર લેશ્યાવાળા અવિશ્રામ ધૂમતા તારક દેવે-બધા પોતપિતાના નામથી અંક્તિ મુકુટ પહેરીને, મહાઋદ્ધિ સાથે-વાવ–પયુ પાસના કરવા લાગ્યા. વૈમાનિક દેનું આગમન૩૩૩. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સમીપે વૈમાનિક દેવો આવી પહોંચ્યા-સૌધર્મ ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અમ્યુન આદિ કલ્પોના અધિપતિઓ સામાનિક, ત્રાયશ્ચિંશક દેવ સાથે તથા લોકપાલ, અમહિષિયો, સભાસદો અને આત્મરક્ષકથી વીંટળાએલા તેઓ સંપૂર્ણ શ્રીને ધારણ કરતા, વૈભવથી શોભતા, સૌમ્ય સુંદર રૂપવાળા હતા. દેવસમૂહના નાયકો એવા તે દેવસમૂહ દ્વારા જય જય શબ્દથી અભિનંદન પામતા અને મૃગ, મહિષ, વરાહ, છાગલ (બકરા), દદ્ર, અશ્વ, ગજ, સર્પ, ખડ્રગ તથા વૃષભનાં ચિહ્નોથી અંકિત મુકુટે મસ્તક પર ધારણ કરતા, પાલક, પુષ્પક, સોમનસ, શ્રીવન્સ નંદાવર્ત, કામગમ, પ્રીતિગમ, મનોગમ, વિપલ, સર્વતોભદ્ર નામનાં વિમાનમાં બેસીને આવ્યા. તે વિમાનો મધ્યાહુનના સૂર્યનો કિરણોથી અધિક તેજવાળા તથા ચોપાસ મણિ-રત્ન-સુવર્ણ જડેલ ઉજજવળ ઝરૂખાઓથી શોભિત, ઉત્તમ મોતીઓની લટકતી માળાઓથી વિભૂષિત, ચાલતી ઘંટડીઓની હાર તથા બંસી, તંત્રી, તલ, તાલ આદિના મધુર ગીત-વાદિત રવથી આકાશને ભરી દેતા અને દિશાઓને શોભાવતા હતા. તેમાં બેસીને તે સ્થિરયશ દેવો આવી પહોંચ્યા. એ જ રીતે હૃષ્ટ-તુષ્ટ મનવાળા, મસ્તક પર સ્વનામાંકિત વિચિત્ર મુકુટ ધારણ કરેલા અને શુભ દેખાવ વાળા બીજા પણ શ્રેષ્ઠ કલ્પવિમાનાધિપતિ દેવે આવી પહોંચ્યા. એ રીતે લોકાન્તક વિમાનવાસી દેવ–સમૂહો પણ આવ્યા, તેમાનાં દરેક દેવના કાનોમાં મણિરત્ન જડિત દેદીપ્યમાન કુંડળો શોભતાં હતાં, દરેકે પોતપોતાનાં નામચિહનોથી અંકિત સુંદર મુકુટ ધારણ કર્યા હતા. પોતપોતાના વૈભવનું પ્રદર્શન કરતા અને બીજા દેવોની સમૃદ્ધિનું દર્શન કરતા તેઓ જિનેન્દ્ર ભગવાનની વંદન-ભક્તિ માટે પ્રેરાયેલ બુદ્ધિવાળા, જિનદર્શન માટે ઉત્સુકતાપૂર્વક આવવાને કારણે હર્ષિત, વિપુલ સૈન્યથી ઘેરાયેલા, વિસ્તૃત વિમળ ગગનતલમાં ચપળ અને મન તથા પવન જેવી તીવ્ર ગતિવાળા, વિવિધ યાન-વિમાન દ્વારા [આવ્યા, જેના પર વિમળ શ્વેત છત્ર લાગેલાં છે એવા વિકવિત કરેલા યાન-વિમાન તથા પોતાના દેહપરનાં રત્નોના પ્રકાશથી આકાશને પ્રકાશમાન અને અંધકારરહિત કરતાં સર્વ ઋદ્ધિપૂર્વક શીધ્ર આવી પહોંચ્યા. ઢીલા કેશપાશ પર ઉત્તમ મુકુટ ધારણ કરતા, કુંડલથી પ્રકાશિત વદન. વાળા, મુકુટથી દેદીપ્યમાન મતકભાગવાળા, રક્ત આભાવાળા, પારાગ સમાન ગૌરવર્ણ તથા શુભ વર્ણ, ગંધ અને સ્પર્શવાળા, ઉત્તમ વિક્રિયશક્તિવાળા, વિવિધ પ્રકારનાં ગંધ, માળાઓ અને વસ્ત્રો ધારણ કરેલા, મહા અદ્ધિવાળા તથા મહાવૃતિવાળા તે દેવો હૃષ્ટતુષ્ટ-યાવતુ-અંજલિપૂર્વક પર્ય પાસના કરવા લાગ્યા. અસર-સમૂહનું આગમન ૩૩૪. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સમીપે અનેક અપ્સરા-સમૂહો આવી પહોંચ્યા. તે અપ્સરાઓ અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલા સુવર્ણ જેવી સુંદર પ્રભાવાળી હતી. બાલભાવ વટાવીને યૌવનમાં આવેલી અને અનુપમ સૌમ્ય ચારુ રૂપવંતીઓ તથા આરોગ્યમય રસિક યૌવન અને ઉદ્દામ તારુણ્યભાવવાળી હતી, તેઓ નિત્ય યૌવનવાળી સર્વા ગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy