SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–મહાવીર–ચરિત્ર : સૂત્ર ૨૫૮ શરીરનો પાશ્વ ભાગ ક્રમિક અવનત, ઉચિત પ્રમાણયુક્ત, સુંદર, દર્શનીય, પરિમિત પુષ્ટ અને રમ્ય છે એવા, સરળ, સમ, શ્લિષ્ટ, ઉત્તમ, કૃષ્ણવર્ણ, સ્નિગ્ધ, આદેય, લલિત અને રમણીય રેમ. રાજિવાળા, મસ્ય અને પક્ષીની સમાન સુંદર પુષ્ટ કુક્ષિવાળા, મત્સ્ય સમાન ઉદરપ્રદેશવાળા, પવિત્ર ઇન્દ્રિયવાળા, પાકોશ સમાન ગંભીર નાભિવાળા, ગંગાનાં વમળો જેમ ઊડી થતી અને મધ્યાહુનના સૂર્યનાં તરુણ કિરણો દ્વારા વિકસિત કમળકોશ સમાન ગંભીર અને વિકટ નાભિવાળા, નાની ત્રિકાઠિકા (ત્રિપાઈ)ના મધ્ય ભાગ સમાન, મુશલના મધ્યભાગ સમાન, દર્પણના હાથાના મધ્ય ભાગ સમાન, શ્રેષ્ઠ સુવર્ણ ખગના હાથાના મધ્ય ભાગ સમાન કે વજીના મધ્ય ભાગ સમાન તથા પ્રસન્ન અશ્વ કે સિંહની કટિ સમાન ઉત્તમ પાતળા કટિપ્રદેશવાળા, ઉત્તમ જાતિના અશ્વની માફક સુંદર અને આકીણ જાતિના અશ્વની માફક રોગાદિરહિત ગુૌપ્રદેશવાળા, ઉત્તમ હાથી સમાન પરાક્રમ અને ગતિવિલાસવાળા, હાથીની સૂંઢની જેવી સુંદર જાંઘોવાળા, દાબડા જેવા ચપોચપ ભીડાયેલ ઘૂંટણવાળા, હરિણીની જંધા સમાન કે કરવિંદ મણિ સમાન ઉપરથી નીચે ક્રમશ: નાની થતી જતી ગોળ અંધાઓવાળી, સુંદર આકારયુક્ત, સુશ્લિષ્ટ અને ગૂઢ ઘૂંટીઓવાળા, ડોક અંદર ખેંચી લીધેલા કાચબા જેવા ચારુ ચરણોવાળા, અનુક્રમે નાની, વ્યથિત સંમિલિત પગની આંગળીઓવાળા, ઊંચા, રાતા અને સ્નિગ્ધ પગના નખો તથા રાતા કમળના પત્ર સમાન સુકોમળ પગનાં તળિયાંવાળા, ઉત્તમ પુરુષનાં એક હજાર આઠ લક્ષણ ધારણ કરનાર, પર્વત, નગર, મગર, સાગર તથા ચક્રનાં ઉત્તમ મંગળ લક્ષણોવાળા ચરણે વાળા વિશિષ્ટ રૂપવાળા,નિધૂમ અગ્નિ, ચમકતી વીજળી અને તરણ સુર્યનાં કિરણ સમાન તેજવાળા છે. ૩૩૭. તેઓ આશ્રવરહિત છે, મમત્વરહિત છે. અકિંચન(પરિગ્રહરહિત) છે, ભવપરંપરાનો છેદ કરનાર છે, ઉપલેપ-દ્રવ્ય-ભાવરૂપ મલિનતા –રહિત છે, પ્રેમ, રાગ, દ્વેષ, મોહ-રહિત છે, નિગ્રંથ પ્રવચનના ઉપદેશક છે, સાથે–ભવ્યજનોના સમૂહન્ના નાયક છે. ધર્મ સંસ્થાપક છે, શ્રમણોના પ્રેરક છે, શ્રમણવૃંદના પરિવર્તક છે, તીર્થકરોના ચોત્રીશ અતિશયોથી યુક્ત છે, પાંત્રીશ વચનઅતિશયોથી યુક્ત છે. ૩૩૮. આકાશ-ચક્ર વડે, આકાશગત છત્ર વડે, આકાશસ્થિત ચામરો વડે, આકાશગત સ્ફટિકમય પાદપીઠ સાથેના સિંહાસન વડે, આગળ ચાલતા ધર્મધ્વજ વડે તથા ચૌદ હજાર શ્રમણ અને છત્રીસ હજાર શ્રમણીઓ વડે તેઓ ઘેરાયેલા છે. મહાવીરના અંતેવાસી અનેક શ્રમણ ભગવંતો૩૩૯. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી અનેક શ્રમણ ભગવંતો હતા. તેમાં કેટલાય ઉગ્રવંશીઓ, ભગવંશીઓ, રાજન્યવંશીઆ, જ્ઞાતવંશીઓ, કૌરવવંશીઓ, વ. ક્ષત્રિયકુળના તથા અનેક યોદ્ધાઓ, સેનાપતિઓ, શાસનાધિકારીઓ, શેઠો, ધનવંત પ્રજિત થયા હતા. તે બધા ઉત્તમ જાતિ, કુળ, રૂપ, વિનય, વિજ્ઞાન, વર્ણ, લાવણ્ય, પરાક્રમ, સૌભાગ્ય, કાંતિ વ. શ્રેષ્ઠ ગુણયુક્ત હતા. તે બધા ધન-ધાન્યથી અતિ સમૃદ્ધ અને રાજઓના વૈભવથી ય અધિક મન-ઇચ્છિત ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy