SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ધર્મ કથાનુગ–મલ્લી જિનચરિત્ર સત્ર ૨૩૮ શિબિકાની દક્ષિણ તરફની બાજુ ગ્રહણ કરી, ઈશાનેન્દ્ર ઉત્તર તરફની ઉપરની બાજુ ગ્રહણ કરી, અમરેન્દ્ર દક્ષિણ તરફની નીચલી અને બલિએ ઉત્તર તરફની નીચલી બાજુ ગ્રહણ કરી, બાકીના દેએ યથાયોગ્ય બાજુએ જોડાઈ મનોરમ શિબિકા ઊંચકી. સિંગ્રહણી ગાથાને અર્થ–] હર્ષને કારણે જેના રેમકૂપ વિકાસ પામ્યા છે એવા મનુ* બોએ સર્વ પ્રથમ શિબિકા ઉપાડી, તે પછી અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગૅદ્રો શિબિકા ઊંચકે છે.(૧) ચલાયમાન ચપળ કંડળોને ધારણ કરનાર, સ્વેચ્છાનુસાર વિકુર્વિત આભૂષણોને ધારણ કરનાર દેવેન્દ્રો અને દાનવેન્દ્રો જિનેન્દ્રની શિબિકાને વહન કરે છે. (૨) ત્યાર બાદ મલી અહંત જ્યારે મનેરમાં શિબિકામાં બેસી ગયા ત્યારે તેમની આગળ અનુક્રમથી આઠ મંગળો ચાલવા લાગ્યા. [એનું વર્ણન જમાલિના નિર્ગમન પ્રસંગની જેમ કરવું.]. ત્યાર પછી મલી અહંતના નિષ્ક્રમણ સમયે કેટલાક દેવે મિથિલા રાજધાનીની અંદર-બહાર જળસિંચન કરી, ભૂમિશુદ્ધિ કરી, શેરીઓમાં અને બજારોમાં સફાઈ કરવા લાગ્યાયાવતુ–દોડવા લાગ્યા. ૨૩૬. ત્યાર બાદ મલ્લી અહંત જ્યાં સહસ્સામ્રવન ઉદ્યાન હતું, જયાં ઉત્તમ અશોક વૃક્ષ હતું, ત્યાં આવ્યા, ત્યાં આવીને શિબિકામાંથી ઊતર્યા, ઊતરીને આભરણ-અલંકારોનો ત્યાગ કર્યો. ત્યારે પ્રભાવતીએ હંસલક્ષણ પટશાટક (હંસ જેવાં શ્વેત વસ્ત્રોમાં તે આભરણ–અલંકારો લઈ લીધાં. ત્યાર બાદ મલ્લી અર્હતે પોતાની જાતે જ પંચમુષ્ટિક લોચ કર્યો. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રે મલીના કેશ લઈને ક્ષીરોદક સમુદ્રમાં પધરાવ્યા. ત્યાર બાદ મલ્લી અર્હતે સિદ્ધોને નમસ્કાર હો' એમ કહી સામાયિક ચારિત્ર ગ્રહણ કર્યું. જે સમયે મલી અહં તે સામાયિક ચારિત્ર ગ્રહણ કર્યું તે સમયે શક્રના આદેશથી દેવો અને મનુષ્યોનો કોલાહલ, વાદ્યોનો અવાજ, ગીત–વાજિંત્રનો ઘોષ બધું એકદમ બંધ થઈ ગયું. જે સમયે મલ્લી અર્હતે સામયિક ચારિત્ર અંગીકાર કર્યું તે જ સમયે મલ્લી અહંતને મનુષ્યોને જ થનાર ઉત્તમ મન:પર્યવસાન પ્રાપ્ત થયું. ૨૩૭. મલલી અર્હતે હેમત ઋતુના બીજા મહિનામાં ચોથા પક્ષમાં અર્થાત પોષ શુકલ પક્ષની એકાદશીના દિવસે, પૂર્વાહન કાળે, નિર્જળ અષ્ટમ ભક્ત તાપૂર્વક, અશ્વિની નક્ષત્ર સાથે ચન્દ્રનો યોગ થતાં, ત્રણસો આત્યંતર પરિષદની સ્ત્રીઓ તથા ત્રણસો બાહ્ય પરિષદના પુરુષો સાથે મુંડિત થઈને દીક્ષા ગ્રહણ કરી હતી. મલી અહતનું અનુસરણ કરીને આ આઠ રાજકુમારોએ દીક્ષા લીધી હતી, જેમનાં નામ છે[ગાથાર્થ] ૧-નંદ ૨. નંદમિત્ર ૩. સુમિત્ર ૪. બલમિત્ર પ. ભાનુમિત્ર ૬, અમરપતિ ૭. અમરસેન અને ૮. આઠમાં મહાસેન (૧) ત્યાર પછી તે ભવનપતિ, વનવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક દેવોએ મલ્લી અહંતનો અભિનિષ્ક્રમણ મહોત્સવ ઊજવ્યો ઊજવીને જ્યાં નંદીશ્વર દ્વીપ હતું ત્યાં ગયા, ત્યાં જઈને અષ્ટાહુનિક મહોત્સવ કર્યો, મહોત્સવ કરીને જે દિશામાંથી તે આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા. મલીને કેવળજ્ઞાન ૨૩૮ ત્યાર બાદ જે દિવસે મલ્લી અહં તે દીક્ષા લીધી તે જ દિવસે બપોરે ઉત્તમ અશોક વૃક્ષ નીચે ધરતી પરના એક શિલાપટ્ટ પર બેસી શુભ પરિણામો, પ્રશસ્ત અધ્યવસાયો અને પ્રશસ્ત લેશ્યા-પરિણામોના કારણે આત્મવિશુદ્ધિ થતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy