SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન મહાવીર : “એવું નથી. સાદિ તથા અનંત કે બન્ને બાજુથી પરિમિત તેમજ બીજી શ્રેણીઓથી પરિવૃત્ત સર્વાકાશની શ્રેણીમાં એક એક પરમાણુ પુદ્ગલ પ્રતિસમય બહાર કાઢવા માટે અનંત ઉસપિણી-અવસર્પિણી વ્યતીત થઈ જાય તો પણ તે શ્રેણી ખાલી થતી નથી. તેવી રીતે ભવસિહિક જીવ મુક્ત થવા છતાં આ સંસાર એનાથી ખાલી થઈ જતું નથી.” જયંતી : “જીવોની દુર્બ લતા સારી કે સબલતા સારી ?' મહાવીર : “કેટલાક છો માટે સબલતા સારી છે અને કેટલાક જીવો માટે દુર્બલતા.' જયંતી : “એ કેવી રીતે ? મહાવીર : “જે જીવ અધાર્મિક છે અને અધર્મ થી જીવિકા ઉપાર્જન કરે છે તેની દુર્બલતા સારી છે, કેમકે એની એ દુર્બલતા અન્ય પ્રાણીઓ માટે દુઃખનું નિમિત્ત બને નહીં. જે લેકે ધાર્મિક છે એની સરળતા સારી છે. જયંતીઃ “છ દક્ષ બને તે સારું કે આળસુ બને તે ?' મહાવીર ઃ “જે જીવ અધાર્મિક છે, અધર્માનુસાર વિચરણ કરે છે, એ આળસુ હોય તે સારું છે. જે જીવ ધર્માચરણ કરે છે, એ દક્ષ (ઉદ્યમી) હેાય તે સારું છે, કેમકે તે જીવો આચાર્ય, ઉપાધ્યાય વગેરેની સેવા કરે છે. જયંતી : “ઈન્દ્રિયોને વશીભૂત થઈને જીવ કયાં કર્મો બાંધે છે ?' ભગવાન: “ઇન્દ્રિયને વશીભૂત થઈને જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.' શ્રમણે પાસિકા જયતી પ્રભુ મહાવીર પાસેથી પોતાના પ્રશ્નોનું સમાધાન પ્રાપ્ત કરી અત્યંત હર્ષ પામી અને તેણે છવાવવિભક્તિને જાણીને મહાવીર પ્રભુનાં ચરણોમાં દીક્ષા ગ્રહણ કરી. પ્રસ્તુત કથાનક જીવનની ગૂઢ, ગંભીર ગ્રંથીઓ જયંતીએ ભગવાન સમક્ષ પ્રસ્તુત કરી અને ભગવાન મહાવીરે જે રીતે સરળતાથી એનું સમાધાન કર્યું તે એમના અતિશય જ્ઞાનનું ઘોતક છે. પાશ્વનાથ તીર્થ : સોમિલ બ્રાહ્મણ શ્રમણ અને શ્રમણીઓનાં કથાનક પછી શ્રમણ ઉપાસકેની કથાઓ આપવામાં આવી છે. ભગવાન પાર્શ્વનાથના યુગમાં વારાણસીમાં સોમિલ બ્રાહ્મણ રહેતો હતો. તે વેદોમાં પારંગત પંડિત હતો. ભગવાન પાર્શ્વ “અંબાલ” “ઉદ્યાનમાં પધાર્યા. ભગવાનને ઉપદેશ સાંભળીને તે શ્રાવક બની ગયે. કાલાન્તરે સોમિલ બ્રાહ્મણના વિચારોમાં પરિવર્તન આવ્યું અને તે મિથ્યાત્વને માનવા લાગ્યો. એના આંતરમાનસમાં એ વિચાર ઉભો : “મેં વેદનું અધ્યયન કર્યું, પત્ની સાથે અનેક પ્રકારના ભોગ ભોગવા, પુત્ર પણ ઉત્પન્ન થયે, વિરાટ ઋદ્ધિને હું અધિપતિ પણ બને, મેં યજ્ઞો કર્યા, પશુઓને વધ કર્યો અને અતિથિની આગતા સ્વાગતા કરી. એટલે મારું એ કર્તવ્ય છે કે હું વિવિધ પ્રકારનાં વૃક્ષોવાળા બગીચ બનાવું. એણે બગીચો બનાવ્યો. એ પછી એણે વિચાર્યું: “મારા મોટા પુત્રને કુટુંબને ભાર સોંપી, મિત્ર અને પારજનેની અનુમતિ પ્રાપ્ત કરી તાપસોને ગ્ય એવી કુહાડી, કડછી અને તાંબાનાં પાત્ર લઈને ગંગાતટે નિવાસ કરનારા વાનપ્રસ્થ તપસ્વીઓની માફક વિચરણ કરું'. એ પછી તે દિક્ષાક્ષિત તાપસ પાસે પ્રવ્રજવા ગ્રહણ કરી છઠ્ઠ-છઠ્ઠ તપ સ્વીકાર કરી, હાથ અધ્ધર રાખી વિચરણ કરવા લાગ્યો. પહેલા છઠ્ઠના પારણના દિવસે તે આતાપના ભૂમિથી ચાલીને વ૮કલનાં વસ્ત્ર ધારણ કરી તથા ટોપલી લઈને પૂર્વ દીશા તરફ ચાલી નીકળ્યા. એણે સોમદેવની પૂજા કરી. પછી તે કંદ-મૂલ વગેરે વડે ટપલી ભરી પિતાની ઝૂંપડી પર આવ્યો. ત્યાં તેણે વેદિકાને લીંપીકરી શુદ્ધ કરી. પછી દર્ભ અને કલશ લઈને ગંગામાં સ્નાન કરવા રવાના થયો. પાણીનું આચમન કરી દેવતા તથા પિતૃઓને શ્રદ્ધાંજલી આપી. પછી તે ફરી પિતાની ઝૂંપડીમાં આવ્યું. તેણે દભ, કુશ અને રેતી વગેરેની વેદિકા બનાવી અને અરણ વડે અગ્નિ પેદા કર્યો અને એની ડાબી બાજુ સથ (ઉપકરણવિશેષ), વલ્કલ, અગ્નિપાત્ર, શય્યા, કમંડળ, દંડ અને સ્વયં પોતાને સ્થાપિત કર્યા. તે પછી મધ, ઘી, ચોખા વડે અગ્નિમાં હેમ કર્યો. બલિ' પકાવીને અગ્નિ દેવતાની પૂજા કરી. પછીથી અતિથિઓને ભોજન કરાવ્યાં. પછી તેણે પોતે ભોજન કર્યું. આ પ્રમાણે દક્ષિણમાં યમ, પશ્ચિમમાં વરુણ અને ઉત્તરમાં વિશ્રમણની પૂજા કરી. એક દિવસ ફરીથી એના મનમાં વિચાર ઉદ્દભવ્યો કે, “હુ વલ્કલ ધારણ કરી પાત્ર તથા ટોપલી લઈને કાષ્ટ મુદ્રામાં મુખને બાંધી ઉત્તર દિશા તરફ મહાપ્રસ્થાન કરીને અભિગ્રહ ધારણ કરીશ. જલ, થલ, દુર્ગમ, વિષમ પર્વત, ખાડા તથા ગુફામાંથી ગબડી અથવા સ્થિર થઈને ફરી ઠીશ નહીં. એમ વિચાર ફરી તે અશોક વૃક્ષની નીચે ગયે. ' Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy