SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ વર્તમાનકાળે પ્રાપ્ત થતી બધી પ્રતોમાં નવ માસવાળા પાઠ જ મળે છે, કેમ કે બધા લહિયા “મક્ષિકાસ્થાને મક્ષિકા” એ લોકોક્તિ અનુસાર જ લેખન કરે છે. એટલે કઈ પ્રતને આધાર લઈ સંશોધન કરવું ? આ એક સમસ્યા છે. પણ આ સમસ્યાનું સમાધાન અશકય નથી – આધુનિક પ્રાણિવિજ્ઞાનના ગ્રંથે જોઈને નિર્ણય કરી શકાય. મનુષ્ય સ્ત્રીના ગર્ભકાળમાં અને હાથણીના ગર્ભકાળમાં સમાનતા નથી. એ નિશ્ચિત છે કે અંતર પણ એટલું અધિક છે કે કોઈ રીતે બનેને સરખા સાબિત કરી શકાય નહીં. આશા છે સ્વાધ્યાયશીલ આગમપાઠી પ્રત્યક્ષ-વિરુદ્ધ કથનનું સંશોધન કરવા માટે પ્રયત્ન કરશે. અવિવેકપૂર્ણ ઉત્તર કેટલાક વિદ્વાને તરત આમ કહી દે છે કે જેવી રીતે મનુષ્ય-સ્ત્રીને સગર્ભાવસ્થાને કાળ સામાન્ય રીતે નવ મહિના અને ઉપર થોડા દિવસને હેાય છે, પરંતુ અપવાદરૂપે સાત કે આઠ મહિને પણ પ્રસવ થાય છે અને પૂર્ણ સશક્ત ન હોવા છતાં બાળક જીવિત રહે છે તે જ રીતે તે હાથીના બચ્ચાને જન્મ નવ મહિને થઈ ગયે હશે. આવો ઉત્તર સાચે જ પર્યાપ્ત જ્ઞાનના અભાવને સૂચક છે, કારણ કે અપવાદરૂપે પણ એક બે માસ પૂર્વ પ્રસવ થવો સંભવિત છે પરંતુ પૂર્ણ ગર્ભસ્થિતકાળથી અર્ધો કાળ વીત્યે કે તેની પણ પૂર્વે જે ગર્ભ બહાર આવી જાય તે શું તે પૂર્ણ વિકસિત હોઈ શકે ? સ્વસ્થ અને જીવિત રહી શકે ? હાથણીને ગર્ભાવસ્થાને કાળ જેટલું હોય છે તેના અર્ધા ભાગથીય કમ નવ માસ હોય છે, આથી ઉપરોક્ત અવિવેકપૂર્ણ ઉત્તર સર્વથા અસંગત છે. સામાન્ય વિજ્ઞાનના જ્ઞાન રહિત વર્તમાનકાળના પરંપરાવાદી કૃતધર તો આવા પ્રત્યક્ષ-વિરોધી પાઠો સંબંધ ઊહાપોહ પણ કરવા ઈચ્છતા નથી. આશ્ચર્ય તે એ વાતનું છે કે વર્તમાન સમયે પ્રકાશિત થઈ રહેલા જેનામોનાં નવાં સંસ્કરણોમાં અને અદ્યાવધિ બનેલા આગમ-મંદિરોમાં પણ આ પ્રત્યક્ષ-વિરોધી પાઠ પ્રવેશી ગયેલ છે. સંકલન પદ્ધતિ બધા આગમોનાં શુદ્ધ સંસ્કરણ તૈયાર કરીને પછી ધર્મ કથાનુયોગનું સંકલન કરવું અમારે માટે સંભવિત ન હતું, કારણ કે બધા આગમોનાં શુદ્ધ સંસ્કરણે તૈયાર કરવાનું કામ ચિરકાળસાધ્ય અને અત્યંત શ્રમસાધ્ય કોમ છે. શું બધા આગમોની પ્રતિઓ અશુદ્ધ છે? આવો પ્રશ્ન કેઈ પણ વ્યક્તિ પૂછી શકે છે. તેનું સમાધાન નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવ સુરિ સ્વયં પિતાના અનુભવથી પિતાના શબ્દોમાં જ આપી ગયા છે. જુઓ – सत्सम्प्रदायहीनत्वात् सदूहस्य वियोगतः । સર્વ-સ્વ-ર-શાસ્ત્રાગારદ્ભૂતેશ્વ છે કે હું वाचनानामनेकत्वात्, पुस्तकानामशुद्धितः । सूत्राणामतिगाम्भीर्याद् , मतभेदाश्च कुत्रचित् ।। २ ૧. સસંપ્રદાય પ્રાપ્ત ન થવાથી અર્થાત્ સૂત્રાર્થના સમ્યફ જ્ઞાતા ગુરુજનેની પરંપરા ટકી ન રહેવાથી ૨. યથાર્થ તર્કસંગત અર્થ પ્રાપ્ત ન થવાથી ૩. અનેક વાચનાઓ મળવાથી ૪. પુસ્તકે અશુદ્ધ હોવાથી ૫. સૂત્રે અતિ ગંભીર હોવાથી ૬. અર્થવિષયક મતભેદ હોવાથી આવા સંગેમાં પં. દલસુખભાઈ માલવણિયાની સલાહથી પ્રસ્તુત ધર્મકથાનુગના પાઠનું સંકલન “સત્તાગમે’ અને “અંગસુત્તાણિની મુદ્રિત પ્રતિઓના કટિંગ પરથી કરવામાં આવ્યું છે. આ પદ્ધતિ અપનાવવાનો મુખ્ય હેતુ એ હતો કે અલ્પ સમયમાં અધિક કાર્ય થઈ શકે. વાસ્તવમાં આનાથી વધુ સરળ અને સગવડવાળી બીજી કોઈ પદ્ધતિ હતી જ નહીં. પરંતુ આ પદ્ધતિએ સંકલિત કરેલ ધર્મકથાનુયોગના મૂળ પાઠીમાં કેટલીક ત્રુટિઓ પણ રહી ગઈ છે, એને ખ્યાલ અમને અનુભવે આવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy