________________
૧૩
આ વિષયચિ પ્રમાણે એક પણ અરિહંત ભગવંતની જીવનજ્યા ઉપલબ્ધ આગમમાં નથી. ગડિકાનુગની વિષયસૂચિ
૧. કુલકરચંડિકા, ૨. તીર્થકરચંડિકા, ૩. ચક્રવતીચંડિકા, ૪, દશારચંડિકા, ૫. બલદેવગડિકા, ૬. વાસુદેવચંડિકા, ૭. ગણધરચંડિકા, ૮. ભદ્રબાહુ ચંડિકા, ૯, તપ કર્મ નંડિકા, ૧૦. હરિવંશ ચંડિકા, ૧૧. ઉત્સર્પિણુ ગંડિકા, ૧૨. અવસર્પિણી ચંડિકા, ૧૩. ચિત્રાન્તરગંડિકા, દેવ-મનુષ્ય-તિયચ-નારક ગતિ. આ ચારે ગતિઓમાં પરિભ્રમણ તથા વિવિધ પ્રકારના સંસારમાં ભ્રમણ. વિષયસૂચિમાં વ્યક્રમ
૧. ગણુધરગડિકાનું નામ તીર્થકરગઠિકા પછી તરત આવવું જોઈએ. ૨. હરિવંશચંડિકાનું નામ દશાગડિકા પૂર્વે આવવું જોઈએ. ૩. વાસુદેવચંડિકા પછી પ્રતિવાસુદેવગડિકાનું નામ જોઈએ. પ્રતિવાસુદેવચંડિકાનું નામ આ સૂચિમાંથી સર્વથા લુપ્ત કેવી રીતે થઈ ગયું ? આ પ્રશ્ન ઉપેક્ષણીય નથી.
મારુ અનુમાન એવું છે કે આ બુકમ લહિયાઓએ કરેલા છે. આગમ હોવાથી સામાન્ય વાચકે આ વ્યુત્ક્રમે વિશે કંઈ વિચારવાનું આવતું નથી અને પ્રબુદ્ધ વાચકે તેમની ઉપેક્ષા કરે છે કેમ કે તેઓ જાણે છે કે એમનું યથાક્રમ હેવું હવે અસંભવિત છે. ધર્મકથાનુગ કૃશ થઈ ગયો
સમવાયાંગ અને નંદીસત્રમાં આગમોને સંક્ષિપ્ત પરિચય આવે છે. તેમાં છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથાને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે–આ અંગના બે શ્રુતસ્કંધ છે, ઓગણીસ અધ્યયન છે, એગણીસ ઉદ્દેશક છે ઇત્યાદિ.
ધર્મકથાના દશ વર્ગ છે, પ્રત્યેક ધર્મ કથામાં પાંચસો પાંચસો આખ્યાયિકાઓ છે. પ્રત્યેક આખ્યાયિકામાં પાંચ પાંચસે ઉપાખ્યાયિકાઓ છે. પ્રત્યેક ઉપાખ્યાયિકામાં પાંચસો આખ્યાયિકા-ઉપાખ્યાયિકાઓ છે.
આ રીતે સાડા-ત્રણ કરોડ કથાઓ આ અંગમાં હતી. કાળબળે આ કથાકેશ આજે કેટલે કૃશ થઈ ગયા છે ! વાચક અનુમાન કરી શકે છે.
આ પરિચય પાઠમાં એક પણું વાક્ય એવું નથી જે પ્રત્યેક શ્રુતસ્કંધના પૃથક પૃથક અધ્યયનનું સૂચક હેય. દ્વિતીય શ્રુતરકંધના દશ વને પરિચય આપીને પછી પ્રથમ શ્રુતસ્કંધના ઓગણીસ અધ્યયનનું નિદર્શન છે, આ યુક્રમ જોઈને એવું અનુમાન થાય છે કે આ સંક્ષિપ્ત પરિચય પાઠનાં કેટલાંક વાક્યો આગળપાછળ થઈ ગયાં છે આથી આમ બન્યું છે.
સમવાયાંગમાં સંકલિત જ્ઞાતાધર્મકથાના પરિચય પાઠમાં દ્વિતીય શ્રુતસ્કંધ અંતર્ગત ધર્મકથાઓના દશ વર્ગોના પાઠ ક્રમાનુસાર છે, જ્યારે નંદીમાં આ જ પાઠમાં વ્યુત્ક્રમ થયેલ છે
આ રીતે વ્યક્રમથી લખાયેલા અનેક પાઠ આગમમાં છે. શ્રદ્ધાળુ સ્વાધ્યાયશીલ વાચકે માટે એમનું સંશોધન અત્યાવશ્યક છે. જનાગનાં પદ અને વેદમંત્રોનું પરિમાણ
જ્ઞાતાધર્મકથાના આઠમાં અધ્યયનમાં ભગવતી મલ્લીનું કથાનક છે.
એક દિવસ રાજમહેલમાં ચોખા પરિવ્રાજિકા આવી. તે ઋફ-યજ આદિ ચારે વેદોની જ્ઞાતા હતી. અન્ય અનેક કથાનકોમાં પણ ચારે વેદોના નામોના ઉલેખ છે, પરંતુ તે બધાં કથાનકે ભગવતી મલ્લીના કથાનક પછીનાં છે. ભગવતી મલીને સમય વર્તમાનકાળથી ૬૫૮૬૭૫૦ વર્ષ પૂર્વેને છે. એટલે આ તે સ્વતઃસિદ્ધ છે કે એટલાં વર્ષ પૂર્વે પણ વેદ હતા. જે ભગવાન ઋષભદેવના સમયમાં જ અન્ય અનેક દર્શનેને પ્રાદુર્ભાવ થઈ ગયા હતા, તે વેદને પણ પ્રાદુર્ભાવ થઈ ગયો હશે ? આમાંથી એ ફલિત થાય છે કે વેદ પણ જૈન આગમ જેટલા જ પ્રાચીન છે.
આ પરથી એવી જિજ્ઞાસા જાગ્રત થાય છે કે જેવી રીતે જૂનાગમમાં દૃષ્ટિવાદ તથા અગિયાર અંગેનાં બહુસંખ્યક પદે કાળના પ્રભાવથી વિછિન્ન થયાં છે, શું તેવી જ રીતે વેદમંત્રો પણ વિચિછન્ન થયા છે કે એક પણ વેદમંત્ર વિછિન્ન નથી થયો ? પહેલાં હતાં એટલાં જ આજ પણ છે? આ વિષયનું તુલનાત્મક અધ્યયન આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org