SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ( ૧૧૫ ભગવાને ઉત્તર આપ્યો : “જાગરિક ત્રણ પ્રકારની છે: (૧) બુદ્ધ જાગરિકા (૨) અબુદ્ધ જાગરિકા (૩) સુદર્શન જાગરિકા. સર્વજ્ઞોની જાગરિકા બુદ્ધ જાગરિકા હોય છે. અણગારની જાગરિકા અબુદ્ધ જાગરિકા હોય છે અને શ્રાવકની જગરિકા સુદર્શન જાગરિકા હોય છે. શંખે ભગવાન મહાવીરને પૂછ્યું : ક્રોધ વગેરે કષાયને વશ એવો જીવ કયાં કર્મ બાંધે છે ? અથવા ચય–ઉપચય કરે છે ?' ભગવાને કહ્યું: “તે સાત કે આઠ કર્મો બાંધે છે. શિથિલ કર્મ પ્રકૃતિઓને દઢ કરે છે.” પુષ્કલી વગેરે બધા શ્રાવકેએ શંખ સમક્ષ ક્ષમાયાચના કરી. ગૌતમે પૂછ્યું: “શું શંખ દીક્ષા ગ્રહણ કરશે ?” ભગવાને કહ્યું : “નહીં. તે શ્રાવકધર્મનું જ પાલન કરશે.” પ્રસ્તુત કથાનકમાં પૌષધને ઉલ્લેખ છે. પૌષધ ૧, આહાર-પૌષધ ૨. શરીર–પૌષધ ૩. બ્રહ્મચર્ય—પૌષધ અને ૪. અવ્યાપાર પૌષધ એમ ચાર પ્રકારનાં છે. શંખ શ્રાવકે પ્રતિપૂર્ણ પૌષધ કર્યો હતો. આવશ્યકવૃત્તિમાં પૌષધોપવાસનું લક્ષણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. ધર્મ અને અધ્યાત્મને પુષ્ટ કરનારે વિશેષ નિયમ ધારણ કરીને ઉપવાસ સહિત પૌષધમાં રહેવું જોઈએ' પૌષધ શબ્દ સંસ્કૃત “ઉપવસથઃ' શબ્દમાંથી બન્યો છે. જેને અર્થ છે: ધર્માચાર્યની સમીપ યા ધર્મ સ્થાનમાં રહેવું. ધર્મ સ્થાનમાં નિવાસ કરીને ઉપવાસ કરે તે પૌષધોપવાસ છે. બીજા શબ્દોમાં કહીએ તે પૌષધ વતને અર્થ પોષવું, તૃપ્ત કરવું છે. શરીરને જેમ ભેજનથી તૃપ્ત કરવામાં આવે છે તેવી જ રીતે આત્માને વ્રતથી તૃપ્ત કરો. પૌષધમાં આત્મચિંતન આત્મશોધન, આત્મવિકાસને પુરુષાર્થ કરવામાં આવે છે. જ્યારે સાધક આત્મચિંતન કરે છે ત્યારે એને પોતાના અંતરમાં રહેલી કમજોરીઓનું જ્ઞાન થાય છે અને જે શક્તિઓની ખામી હોય એની પૂર્તિ માટે એ પ્રયાસ કરે છે. વ્યક્તિ બીજાને સુધારી શકતી નથી, પણ તે પોતાને સુધારી શકે છે. પૌષધમાં સાધક સાંસારિક પ્રવૃત્તિઓથી મુક્ત થઈને ધર્મ જાગરણ અને આત્મજાગરણ કરે છે. વરુણનાગનક શ્રમણોપાસક વૈશાલીમાં વરુણનાગનપ્નક શ્રમણોપાસક રહેતો હતો. તે છવાદિ તત્તવોને જ્ઞાતા હતા તથા વ્રતપાલક હતા. છકે છકેની તપસ્યા કરીને તે પોતાના આત્માને ભાવિત કરતા રહેતા હતા. (એક વખતે રાજાના આદેશ અનુસાર એને રથમૂસલ સંગ્રામમાં જવું પડયું. એ યુદ્ધમાં પ્રવૃત્ત હતા ત્યારે એણે એ નિયમ લીધે કે, “જે કઈ પહેલાં મારા પર પ્રહાર કરશે, એને જ મારે મારવો, બીજને નહીં.' આવો નિયમ લઈને તે સંગ્રામ કરવા લાગ્યો. વરુણનાગનતૃક સમાન વય અને આકૃતિવાળી એક વ્યક્તિ ત્યાં આવી અને કહ્યું: “મારા પર પ્રહાર કર.” એણે કહ્યું: ‘જ્યાં સુધી કોઈ મારા પર પ્રહાર કરે નહીં, ત્યાં સુધી હું એના પર પ્રહાર કરતા નથી.” એણે વરુણનાગનપ્નક પર બાણને પ્રહાર કર્યો, જેનાથી તે ઘાયલ થઈ ગયો. એ પછી જ વરુણનાગનÚકે એ વ્યક્તિ પર પ્રહાર કર્યો. તેથી તે જમીન પર ઢળી પડ્યો. પેલાએ ફરીથી એના પર પ્રહાર કર્યો એટલે વરુણનાગનપ્નકને પ્રાણ ભયમાં આવી પડ્યો. જીવનની સંધ્યા વેળા આવેલી જાણી એણે પોતાના રથને એકાંત સ્થાનમાં લઈ જવાને આદેશ આપ્યું. રથમાંથી ઊતરીને દર્ભનું આસન બિછાવી, તે પર બેસી, વરુણનાગનÚકે અરિહંતને નમસ્કાર કર્યા. અને જીવનપર્યત વતે ગ્રહણ કર્યા. પછી એણે કવચ ખેલી પોતાના શરીરમાંથી બાણુ બહાર ખેંચી કાઢયું અને પછી તે સમાધિપૂર્વક મરણ પામ્યો. વરુણનાગનષ્ફકને બાલમિત્ર પણ યુદ્ધ કરી રહ્યો હતો. તે પણ ઘાયલ થયે. એટલે તે વરુણનાગનÚકની પાછળ-પાછળ આવ્યો અને સંથારો કરી મરણ પામ્યો- સમીપમાં રહેલા દેએ સુગંધિત જલ અને પુષ્પની વૃષ્ટિ કરી અને ગીત તેમજ ગાંધર્વનાદ પણ કર્યો. (આ પરથી) લેકે એમ સમજ્યા કે, જે યુદ્ધ કરતાં મૃત્યુ પામે છે, તે દેવલેક પ્રાપ્ત કરે છે. પણ એમને ખબર નહોતી કે કેવા લેકે સ્વર્ગમાં જાય છે. આ પ્રસંગે જિજ્ઞાસા પ્રસ્તુત કરી: “ભગવન, વરુણનાગનષ્ફક કયાં ગયો ?' ભગવાને કહ્યું: “તે સૌધર્મ દેવલોકમાં ગયો છે અને એને મિત્ર માનવ બને છે. તે ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બનશે.' પ્રસ્તુત કથાનકમાં, વૈદિક પરંપરા તથા લોકમાં એ ધારણા પ્રચલિત થયેલી હતી કે રણક્ષેત્રમાં મરનાર વ્યક્તિ સ્વર્ગને પામે છે, તથા તે દૃષ્ટિથી લેકે યુદ્ધમાં મરવું શ્રેયસ્કર છે એમ માનતા હતા, એ બાબતનો ઉલ્લેખ છે. આ મિથ્યા ધારણનું એમાં નિરસન પણ કરવામાં આવ્યું છે. રણક્ષેત્રમાં મરણ પામનાર વ્યક્તિ સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે, પણ શરત ૧. પિષધે ઉપવસન પિછાપવાસઃ નિયમવિશેષાભિધાન એ પૌષધેપવાસ: 1- આવશ્યકવૃત્તિ. ૨. હિન્દી સાહિત્યકા ઈતિહાસ–વીરગાથાકાલ કા વર્ણન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy