SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ધર્મકથાનુગ : એક સમીક્ષાત્મક અધ્યયન આનંદ ગાથાપતિથી આરંભી સાવિહીપિતા સુધીના આ દશ શ્રમણોપાસકેની ગણના ભગવાન મહાવીરના પ્રમુખતમ શ્રાવકેમાં કરવામાં આવી છે. ઉપાસકદશાંગ સૂત્રમાં એમની જીવનગાથાઓ છે. દશ ઉપાસકેમાંથી છના જીવનમાં ઉપસર્ગ ઉત્પન્ન થયા હતા. એમાં ચાર વિચલિત થઈ ગયા હતા, પરંતુ ફરીથી સાધનામાં જોડાઈ ગયા. તેઓએ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરી લીધું. બે ઉપાસકે પૂર્ણ પણે અવિચલ રહ્યા અને બાકીના ચાર ઉપાસકની સાધનામાં કઈ પણ પ્રકારને ઉપર્સગ ઉપસ્થિત થયો નહીં. ઉપસર્ગ સાધકની કસોટી છે. જે સાધક ઉપસર્ગોની કસોટીમાં સાચા સાબિત થાય છે, એનું જીવન સુવર્ણની માફક ચમકી ઊઠે છે. ત્રષિભદ્રપુત્ર આલભિકા નગરીમાં ઋષિભદ્રપુત્ર પ્રમાણે પાસક રહેતા હતા. એ નગરમાં બીજા ઘણુ શ્રમણોપાસક રહેતા હતા. જે જીવાદિ તત્તવોના જાણકાર હતા. અન્ય શ્રમ પાસકોએ ઋષિભદ્રપુત્રને પૂછયું : “દેવની કેટલી સ્થિતિ છે ?' એણે કહ્યું : હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કમશઃ વધતી જઈને તેત્રીસ સાગરોપમની.” અન્ય શ્રમણોપાસકેને શંકા થઈ કે એનું કથન યથાર્થ છે કે નહીં ? ભગવાન મહાવીર આલભિકા નગરીમાં પધાર્યા. એમને ઉપદેશ સાંભળ્યા પછી એ પરિષદે ભગવાનને પૂછ્યું: “ઋષિભદ્રપુત્રનું કથન યથાર્થ છે કે નહીં ?' પ્રભુએ કહ્યું: “એનું કથને યથાર્થ છે? હું પણ એમ જ કહું છું. આ સાંભળી પરિષદ પ્રભાવિત થઈ અને (એણે) ઋષિભદ્રપુત્રની ક્ષમાયાચના કરી ગણધર ગૌતમે જિજ્ઞાસા પ્રસ્તુત કરી; “શું ઋષિભદ્રપુત્ર શ્રમણ બનશે ?' ભગવાને કહ્યું: “ના, તે શ્રમણોપાસક જીવન વ્યતીત કરી આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં દેવ બનશે અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે.” પ્રસ્તુત કથાનકથી એ સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરના શ્રમણોપાસક તત્ત્વદર્શનના સારા જાણકાર હતા. અને ભગવાન આ સત્યતથ્યને સ્વીકાર કરીને એના પર પિતાની મહોર લગાવી દેતા જેનાથી અન્ય શ્રાવક પણ તત્ત્વદર્શનમાં આગળ વધી શકે. શખ–પુલી શ્રાવસ્તીનગરીમાં શંખ શ્રાવક રહેતો હતો. એની પત્નીનું નામ ઉ૫લા હતું. પુષ્કલી નામક એક અન્ય શ્રમણોપાસક પણ ત્યાં રહેતા હતા. આ બને જૈનદર્શનના પૂર્ણ જ્ઞાતા હતા. ભગવાન મહાવીરનું ત્યાં આગમન થયું. ભગવાનને ઉપદેશ શ્રવણુ કરી એણે અનેક જિજ્ઞાસાઓ પ્રસ્તુત કરી. એ પછી શંખ શ્રમણોપાસકે શ્રાવસ્તિના અન્ય શ્રમણોપાસકોને કહ્યું : પુલ, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, તૈયાર કરી અને એને આસ્વાદ કરતાં કરતાં પરસ્પર ખાતાં અને ખવડાવતાં પાક્ષિક પૌષધનું અનુપાલન કરતા રહીશું.' બધા શ્રમ પાસકે એ શંખની વાત ધ્યાનપૂર્વક સાંભળી. - આ પછી શંખ શ્રમણોપાસકને એ વિચાર આવ્યો કે ખાતાં ખાતાં પૌષધ ન કરતાં બ્રહ્મચર્ય પૂર્વક મણિ આદિને ત્યાગ કરી કેઈના પણ સહયોગ વિના મારે એકલાએ પૌષધ કરવો શ્રેયસ્કર છે.” તેમ વિચારીને તે પોતાને ઘેર આવ્યું. પિતાની પત્ની ઉ૫લાને પૂછીને પૌષધશાંલામાં પીષધ કરીને બેઠે. આ બાજુ શ્રાવસ્તીના શ્રમ પાસકોએ વિપુલ પ્રમાણમાં અશન, પાન આદિ તૌયાર કરાવ્યાં પરંતુ શંખ શ્રમણોપાસક આ નહીં, એટલે એને બેલાવવાને વિચાર કર્યો. પુષ્કલી શ્રાવક આ બધાની વતી એને બોલાવવા ગયો. તેણે ઉ૫લાને પૂછ્યું : “શંખ શ્રાવક ક્યાં છે?' એણે કહ્યું પૌષધશાળામાં પૌષધ કરીને બેઠા છે.' પુષ્કલીએ શંખને નમસ્કાર કર્યા અને કહ્યું : “આપે વિપુલ પ્રમાણમાં અશન, પાન ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવ્યાં છે, એટલે આહાર વગેરે ખાતાંપીતાં પૌષધ કરો. શંખે કહ્યું: “મેં પૌષધ કરી લીધે છે. તમે તમારી ઈચ્છાનુસાર ખાતા-પિતાં પૌષવ કરો.' એ શ્રાવકે એ એ પ્રમાણે જ કર્યું. રાત્રિમાં ધર્મ જાગરણ કરતા એવા શંખે વિચાર્યું : “ભગવાન મહાવીરનાં દર્શન કર્યા પછી મારે પૌષધ પાળ શ્રેયસ્કર છે. સવાર પડતાં શંખ ભગવાનની સેવામાં પહોંચી ગયા. આ બાજુ પુષ્કલી વગેરે શ્રાવકે પણ ભગવાનને વંદન કરવા ત્યાં આવી પહોંચ્યા. ઉપદેશ સાંભળ્યા પછી એમણે શંખને ઠપકો આપ્યો. પ્રભુએ કહ્યું: “તમે શંખ શ્રાવકને તિરસ્કાર ન કરે, તે પ્રિયધમી તેમજ દઢધમી છે. એ પ્રમાદ અને નિદ્રાને પરિત્યાગ કરીને સુદર્શન જાગરિકા જાગૃત કરી છે.' ગૌતમે જિજ્ઞાસા પ્રસ્તુત કરી : “જગરિકા કેટલા પ્રકારની હેય છે?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy