SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન અર્થ છેઃ આંગળીને ઘા.૧ “કુણિક નો અર્થ થ આંગળી પર ઘાવાળી વ્યક્તિ. આચાર્ય હેમચન્ટે પણ આ વાતને સ્વીકાર કર્યો છે. ઉપનિષદ્રક અને પુરાણોમાં “અજાતશત્રુ નામ વપરાયું છે. એ વધારે સંભવિત છે કે “કૃણિક' એનું મૂળ નામ હશે અને “અજાતશત્રુ એનું ઉપાધિવિશેષણ હશે. મૂલ નામથી કેઈ કોઈ વાર ઉપાધિ વિશેષ પ્રચલિત થઈ જાય છે. આ કારણે જ ભારતીય સાહિત્યમાં એનું “અજાતશત્રુ નામ વિશેષરૂપમાં વ્યવહત થયું છે. મથુરાના સંગ્રહાલયમાં એક શિલાલેખમાં એનું નામ “અજાતશત્રુ કૃણિક ટંકાયેલું મળી આવે છે. અજાતશત્રુના બે અર્થ કરી શકાય: (૧) “ન જાતઃ શત્રુર્યસ્થ જેને કોઈ શત્રુ નથી. (૨) “અજાતે અપિ શત્રુ' અર્થાત, જન્મથી પહેલાં (પિતાનો શત્રુ) શત્રુ. બીજો અર્થ આચાર્ય બુદ્ધ કર્યો છે. અને આ અર્થ સંપૂર્ણપણે યોગ્ય પણ છે. અજાતશત્રુ પ્રતાપી રાજા હતા. એના નામથી મેટામોટા વીર પણ ધ્રુજતા હતા એટલે આ નામ “ગહનું પ્રતીક નથી પણ એની વીરતાનું પ્રતીક છે. જિનદાસ ગણી મહત્તરે કૃણિકને ‘અશોકચન્દ્ર' પણ કહ્યો છે. કહેવાય છે કે જયારે કૃણિકને અસોગવાણિયા' નામના ઉદ્યાનમાં ફેંકી દેવામાં આવ્યો હતો ત્યારે ઉદ્યાન ચમકી ઊઠયો હતો. એટલે કુણિકનું નામ “અશોકચન્દ્ર રાખવામાં આવ્યું હતું. કુણિકની આંગળી પાકી જવાથી એમાંથી પરું નીકળતું હતું અને તે બૂમો પાડતો હતો. પિતાના પુત્રની વેદના શાંત કરવા માટે રાજા શ્રેણિક આંગળીને મોંમાં રાખીને ચૂસતે એટલે બાળક ચૂપ થઈ જતા. બૌદ્ધ પરંપરા અનુસાર જન્મની સાથે જ બાળકને રાજાના કર્મચારીઓ ત્યાંથી દૂર કરી દે છે કે જેથી મહારાણી એને મારી ન નાંખે. થોડા સમય પછી આ બાળક મહારાણીને સોંપવામાં આવ્યો. પુત્રપ્રેમથી મહારાણી એમાં અનુરક્ત થઈ જાય છે. એકવાર અજાતશત્રુની આંગળીમાં ફેલ્લે થઈ જાય છે. બાળક રોવા લાગે છે. એટલે નેકરે એને રાજસભામાં લઈ જાય છે. રાજ એની આંગળી માં રાખી દે છે. ફલ્લો ફૂટી જાય છે. પુત્રપ્રેમથી પાગલ બનેલે રાજા એ લેહી અને પરું થૂકી નાંખતે નથી, પણ ગળી જાય છે. કૃણિકના આંતરમાનસમાં એ વિચાર આવ્યો કે શ્રેણિક જીવતો હશે ત્યાં સુધી હું રાજા બની શકીશ નહીં, એટલે તે પિતાના બીજા ભાઈઓ સાથે મળીને પોતે જ રાજયસિંહાસન પર આરૂઢ થઈ જાય છે અને રાજા શ્રેણિકની ધડપકડ કરી એને જેલમાં કેદ કરી લે છે. બૌદ્ધ પરંપરા અનુસાર અજાતશત્રુ જીવનના ઉષઃકાલથી જ મહત્ત્વાકાંક્ષી હતા. એની મહત્ત્વાકાંક્ષાને ઉત્તેજિત કરનાર દેવદત્ત હતો. એ કારણે એણે પિતાને ધૂમગૃહ (લુહારના ઘરમાં) કેદ કરી લીધો. - જૈન પરંપરા અનુસાર એક દિવસ કૃણિક પિતાની માને નમસ્કાર કરવા ગયો. માને ચિંતામાં ડૂબેલી જોઈને કૃણિકે કહ્યું : “મા તું કેમ ચિંતા કરે છે ? તારે પુત્ર હું રાજા બની ગયો છું, તોપણ તું ચિંતિત છે? મને આનું કારણ કહેવું પડશે ?' માએ શ્રેણિકના (એના ઉપરના) પ્રેમની ઘટના સંભળાવી અને કહ્યું: ‘તને ધિક્કાર છે કે તે પોતાના મહાન ઉપકારી પિતાને કષ્ટ આપ્યું છે.' એને એની પિતાની ભૂલ અંગે પસ્તાવો થયો અને હાથમાં પરશુ લઈને પિતાની મુક્તિ અથે નીકળી પડ્યો. શ્રેણિકે દૂરથી જોયું કે કૃણિક હાથમાં પરશુ લઈને મને મારવા આવી રહ્યો છે, તે મને ખૂબ ખરાબ રીતે મારશે, તો એ શ્રેયકર છે કે હું સ્વયં પોતાના પ્રાણને અંત લાવી દઉં. શ્રેણિકે એ સમયે તાલપુટ વિષ ખાઈને પિતાના જીવનનો અંત આણ્યો. બૌદ્ધ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે ધૂમગૃહમાં કેશલદેવી સિવાય કોઈ પણ જઈ શકતું નહીં. અજાતશત્રુ પિતાના પિતાને ભૂખ્યા અને તરસ્યા રાખીને મારી નાંખવા ઈચ્છતા હતા. કેમકે દેવદત્ત અજાતશત્રુને કહ્યું હતું : “પિતાને શસ્ત્રથી ન મારવામાં આવે પણ ભૂખ્યા અને તરસ્યા રાખીને મારવામાં આવે. જ્યારે કેશલદેવી રાજાને મળવા જતી 4. Apte's Sanskrit-English Dictionary, Vol. I, p. 580. ૨. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૬, શ્લેક ૩૦૯ 3. Dialogues of Buddha, Vol. I, p. 78 ૪. વાયુપુરાણ, અ૦ ૯૯, શ્લેક ૩૧૯; મસ્યપુરાણ, અ૦ ૨૭૧, લેક ૯ 4. Journal of Bihar and Orissa Research Society, Vol. V, part IV, P.p. 550-51. $. Dialogues of Buddha. Vol. II, p. 78. ૭. દીપનિકાય, એકકથા ૧, ૧૩૩ ૮. [] જેણંતરેણ તાલા સંપુડિજંતિ તેણુતરણ માયતીતિ તાલપુડું | -દશવૈકાલિક ચુર્ણિ ૮, ૯ર [ખ] છ પ્રકારનાં વિષ પરિણામ જણાવવામાં આવ્યાં છેઃ દૃષ્ટ, ભુક્ત, નિપતિત, માંસાનુસારી, શોણિતાનુસાર, સહસ્ત્રનુપાતી. –સ્થાનાંગસૂત્ર, પૃ. ૩૫૫ અ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy