________________
૧૨
ત્રુટિ રહી જવાનું મુખ્ય કારણ છે ‘સત્તાગમે' અને ‘અંગસુત્તાણિ'ની મુદ્રિત પ્રતિ,
આગમેાનું પરિશીલન કરનાર ઘણા વિદ્વાનેએ અનુભવ્યું હશે કે 'સત્તાગમે'ના ખે ભાગેામાં પૂરા બત્રીશ આગમે સંપૂર્ણ મૂળ પાઠ છે.
તેના સંપાદક શ્રી પુભિકખુ પેાતાની એક સ્વત ંત્ર વિધારધારા ધરાવનાર વ્યક્તિ હતા. તેમણે પેાતાની માન્યતાથી વિપરિત જેટલા પાઠ જૈનાગમામાં જોયા તે બધા પર કાતર ચલાવી મૂળમાંથી અલગ કરી નાખ્યા.
અન્યાન્ય સંસ્થા દ્વારા પ્રકાશિત આગમેાના મૂળ પાઠ અને સત્તાગમે'ના મૂળપાઠ આ કારણે અક્ષરશઃ મળતા નથી. ‘અંગસુત્તાણિ'ની સંપાદનપદ્ધતિ પણ એક સ્વતંત્ર પદ્ધતિ છે. આથી ધર્માંક્થાનુયાગમાં સંકલિત મૂળપાઠ અન્ય સંસ્કરણ્ણાના મૂળ પાઠે સાથે અક્ષરશઃ મળતા નથી.
સુત્તાગમે' અને અંગસુત્તાણિ'ના ઉપયોગનું મુખ્ય કારણ
હાલના સમયમાં ‘સુત્તાગમે' એક જ એવું સંસ્કરણ છે કે જેમાં પૂરા બત્રીશ આગમેાના મૂળ પાઠ બે ભાગેામાં જ જ મળી રહે છે. આ લઘુકાય ગ્રંથરાજ આગમાનું અભૂતપૂર્વ સ ંસ્કરણ છે—એમ કાઈ કહે તેા તેમાં કઈં અતિશયાક્તિ નથી, ‘અંગસત્તાણિ'ના ત્રણ ભાગામાં અગિયાર અંગે સમાવાયાં છે, એના સિવાય બીજું એક પણ સંસ્કરણ ઉપલબ્ધ
નથી કે જેમાં બધા આગમા સાથે મળે,
અનુયાગાના સ`કલન અને વર્ગીકરણ માટે આ બે સંસ્કરણા જ સુલભ હતાં. આથી એમને જ અધિકાધિક ઉપયાગ કરવામાં આવ્યા છે.
અનુવાદનુ પરિશીલન
સંપૂર્ણ ધર્મ કથાનુયોગને ગુજરાતી અનુવાદ ડા. રમણીકભાઈ એમ. શાહે કર્યો છે. તેઓ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં પ્રાકૃત અને જૈનીઝમના સશેાધક-અધ્યાપક છે. પં. દલસુખભાઈ માલવણિયાની સલાહ અનુસાર તેમને ધ કથાનુયાગના અનુવાદક તરીકે નિયુક્ત કરવામાં આવેલા,
સ્વાસ્થ્ય પ્રતિકૂળ હાવાથી અનુવાદનું વાચન ન હું કરી શકયો કે ન ૫. દલસુખભાઈ માલવિયા પણ કરી શકયા. મને આશા છે, અનુવાદકે પૂરી નિષ્ઠાથી કાર્ય કરેલ છે. છતાં પણ આગમાના સ્વાસ્થ્યયિશીલ પાઠકે અનુવાદનું વાચન કરતી વેળા કાંય કાઈ સંશાધનપાત્ર સ્થળ જુએ તેા ટ્રસ્ટના સરનામે સૂચના લખી. મેકલે જેથી દ્વિતીય સસ્કરણમાં સંશાધન કરવા પ્રયત્ન કરી શકાય.
દૃષ્ટિવાદના વિચ્છેદ : ધ કથાનુયોગના હાસ
બારમા અ`ગ દૃષ્ટિવાદના પાંચ વિભાગ છે, તેમાં ચોથા વિભાગનુ નામ અનુયાગ છે. એના એ ભાગ છે—૧. મૂલ પ્રથમાનુયાગ અને ૨. ગડિકાનુયાગ,
નંદીસૂત્રમાં મૂલ પ્રથમાનુયાગની વિષય-સૂચિ આપવામાં આવેલી છે, જે કાળે આ સૂચિ આપવામાં આવી તે કાળે મૂલ પ્રથમાનુયેાગ કેટલે વિચ્છિન્ન થયેલ અને કેટલે શેષ રહેલ તે જાણવાનું આજે કાઈ સાધન નથી.
પ્રથમાનુયાગ ધર્મ ક્થાનુયોગના જ બીજો પર્યાય છે. ચારે અનુયોગામાં પ્રથમ અનુયોગ ધર્માંકથાનુયોગ છે, મૂલ વિશેષણ એ વાતનુ' સૂચક છે કે ધર્મ કથાઓનુ' મૂળ અરિહંત ભગવ ંતાની કથા છે.
મૂલ પ્રથમાનુયાગની વિષયસૂચિ
૧. અરિહંત ભગવંતાના પૂર્વ ભવે, ૨. દેવલોકમાં જવુ', ૩. દેવભવમાં આયુ, ૪. દેવલાકમાંથી ચ્યવન, ૫. તીર્થંકરભવમાં જન્મ, ૬. અભિષેક, ૭. રાજ્યશ્રી, ૮. પ્રત્રજ્યા, ૮. ઉગ્રતપ, ૧૦, કેવલજ્ઞાનેપત્તિ, ૧૧. તીર્થં પ્રવર્તીન, ૧૨. શિષ્યસંપદા, ૧૩. ગણુ અને ગણધર, ૧૪. શ્રમણેા, ૧૫. આર્યાએ, ૧૬. પ્રવર્તિની, ૧૭. ચતુર્વિધ સ'ધ પ્રમાણુ, ૧૮. જિનકલ્પીઓ, ૧૯. મન:પર્યવજ્ઞાનીએ, ૨૦. અવધિજ્ઞાની, ૨૧. સમ્યક્ શ્રુતજ્ઞાનીઓ, ૨૨. વાદીએ, ૨૩. અનુત્તર વિમાનેમાં ઉત્પન્ન થનારા, ૨૪. ઉત્તર વૈક્રિય કરનાર મુનિઓ, ૨૫, સિદ્ધ થનારા, ૨૬. સિદ્ધિપથના દેશક, ૨૭. પાદે પગમનકાળ, ૨૮. કેટલાક ભક્તને છેદ કરીને અન્ત કરનારા, ૨૯, અજ્ઞાન અંધકારથી સર્વથા મુક્ત અનુત્તર મેાક્ષ સુખ પ્રાપ્ત કરનારા. આવા અનેક ભાવ! મૂલ પ્રથમાનુયાગમાં કહેવાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org