SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનગ–મલી-જિન–ચરિત્ર : સૂત્ર ૨૩૯ ૫૫ તદાવરણીય કર્મ જ દૂર કરનાર અપૂર્વકરણ ગુણસ્થાનની પ્રાપ્તિ કરી. એમને અનંત, અનુત્તર, નિરાબાધ, નિરાવરણ, પૂર્ણ, પરિ, પૂર્ણ, સર્વોત્તમ કેવળજ્ઞાન-કેવળ દર્શન થયાં. તે કાળે તે સમયે સઘળા દેવનાં આસન ચલાયમાન થયાં, ધમશ્રવણ માટે ભગવંતના સમવસરણની રચના થઈ, દેવોએ ધર્મશ્રવણ કર્યું, શ્રવણ કરીને જયાં નંદીશ્વર દ્વીપ હતો ત્યાં ગયા, ત્યાં જઈને અષ્ટાદ્ધિક મહોત્સવ કર્યો, મહોત્સવ કરીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા, કુંભ પણ નીકળ્યા. જિતશત્રુ આદિની પ્રવજ્યા૨૩૯, ત્યાર બાદ જિતશત્રુ આદિ છએ રાજાઓ પોતપોતાના જયેષ્ઠ પુત્રોને રાજ્ય પર સ્થાપીને સહપુરુષવાહિની શિબિકાઓમાં આરૂઢ થઈને સર્વ સમૃદ્ધિ સાથે જયાં અહંત મલી હતા ત્યાં આવ્યા, વાવ-પર્યું પાસના કરવા લાગ્યા. ત્યાર પછી મલ્લી અહં તે અતિમહા પરિષદને તથા કુંભરાજા અને જિતશત્રુ આદિ છએ રાજાઓને ધર્મોપદેશ આપ્યો. પરિષદ જે દિશામાંથી આવી મળી હતી તે જ દિશામાં પાછી ફરી. કુંભ શ્રમણોપાસક બન્યો. યાવતુ પાછો ફર્યો, પ્રભાવતી પણ શ્રમણપાસિકા બની, પાછી ફરી. ત્યાર બાદ જિતશ7] આદિ છએ રાજાઓએ ધર્મશ્રવણ કરીને અને સમજીને આ પ્રમાણે કહ્યું – હે ભગવંત! આ લોક આલિપ્ત છે, પ્રલિપ્ત છે. આલિપ્ત–પ્રલિપ્ત છે, જરા-મરણથી વ્યાપ્ત છે–પાવતુ-પ્રવ્રજ્યા લીધી અને ચૌદ પૂર્વેના જ્ઞાતા બન્યા. ઉત્તમ અનંત કેવળજ્ઞાનદર્શન પ્રાપ્ત કરી પછી તેઓ સિદ્ધ થયા. મલી-જિનની શિષ્યસંપદા ૨૪૦. ત્યાર બાદ મલ્લી અહંત સહસ્રામવન ઉદ્યાન. માંથી નીકળયા, નીકળીને બહારનાં જનપદમાં વિહરવા લાગ્યા. મલ્લી અહાના ભિષક્ પ્રમુખ અઠ્ઠાવીશ ગણ અને અઠ્ઠાવીશ ગણધરો હતા. મલ્લી અર્વતની ચુમ્માલીસ હજાર શ્રમણોની ઉત્કૃષ્ઠ શ્રમણ-સંપદા હતી. બંધુમતી આદિ પંચાવન હજાર શ્રમણીઓની તેમની ઉત્કૃષ્ટ શ્રમણી–સંપદા હતી. એક લાખ ચોરાસી હજાર શ્રાવકો, ત્રણ લાખ પાંસઠ હજાર શ્રાવિકાઓ, છસો ચૌદ પૂર્વધારીઓ, બે હજાર અવધિજ્ઞાનીઓ, બત્રીસ સો કેવળજ્ઞાનીઓ, પાંત્રીસ સો વૈક્રિયલબ્ધિધારીઓ, આઠસો મન:પર્યાયશાનીઓ, ચૌદસ વાદિઓ અને વીશ સો (બે હજાર) અનુત્તરપપાતિકની ભગવંતની ઉત્કૃષ્ટ શિષ્યસંપદા હતી. મલ્લી અર્હતની બે પ્રકારની અનેકર ભૂમિ હતી-જેમકે, યુગાનકર ભૂમિ અને પર્યાયાન્તકર ભૂમિ-પાવ-યુગાન્તકર ભૂમિ વીશ પુરુષ યુગપ્રમાણ હતી અર્થાત્ વીશ પાટ સુધી સાધુઓએ મુક્તિ પ્રાપ્ત કરી અને પર્યાયાન્તકર ભૂમિનો બે વર્ષ પછી અંતે થયો અર્થાતુ. મલ્લી અહં તને કેવળજ્ઞાન પ્રાપ્ત થયે બે વર્ષ પૂરાં થયાં ત્યારે ભવપર્યાયનો અંત કરનાર, મોક્ષ પ્રાપ્તિ કરનાર સાધુ થયા અથવા બે વર્ષ બાદ મોક્ષ જવાનો ક્રમ શરૂ થયો. મલ્લી જિનનું નિર્વાણ ૨૪૧. મલ્લી અહંત પચીસ ધનુષ ઊંચા હતા, એમના શરીરનો વર્ણ પ્રિયંગુ જેવો શ્યામ હતો, તેઓ સમચતુરજી સંસ્થાન અને વજા ષભનારા, સંહનન ધરાવતા હતા, મધ્યદેશમાં સુખકર વિહાર કરી જ્યાં સમેતશિખર પવન હતો ત્યાં આવ્યા, ત્યાં આવી સમેત શૈલના શિખર પર પ્રાયોગિમન દ્વારા દેહત્યાગ કર્યો. મલ્લી અને એક સો વર્ષ ગૃહવાસમાં રહ્યા, પંચાવન હજાર વર્ષમાં એક સો વર્ષ ઓછો સમય કેવળીપર્યાય પાળી, એ પ્રમાણે કુલ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય ભોગવી, ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસના દ્વિતીય પક્ષમાં અર્થાતુ રૌત્ર શુકલ પક્ષમાં ચતુથી તિથિમાં ભરણી નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં, અધરાત્રિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy